બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A 12 year old minor was raped in Halwad taluka

હેવાનિયત / મોરબીમાં 12 વર્ષની સગીરા સાથે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ, હેવાને શરીર પર બચકાં ભર્યા, કેસના સમાધાનમાં પોલીસનો વરવો ચહેરો

Mahadev Dave

Last Updated: 07:04 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદ તાલુકામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના શરીર ઉપર આરોપીએ બચકાં પણ ભર્યા હતા.

  • નરાધમે ખેતરની ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું 
  • આરોપી પર પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
  • આરોપી રત્ના ભીમા ભરવાડની કરી ધરપકડ

મોરબી જિલ્લામાં સગીરા સાથે અવારનવાર દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. જેને લઈને કાયદો અને વ્યવસ્થા તથા મહિલા સુરક્ષાના દાવા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના શરીર ઉપર આરોપીએ બચકાં પણ ભર્યા હતા. આથી સગીરાના વાલી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

A 12 year old minor was raped in Halwad taluka

પોલીસે પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે વરવી ભૂમિકા ભજવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચિત્રોડી ગામે મજૂરી કામ કરવા માટે આવેલા શ્રમજીવી પરિવારની દીકરી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈ જઈને તેની સાથે ગત તારીખ 6 જૂનના રોજ રત્ના ભીમા ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલ સગીરાના માતા પિતા તે જ્યાં કામ કરતાં હતા તે ખેતરની બાજુમાં આવેલ વાડીએ ગયા હતા ત્યારે દીકરી ઘરે એકલી હતી અને તેની એકલતાનો લાભ લેવા માટે આરોપી તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈને ગયો હતો અને ત્યાર સગીરાને છાતીના ભાગે આ હેવાને બટકાં ભરીને ઉઝરડા કરી નાખ્યા હતા. બાદમા દિકરીએ આપવીતી જણાવતા પરિવારજનોના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. બાદમાં ભોગ બનેલ પરિવાર સવારે નવ વાગ્યે પોલીસ મથકે આવ્યો હતો જો કે, સાંજે પાંચ વાગ્યે તેની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને પોલીસે પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે વરવી ભૂમિકા ભજવી હતી. જોકે, પરિવારે ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો હતો જેથી કરીને અંતે ફરિયાદ લેવામાં આવી અને આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવેલ કરવામાં આવેલ છે.
 

અગાઉ કરી હતી કુકર્મની કોશિશ

દીકરી 15 થી 20 દિવસ પહેલા શાળાએ ચાલીને જતી હતી ત્યારે આ આરોપીએ કુકર્મની કોશિશ કરી હતી. આ અંગે દિકરીએ માતાપિતાને વાત કરી હતી ત્યારે ઊહાપોહ પણ થયો હતો જો કે ત્યારે ત્યારે સમાજના આગેવાનોએ સમાધાન કરાવેલ હતું જો ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ દુષ્કર્મની ઘટના ન બની હોત તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Halwad morbi news rape નિર્દયતા મોરબી સગીરા પર દુષ્કર્મ હળવદ girl rape in morbi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ