બ્રેકિંગ ન્યુઝ
Kiran
Last Updated: 11:22 AM, 13 December 2021
ADVERTISEMENT
રાજકોટના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવાર જ્યારે ધાર્મિક પ્રસંગમાં ગયો હતો ત્યારે બાળકીએ ઘરમાં ચૂંદડીથી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે પગ તડેથી જમીન ધસી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો જોકે હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
10 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાધો
કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. પરિવારમાં પત્ની પણ આર્થિક ગુજરાન ચલાવવા દેરાસરમાં કામ કરે છે. ત્યારે 10 વર્ષની સૌથી મોટી પુત્રી જે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી તેણે આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પરિવાર જ્યારે કૌટુંબિક પ્રસંગે ગયો હત્યારે પુત્રીને સાથે આવવાનું કહેતા ના પાડી દીધી હતી. બાદમાં જ્યારે પરિવાર પ્રસંગમાંથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો ખખડાવ્યા હોવા છતા નહિ ખોલતા ઘરની પાછળની બારીએથી પિતાએ પુત્રની લટકતી હાલતમાં જોઈ હતી. જે બાદ ઘરનો દરવાજો તોડી પિતા ઘરમાં ઘૂસ્યા હતા, બેભાન અવસ્થામાં પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પરતું તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં વધ્યા આપઘાતના કેસ
મહત્વનું છે કે ગુજરાતમાં આપઘાતના કેસ વધી રહ્યા છે અગાઉ પણ 9 વર્ષની બાળકીએ આપઘાત કર્યો હતો. ત્યારે હવે રાજકોટમાં 10 વર્ષની આપઘાતની ઘટનાએ બાળકોને પરિવારમાં માતા પિતાની ચિંતા વધારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT