LPD, અંકુર વિદ્યાલય અને છત્રપતિ સ્કૂલના 38 વિદ્યાર્થીઓ સંક્રમિત
SMCએ ત્રણેય શાળાઓ બંધ કરી 1043 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું
સુરતમાં વધુ 98 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
સુરત શહેરમાં સતત કોરોનાના કેસો વઘી રહ્યાં છે. વિવિધ શાળાઓ અને કોલેજમાં ભણતા 98 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચઢ્યાં છે. પૂણા ગામની LPD વિદ્યાલયનાં 15 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. તો અંકુર વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. ભગવાન મહાવીર, નવયુગ કોલેજ, ડીઆરબી કોલેજમાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યાં છે.
સુરતમાં અત્યાર સુધી 500 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાઈ ચૂક્યાં
છત્રપતિ સ્કૂલના 9, પી.પી.સવાણી, જી.ડી. ગોયેન્કા, ગાયત્રી સ્કૂલ, લુર્ડ્સ કોન્વેન્ટ, પાંડેસરા ખાતેની સુમન સ્કૂલમાં કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે.સેવન્થ ડે સ્કૂલ, એસ.ડી. જૈન કોલેજ, સરસ્વતી સ્કૂલ, ટી.એન્ડ. ટી.વી સ્કૂલ, ગુરુકૃપા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. આમ સુરતમાં અત્યાર સુધી 500 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાઈ ચૂક્યાં છે. કોરોનાના કેસો આવતા શાળા-કોલેજ ટપોટપ બંધ કરવાની તંત્રને નોબત આવી પડી છે. તો કેટલીક શાળાના વર્ગોને બંધ કરવાની ફરજ પડી છે.