ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાયેલ ધો. 12ની પરીક્ષામાં સામૂહિક ચોરીનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામૂહિક કોપી કેસના બનાવમાં 900થી વધારે વિદ્યાર્થીઓ પકડાયા છે. કોપી કરનાર વિદ્યાર્થીઓએ ડિટ્ટો ટુ ડિટ્ટો લખાણ કર્યું હતી.
ધો.12ની બોર્ડ પરીક્ષામાં કોમર્સની 959 વિદ્યાર્થીઓએ એક સરખા જ જવાબ લખ્યા હોવાનું અને ભૂલ પણ એક સરખી કરી હોવાનું ધ્યાનમાં આવતા બોર્ડના સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા. સામૂહિક કોપી કરનાર વિદ્યાર્થીઓએ એક સરખા જ જવાબમાં ભૂલ પણ એક સરખી જ કરી હોવાનું સામે આવ્યું હતું.
સામૂહિક કોપી કરનાર 900થી વધારે વિદ્યાર્થીઓના બોર્ડે પરિણામ અટકાવ્યા હતા. જે વિષયોમાં સામૂહિક ચોરી કરાઈ છે તે વિષયમાં આ તમામ વિદ્યાર્થીઓના નાપાસ કરાયા છે.
મહત્વનું છે કે, બોર્ડના ધ્યાને આવ્યું કે કોઈએ તમામ વિદ્યાર્થીઓને એક સરખું સાહિત્ય પહોચાડ્યું હતું. પરીક્ષાના પરિણામો પૂર્ણ થયા બાદ સમગ્ર મામલો બોર્ડના ધ્યાને આવ્યો હતો.
સામુહિક કોપી કરાવનાર જૂનાગઢ અને ગીર-સોમનાથની શાળાઓ છે. અમરાપુર, વિસાણવેલ, પ્રાચી પીપળા પરીક્ષા કેન્દ્રો પર માસકોપી થઈ હતી. આ કેન્દ્રો પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ એકાઉન્ટિગ, ઈકોનોમિક્સ, અંગ્રેજી અને સ્ટેટેસ્ટિકનો સમાવેશ થાય છે. બોર્ડે પરીક્ષા કેન્દ્રો પર પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેન્દ્રની માન્યતા રદ કરી દેવામાં આવશે.
લોકોને આજકાલ ફોટોગ્રાફીનો ખુબ જ ચસ્કો લાગેલો છે. ત્યારે તાજેતરમાં એક એવો ફોટો વાયરલ થયો છે જેની સમગ્ર વિશ્વમાં ટીકા થઇ રહી છે. ઘટના જાણે એમ બની કે એક કપલે સિંહને મારીને ખુશી વ્યક્ત કરવા માટે...