9,000 fake cards suspected to be Ayushman card scam
ભ્રષ્ટાચારની ગંધ /
રૂપિયાનું કૌભાંડ તો સાંભળ્યું હશે, રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું
Team VTV11:12 AM, 09 Jan 20
| Updated: 12:07 PM, 09 Jan 20
ગુજરાતમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ પકડાયું છે. જેને પગલે નકલી કાર્ડ રદ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ તેની તપાસ પણ સાઈબર સેલને સોંપવામાં આવશે.
રાજકોટમાંથી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા 9 હજાર કાર્ડને રદ કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાંથી 9 હજાર નકલી કાર્ડ નિકળ્યાં હોવાની આશંકા છે. 5 ઓપરેટરો સામે ફરિયાદ નોંધવા માટે કમિટી બનાવવામાં આવી છે. આ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે. 9 હજાર કાર્ડ રદ કરવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. સાચા લાભાર્થીઓને તંત્ર દ્વારા ફરીથી કાર્ડ કાઢી આપવામાં આવશે.
એક જ પરિવારને 17 હજાર આયુષ્માન કાર્ડ
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે એક પરિવારને જ 17000 આયુષ્માન કાર્ડ ઈસ્યુ થયાની ઘટનાં પણ સામે આવી છે. તેમજ એક જ વ્યક્તિ એક જ સમયે 2થી 3 હોસ્પિટલમાં દાખલ હોય અને તેનાં બીલ પાસ થયાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યાં બાદ સરકાર જાગી છે.