9 years of PM Modi in power of the country These decisions shocked everyone, BJP became a powerful party
રાજકારણ /
દેશની સત્તા પર PM મોદીના 9 વર્ષ: આ નિર્ણયોથી સૌ કોઈ ચોંકયા, BJP બની ગઈ શક્તિશાળી પાર્ટી
Team VTV09:59 AM, 26 May 23
| Updated: 09:59 AM, 26 May 23
9 Years Of PM Narendra Modi: પ્રભાવશાળી નેતૃત્વના આધારે પીએમ મોદી આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક છે સાથે જ સમગ્ર વિશ્વમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
મોદી આજે ભારતના જ નહીં વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક છે
મોદીએ વડાપ્રધાન તરીકે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે
PM મોદીએ પોતાના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન આ ચોંકાવનારા નિર્ણયો લીધા
9 Years Of PM Narendra Modi: આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે તેમના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. એ વાત તો નોંધનીય છે કે પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. આ સાથે જ ભાજપે એવા ઘણા રાજ્યોમાં સરકાર બનાવી જ્યાં સામાન્ય રીતે ભાજપને ખૂબ જ નબળી માનવામાં આવતી હતી. પ્રભાવશાળી નેતૃત્વના આધારે પીએમ મોદી આજે ભારતના જ નહીં પરંતુ વિશ્વના શક્તિશાળી નેતાઓમાંના એક છે સાથે જ સમગ્ર વિશ્વમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. ચાલો જાણીએ PM મોદીએ પોતાના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કયા ચોંકાવનારા નિર્ણયો લીધા.
નોટબંધી જેવો મોટો નિર્ણય
વર્ષ 2016માં નરેન્દ્ર મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય લીધો હતો. 8 નવેમ્બર 2016ના રોજ રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું અને મધ્યરાત્રિએ 12 વાગ્યે 500 અને 1000ની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી. નોટબંધીના સરકારના અચાનક નિર્ણયથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.
આ રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી
2014માં પીએમ મોદી કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ 2017માં યોજાયેલી યુપી વિધાનસભામાં ભાજપને સફળતા મળી હતી. આ ચૂંટણી પણ પીએમ મોદીના ચહેરા પર લડવામાં આવી હતી અને બીજેપી ગઠબંધને 312 સીટો જીતીને સપા પાસેથી સત્તા છીનવી લીધી હતી. જણાવી દઈએ કે વર્ષ 2014 પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો જન આધાર ઘણો નબળો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે એપ્રિલ 2016માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યો.
આ સાથે જ અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી છે. પીએમ મોદીએ અહીં જોરશોરથી પ્રચાર કર્યો હતો. ત્રિપુરામાં સતત બીજી વખત ભાજપની સરકાર છે. કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપે અહીં ડાબેરીઓનું વર્ચસ્વ ખતમ કરી નાખ્યું. નાગાલેન્ડ, મેઘાલય, મણિપુરમાં પણ ભાજપની ગઠબંધન સરકાર છે. વર્ષ 2014 પછી પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો વિસ્તાર થયો.
દેશમાં GST લાગુ કર્યું
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017થી દેશભરમાં GST લાગુ કર્યો હતો. GST લાગુ કરવાનો હેતુ દેશમાં 'એક દેશ, એક ટેક્સ'ની સિસ્ટમ લાગુ કરવાનો હતો. GST ના અમલ સાથે, સર્વિસ ટેક્સ, વેટ, પરચેઝ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય ઘણા ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા હતા.
એર સ્ટ્રાઈક
14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા CRPFના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે CRPFના 78 વાહનોનો કાફલામાં લગભગ 2500 સૈનિકો હતા. તે સમયે એક આતંકવાદીએ સીપીઆરએફના કાફલામાં વિસ્ફોટકો ભરી રહેલા વાહનને ટક્કર મારી હતી. આ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતા. બે અઠવાડિયા પછી 26 ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતે બાલાકોટ હવાઈ હુમલો કર્યો અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મારી નાખ્યા.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી
5 ઓગસ્ટ 2019 ના રોજ, બંધારણની કલમ 370 ની મોટાભાગની કલમો નાબૂદ કરવામાં આવી હતી જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. આ સાથે દેશના તે તમામ કાયદા જે 70 વર્ષથી લાગુ ન થઈ શક્યા, જમ્મુ-કાશ્મીરમાં અમલમાં આવ્યા. ત્યાંના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળવા લાગ્યો.
ટ્રિપલ તલાકને કાયદાકીય દાયરામાં લાવવામાં આવ્યો
મોદી સરકારે 30 જુલાઈ, 2019 ના રોજ ટ્રિપલ તલાક બિલ પસાર કર્યું હતું, ત્યારબાદ મુસ્લિમ સમાજમાં ટ્રિપલ તલાક અપરાધની શ્રેણીમાં આવી ગયો છે.