તમિલનાડુના તૂતિકોરિનમાં હિંસક પ્રદર્શન,11ના મોત 20થી વધુ ઘાયલ

By : kavan 10:17 PM, 22 May 2018 | Updated : 10:31 PM, 22 May 2018
તમિલનાડુના તૂતિકોરિનમાં એક કંપની સામે લોકોએ હિંસક પ્રદર્શન કર્યું. જેમાં 11 જેટલા લોકોના મોત થયા છે તો 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. સ્ટાર લાઇન કોપર યુનિટ નામની કંપની દ્વારા તૂતિકોરિનમાં પ્રદૂષણ ફેલાવાતો હોવાના કારણે લોકો નારાજ થયા હતા અને છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધુ સમયથી લોકો આંદોલન પર ઉતર્યા હતા.
  બીજી તરફ આ મામલો કોર્ય સુધી પહોંચતા કોર્ટના આદેશ બાદ કંપનીને સુરક્ષા પણ આપવામાં આવી હતી.પરંતુ મંગળવારે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શનમાં સામેલ થયા અને જોત જાતામાં જ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો થયો હતો અને ત્યારબાદ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. લોકોના પ્રદર્શનને જોતા પોલીસે કલમ 144 લાગૂ કરીને સ્થિતિને કાબૂમાં કરવાની કોશિષ કરી. ઉલ્લેખનીય છેકે મદ્રાસ હાઇકોર્ટના આદેશાનુસાર સ્ટરલાઇટ કોપર યુનિટને સુરક્ષા પણ આપવામાં આવી રહી છે.આજરોજ યુનિટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ભીડ અચાનક ઉગ્ર થઇ ગઇ અને સુરક્ષાકર્મીઓ સાથે મારામારી કરવાની શરૂ રી દીધી. લોકોએ પોલીસના કેટલાંય વાહનોને ટાર્ગેટ કર્યાં.
  જો કે,લોકોએ વાહનોને આગના હવાલે કરી દીધા. હિંસામાં બાદ સમગ્ર વિસ્તારમા કલમ 144 લગાવી દેવામાં આવી છે. તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.Recent Story

Popular Story