આરસીબી માટે ઓપનર સોફી ડિવાઈન સદીથી ચૂકી ગઈ હતી પણ તેણે માત્ર 36 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.
RCBએ 189 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં હાંસલ કરી લીધો
36 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ રમી સોફી
275ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી
વિમેન્સ પ્રીમિયર લીગ 2023માં સતત 5 મેચ હારી ચૂકેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બીજી જીત મેળવી છે. જણાવી દઈએ કે ગુજરાત જાયન્ટ્સ સામેની મેચમાં RCBએ 189 રનના ટાર્ગેટ 16મી ઓવરમાં જ હાંસલ કરી લીધી હતો અને RCBએ તે મેચ 8 વિકેટે જીતી લીધી હતી.
36 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ
ગુજરાતની ટીમે ઓપનર લૌરા વોલવર્ટની શાનદાર અડધી સદીની મદદથી 4 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આ પછી RCBએ 189 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ભલે એ મેચમાં આરસીબી માટે ઓપનર સોફી ડિવાઈન સદીથી ચૂકી ગઈ હતી પણ તેણે માત્ર 36 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે RCB હજુ પણ પ્લેઓફની રેસમાં છે. જણાવી દઈએ કે મહિલા ટી20ની સૌથી ઝડપી સદી સોફી ડિવાઈનના નામે છે તેણે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક T20 મેચમાં માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી.
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2023
9 ચોગ્ગા, 8 છગ્ગા ફટકાર્યા
RCB માટે ઓપનર સોફી ડેવિને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. સોફીએ કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે 125 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. સ્મૃતિએ 31 બોલમાં 5 ફોર અને 1 સિક્સર ફટકારીને 37 રન બનાવ્યા હતા. જ્યારે સોફીએ માત્ર 36 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 9 ચોગ્ગા, 8 છગ્ગા ફટકાર્યા હતા. 157ના ટીમ સ્કોર પર સોફી કેચ આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી.
A BREATHTAKING CHASE! 😮💨
A mammoth total gunned down with 27 deliveries to spare 🤌
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2023
275ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી
સોફીએ 36 બોલમાં 99 રનની ઈનિંગ દરમિયાન 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. 275ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરતા તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 99માંથી 84 રન બનાવ્યા હતા. સોફી ભલે તેની સદી પૂરી કરવામાં ચૂકી ગઈ હોય પણ તેણે ટાર્ગેટનો પીછો કરવા માટે એક યાદગાર ઇનિંગ્સ રમી અને મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં તેનું નામ કાયમ માટે લખી નાખ્યું છે.