બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:03 PM, 4 August 2024
Madhya Pradesh Temple Collapses : મધ્યપ્રદેશના સાગરથી રવિવારના દિવસે દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે રજાના દિવસે મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મોત થયા હતા. મૃતકની ઉંમર 9 થી 19 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આ સાથે ચાર બાળકો ઘાયલ છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના રાહલી વિધાનસભાના સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.
ADVERTISEMENT
મધ્યપ્રદેશના સાગરમાંઆ સનૌધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે પાર્થિવ શિવલિંગ નિર્માણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. રવિવારની રજા હોવાથી બાળકો પણ શિવલિંગ નિર્માણ ખાતે પહોંચ્યા હતા. જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તે સ્થળે મંદિર સંકુલની બાજુની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કેટલાક બાળકો દટાયા હતા.
आज सागर जिले के शाहपुर में हुई अतिवृष्टि के कारण जर्जर मकान की दीवार गिरने से 9 मासूम बच्चों के काल कवलित होने की खबर सुनकर मन व्यथित है। घायल बच्चों के उचित इलाज के लिए जिला प्रशासन को निर्देशित किया है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) August 4, 2024
भगवान से करबद्ध प्रार्थना है कि दिवंगत बच्चों की आत्मा को शांति प्रदान…
ADVERTISEMENT
વધુ વાંચો : રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં અચાનક લાગી આગ, 4 ડબ્બા બળીને થયા રાખ
અત્યાર સુધીની માહિતી પ્રમાણે JCBથી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઘાયલ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દિવાલ લગભગ 50 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ રાહલી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ પણ શાહપુર પહોંચી ગયા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સીએમ મોહન યાદવે પીડિત પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.