બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 9 cases of corona in the state today
Dinesh
Last Updated: 09:03 PM, 24 December 2022
ADVERTISEMENT
ફરી એકવાર વૈશ્વિક સ્તરે કોરોનાનો ખતરો માથું ઉંચકી રહ્યો છે. જેમાં પણ ખાસ ચીન ઉપરાંત જાપાનમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે જેમાં સંક્રમિત અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોય તેમ નહિવત કેસ આવી રહ્યા છે. જેમાં આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 9 કેસ આવ્યા છે. જ્યારે ગઈ કાલે માત્ર 3 પોઝીટિવ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કોરોનાના 9 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાના 9 કેસ નોંધાયા છે અમદાવાદમાં 9 કેસ વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ રાજ્યના 32 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 33 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 12,528 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,462 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવા એ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.