ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે લોકો રાજ્યની આજુબાજુના બીજા રાજ્યમાં પોતાના મોજશોખ પૂરા કરવા જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રની પોલીસે કરેલી કાર્યવાહીમાં સુરતના કુલ 22 જેટલા લોકોની રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં પાલઘરના અચ્છાડમાં આવેલા રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તે સમયે 9 બિલ્ડર 8 બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવતા ઝડપાયા છે. જેમાં સુરતના 9 બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. 9 બિલ્ડર અને જમીન દલાલો બાર ગર્લ્સ સાથે ઝડપાયા છે..તે સમયે 9 બિલ્ડર 8 બાર ગર્લ્સ પર રૂપિયા ઉડાવતા ઝડપાયા છે.
પોલીસના દરોડા દરમિયાન સુરતના કુલ 22 લોકોની ધરપકડ કરી હતી. જેમાં સુરતના 9 બિલ્ડરનો પણ સમાવેશ થાય છે. જોકે હાલ તમામને જામીન મળી ગયા છે. તો આયોજક નિપમ શાહ અને હસનખાનની પણ ધરપકડ કરવામાં આવી છે.