બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:25 PM, 4 December 2024
કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી 8મા પગાર પંચની પ્રતિક્ષા કરી રહ્યાં છે. તેમને આશા હતી કે 8મા પગાર પંચનું એલાન કરવામાં આવશે અને તેમને ઘણો ફાયદો થશે પરંતુ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.
ADVERTISEMENT
નાણા રાજ્ય મંત્રી પંકજ ચોધરી રાજ્યસભામાં બોલ્યાં
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ મામલે સ્થિતિ સ્પસ્ટ કરી દીધી છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચોધરીએ રાજ્યસભામાં એવું કહ્યું કે નજીકના ભવિષ્યમાં આઠમા પગાર પંચની રચના કરવાની કોઈ યોજના નથી.
ADVERTISEMENT
દર 10 વર્ષે રચાય છે નવું પગાર પંચ
કેન્દ્રીય પગાર પંચની રચના સામાન્ય રીતે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થાં અને લાભોમાં ફેરફારનું મૂલ્યાંકન કરવા અને સૂચન કરવા માટે કરવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સાતમા પગાર પંચની રચના કરી હતી. તેમણે 19 નવેમ્બર, 2015 ના રોજ તેની ભલામણો આપી હતી અને 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2016 ના રોજ અમલમાં આવી હતી.
2026માં 8મું પગાર પંચ લાગુ થવાની સંભાવના
હવે આગામી પગાર પંચ એટલે કે 8મું કેન્દ્રીય પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થવાની ધારણા છે. જ્યારે પણ પગાર પંચ અમલમાં આવે છે, ત્યારે તે સામાન્ય રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં સુધારો કરે છે. પગારમાં સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત (DR)નો સમાવેશ થાય છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 53 ટકા ડીએ મળે છે. પેન્શનરોને પણ આ જ ભથ્થું આપવામાં આવે છે. સરકાર વર્ષમાં બે વાર ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરે છે. આ અર્ધવાર્ષિક ધોરણે કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.