બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:39 PM, 9 June 2026
8મા પગાર પંચમાં પગાર વધારો કેટલો થશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે. વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાતોએ અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જો સરકાર ઊંચો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે તો માત્ર પગાર જ નહીં, પરંતુ HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાંમાં પણ વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણાંક છે જેના આધારે કર્મચારીઓના હાલના મૂળ પગાર અને પેન્શનને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરવામાં આવે છે. પગાર પંચની ભલામણોમાં તેને સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે, કારણ કે તેના આધારે કર્મચારીઓનો મૂળ પગાર, પેન્શન, વિવિધ ભથ્થાં અને એરિયર નક્કી થાય છે. સરળ ભાષામાં કહીએ તો, ફિટમેન્ટ ફેક્ટર જેટલો વધારે હશે, તેટલો કર્મચારીઓના પગારમાં વધારો વધુ થશે.
ADVERTISEMENT
7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. તેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ન્યૂનતમ મૂળ પગાર ₹7,000થી વધીને સીધો ₹18,000 થયો હતો. આ વધારો લાખો કર્મચારીઓ માટે મોટો લાભ સાબિત થયો હતો.
ADVERTISEMENT
હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો અને નિષ્ણાતોએ અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે. નિષ્ણાતો 1.92નો અંદાજ મૂકી રહ્યા છે, જ્યારે ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) 3.00 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહી છે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન (FNPO)એ 3.25નો પ્રસ્તાવ મૂક્યો છે. જમ્મુ-કાશ્મીર કર્મચારી મંચે 3.05નો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર કર્મચારી સમન્વય સમિતિએ 2.86થી 3.68 વચ્ચેનો ફિટમેન્ટ ફેક્ટર યોગ્ય ગણાવ્યો છે. સૌથી વધુ માંગ નેશનલ કાઉન્સિલ જૉઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની કરવામાં આવી છે.
ADVERTISEMENT
હાલના ₹18,000ના ન્યૂનતમ મૂળ પગારને આધાર માનવામાં આવે તો 1.92ના ફિટમેન્ટ ફેક્ટર પર પગાર ₹34,560 થઈ શકે છે. જો 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર ₹46,260 સુધી પહોંચી શકે છે. 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પર પગાર ₹51,480, 3.00 પર ₹54,000 અને 3.25 પર ₹58,500 થઈ શકે છે. જો 3.68નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો પગાર ₹66,240 સુધી પહોંચી શકે છે. જ્યારે સૌથી વધુ ચર્ચામાં રહેલા 3.83ના ફિટમેન્ટ ફેક્ટર પર ન્યૂનતમ મૂળ પગાર ₹68,940 સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ધરતીકંપથી ધ્રુજ્યો અમરેલીનો મિતિયાળા પંથક, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ADVERTISEMENT
જો NC-JCMની માંગ પ્રમાણે 3.83નો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારવામાં આવે તો હાલનો ₹18,000નો ન્યૂનતમ મૂળ પગાર વધીને ₹68,940 થઈ જશે. આ સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં અંદાજે 283 ટકાનો વધારો જોવા મળી શકે છે, જે અત્યાર સુધીના સૌથી મોટા વધારાઓમાંનો એક ગણાશે.
જો સરકાર 7મા પગાર પંચની જેમ ફરીથી 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો પણ કર્મચારીઓનો ન્યૂનતમ મૂળ પગાર ₹46,260 સુધી પહોંચી શકે છે. એટલે કે, સૌથી ઓછા સંભવિત વધારાની સ્થિતિમાં પણ કર્મચારીઓને સારો લાભ મળી શકે છે.
ફિટમેન્ટ ફેક્ટર વધવાથી તેની અસર માત્ર મૂળ પગાર સુધી મર્યાદિત નહીં રહે. કર્મચારીઓને મળતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાંમાં પણ વધારો થશે. સાથે જ હાલ મળતો મોંઘવારી ભથ્થો (DA) નવા મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે. નવા પગાર માળખાની અમલવારી બાદ DAની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થશે અને ભવિષ્યમાં મોંઘવારીના આધારે તેમાં વધારો કરવામાં આવશે.
હાલમાં 8મા પગાર પંચ માટે કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી. જોકે વિવિધ કર્મચારી સંગઠનો પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે. હવે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો સરકારના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તે તેમના પગાર, પેન્શન અને ભથ્થાંમાં કેટલો વધારો થશે તે નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.