બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 8મા પગારપંચમાં પેન્શનમાં થઈ શકે આટલો વધારો!, UPS જેવી પેન્શન યોજનાઓમાં ફેરફારો જોવા મળી શકે
Last Updated: 03:29 PM, 17 January 2025
8th Pay Commission : 8મા પગાર પંચને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય કર્મચારીઓ ઘણા દિવસોથી 8મા પંચના અમલની માંગ કરી રહ્યા હતા. આ તરફ આખરે તેમની માંગણી સ્વીકારીને કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આઠમું પગારપંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હવે આપણે સમજીએ કે, 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન કેટલું વધશે અને UPS જેવી પેન્શન યોજનાઓ પર તેની શું અસર પડશે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 16 જાન્યુઆરી 2025ના રોજ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારે 8મા પગાર પંચને લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. જોકે હાલમાં કર્મચારીઓને માત્ર 7મા પગાર પંચ હેઠળ જ પેન્શન અને પગાર મળવાનું ચાલુ રહેશે.
ADVERTISEMENT
હવે જાણો પેન્શનમાં કેટલો વધારો થઈ શકે?
કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા 8મા પગાર પંચને લગતી ઘણી ભલામણો લાગુ કરવામાં આવશે. કર્મચારીઓનું યુનિયન સતત 2.86 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. રિતિકા નય્યરે જણાવ્યું હતું કે, હવે માત્ર પેન્શનની આગાહી કરી શકાય છે. તેમણે કહ્યું કે કર્મચારીઓના પેન્શનમાં 20 થી 30 ટકાનો વધારો થઈ શકે છે. જોકે પેન્શન કેટલું વધશે તે દેશની આર્થિક સ્થિતિ અને બજેટ પર વધુ નિર્ભર રહેશે.
UPSમાં શું ફેરફાર થશે?
ટીમલીઝના વાઇસ પ્રેસિડેન્ટ કૃષ્ણેન્દુ ચેટરજીને ટાંકી એક ખાનગી મીડિયાએ જણાવ્યું છે કે, કેન્દ્રીય પેન્શન યોજનાઓ જેવી કે UPS, NPS અને OPSમાં ફેરફાર થઈ શકે છે. જોકે કેટલા ટકા ફેરફાર થશે? આ અંગે અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નથી. આ સિવાય એક નિષ્ણાતે વધુમાં કહ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓએ પેન્શન સ્કીમમાં ફેરફારની સતત માંગ કરી છે. કર્મચારીઓ અને તેમના સંગઠને જૂની પેન્શન યોજના પર પાછા ફરવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં શક્ય છે કે, 8મા પગાર પંચમાં આ પેન્શન યોજનાઓ અંગે નિર્ણય લેવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.