બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 8મા પગારપંચ પર મોટું અપડેટ, જલ્દી મળશે ખુશખબર

સારા સમાચાર / સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 8મા પગારપંચ પર મોટું અપડેટ, જલ્દી મળશે ખુશખબર

Last Updated: 11:14 AM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7મુ પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. હવે 8મા કેન્દ્રીય પગાર પંચને લઈને એવી અટકળો ચાલી રહી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે.

8મુ પગાર પંચ ક્યારે આવશે તે અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે, આઠમા પગાર પંચને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મુ પગાર પંચ જલ્દી જ આવશે. ઓલ ઇન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (AIRF) ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાને આશા છે કે મોદી સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરશે.

money

પગાર વધારાની અપેક્ષા

મિશ્રાએ કહ્યું કે તેમને ખાતરી છે કે જાન્યુઆરી 2026માં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. રેલ્વે કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે કોઈ પગલાં લેશે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શનમાં ફેરફાર થશે. જો કે, હજુ 8મા પગાર પંચની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

8મા પગાર પંચની શક્યતાઓ

સરકારી કર્મચારીઓના પગાર અંગે પગાર પંચની ભલામણો દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. અગાઉનું એટલે કે 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જેના કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો. હવે 8મું પગાર પંચ 2026 સુધીમાં લાગુ થવાની સંભાવના છે અને કર્મચારીઓને આશા છે કે આનાથી તેમના પગારમાં ફરીથી નોંધપાત્ર વધારો થશે. શિવ ગોપાલ મિશ્રાના આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે જો 8મું પગાર પંચ લાગુ થશે તો તેનો સીધો ફાયદો રેલવે કર્મચારીઓને થશે. મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચને જોતા આ વધારો તેમના માટે મોટી રાહત સાબિત થશે.

money_width-800 (1)

ઓલ ઇન્ડિયા રેલ્વેમેન ફેડરેશન જેવા કર્મચારી યુનિયન સરકાર સાથે નિયમિત વાટાઘાટો કરે છે અને કર્મચારીઓની માંગણીઓને આગળ રાખે છે. આવા નિવેદનો દર્શાવે છે કે કર્મચારી સંગઠનો પગાર પંચની રચના અને ભલામણોને લઈને સરકાર પર દબાણ લાવી રહ્યા છે. જો કે સરકારે આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચને લઈને કેટલાક નક્કર પગલાં લઈ શકે છે. કર્મચારીઓની માંગ અને મોંઘવારીના કારણે પગાર વધારાની જાહેરાત સરકાર માટે મહત્ત્વનો નિર્ણય હોઈ શકે છે.

2016માં લાગુ કરવામાં આવ્યું હતું 7મુ પગાર પંચ

પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારની ભલામણ કરે છે. કેન્દ્ર સરકાર દર 10 વર્ષે સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પગાર પંચની રચના કરે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 7મા પગાર પંચની રચના કરી હતી. કમિશને તેનો રિપોર્ટ 19 નવેમ્બર, 2015ના રોજ સરકારને સોંપ્યો હતો અને તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવી હતી.

PROMOTIONAL 13

હવે 8મુ પગાર પંચ જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થવાની શક્યતા છે. 6ઠ્ઠા પગાર પંચમાંથી 7મા પગાર પંચમાં શિફ્ટ કરવા દરમિયાન, કર્મચારી સંઘે માંગણી કરી હતી કે પગાર સુધારણામાં ફિટમેન્ટ ફેક્ટર 3.68 રાખવું જોઈએ, પરંતુ સરકારે તેને 2.57 જ રાખ્યું. ફિટમેન્ટ ફેક્ટરની મદદથી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 7000 રૂપિયાથી વધારીને 18 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો. આ સિવાય ન્યૂનતમ પેન્શન પણ 3500 રૂપિયાથી વધીને 9000 રૂપિયા થઈ ગયું હતું. કામ કરતા કર્મચારીઓનો મહત્તમ પગાર 2.50 લાખ રૂપિયા અને મહત્તમ પેન્શન પણ 1.25 લાખ રૂપિયા થઈ ગયું હતું.

આ પણ વાંચો: PF ખાતાધારકો માટે રાહતના સમાચાર, પૈસા ઉપાડવાની લિમિટમાં વધારો, જાણો નવા નિયમો

8મા પગાર પંચમાં થઈ શકે છે આ ફેરફાર

હવે જો 8મા પગાર પંચમાં કર્મચારી યુનિયનની માંગ સ્વીકારવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર વધારીને 1.92 કરી શકાય છે. તેની મદદથી દેશમાં સરકારી કર્મચારીઓનો ન્યૂનતમ પગાર 18 હજાર રૂપિયાથી વધીને 34,560 રૂપિયા થઈ શકે છે અને ન્યૂનતમ પેન્શન 17,280 રૂપિયા સુધી પહોંચી શકે છે. આનાથી મોંઘવારીનો સામનો કરી રહેલા કર્મચારીઓ અને પેન્શનરોને ઘણી રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Wage Revision 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ