બ્રેકિંગ ન્યુઝ
VTV / 89 people died due to heavy rain in delhi, punjab, haryana, UP, Himachal
Vaidehi
Last Updated: 07:49 AM, 16 July 2023
ADVERTISEMENT
દિલ્હી સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. યમુનાનાં પાણીનું જળસ્તર વધવાને લીધે અનેક વિસ્તારો ડૂબી ગયાં છે. યૂપી, પંજાબ, હિમાચલ અને હરિયાણામાં જળબંબાકારે અત્યારસુધીમાં 89 લોકોનો જીવ લીધો છે. તેમાંથી 55 લોકોનું મોત પંજાબ અને હરિયાણામાં નોંધાયું છે. જ્યારે હિમાચલમાં પૂરનાં લીધે 24 લોકોનાં શવ મળી આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં વરસાદને લીધે UPમાં 10 લોકોનું મૃત્યુ નોંધાયું છે.
#WATCH | Drone visuals show Delhi's ITO continues to remain flooded as Yamuna water level recedes slowly. pic.twitter.com/XI3VdXvOWu
— ANI (@ANI) July 16, 2023
ADVERTISEMENT
25000થી વધારે લોકોનું સ્થળાંતર
દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી કહેરનાં લીધે પંજાબનાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 25000થી વધારે જ્યારે હરિયાણામાં 5300થી વધારે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે પંજાબમાં કુલ 25160 લોકોને પૂરનાં લીધે સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યાં છે. રાજ્યમાં 164 જેટલી રાહત શિબિરો ચાલી રહી છે. પંજાબમાં પૂરની સ્થિતિને લીધે 1.60 લાખ હેક્ટરથી વધારે ખેતીલાયક જમીન અસરગ્રસ્ત થઈ છે. હરિયાણાનાં યમુનાનગરમાં હથિનીકુંડ બૈરાજ પર પ્રવાહદર સાંજે 6 વાગ્યે 53,370 ક્યૂસેક અને રાત્રે 8 વાગ્યે 54,619 ક્યૂસેક હતું.
#WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu says, "I have never seen such a situation in the past years. We have given Rs 1,45,000 to people whose houses have been damaged completely. Whose houses are partially damaged have been compensated with Rs 1 lakh." pic.twitter.com/EJnihu5aax
— ANI (@ANI) July 15, 2023
UPમાં 10 લોકોનું મોત
યૂપીમાં હજુ પણ ભારે વરસાદની સ્થિતિ યથાવત છે. જાણકારી અનુસાર છેલ્લાં 24 કલાકમાં વરસાદને લીધે UPમાં 10 લોકોનું મૃત્યુ નોંધાયું છે. જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રામપુરમાં 2 લોકોનું મોત ડૂબી જવાને લીધે, બલિયા, મહોબા અને લલિતપુર જિલ્લાઓમાં વીજળી પડવાને લીધે 7 લોકોનું મોત જ્યારે સુલ્તાનપુરમાં સાંપ ડંખવાને લીધે 1 વ્યક્તિનું મોત થયું છે.
નેશનલ હાઈવે બંધ કરાયો
ખનોરી પાસે નેશનલ હાઈવે-71 સહિત કેટલાક રસ્તાઓ પૂરનાં પાણીને કારણે ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરી દેવામાં આવ્યાં છે. પંજાબનાં પટિયાલા જિલ્લામાં શુતરાના, સમાના અને સનોર સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર છે. અધિકારીએ કહ્યું કે ઘગ્ગર નદી ખતરાની નિશાનીથી ઉપર છે પરંતુ સ્થિતિ ટૂંક જ સમયમાં સામાન્ય થવાની આશા છે.
પંજાબ-હરિયાણામાં બીમારીઓનો ખતરો
અધિકારીઓએ જણાવ્યું કે બંને રાજ્યોમાં પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં પાણી અને વેક્ટરજનિત બીમારીઓનો ખતરો છે તેથી સ્વાસ્થ્ય વિભાગનાં અધિકારીઓએ કોઈપણ પ્રકારની બીમારીનાં પ્રકોપને રોકવા માટે યોગ્ય પગલાં ભરવાનાં આદેશ આપ્યાં છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.