બ્રેકિંગ ન્યુઝ
VTV / 84 year old accidently locked inside union bank in hyderabad
Pravin
Last Updated: 03:54 PM, 30 March 2022
ADVERTISEMENT
હૈદરાબાદના જ્યૂબીલી હિલ્સમાં યુનિયન બેંકના કર્મચારીઓની ભયંકર લાપરવાહી સામે આવી છે. લાપરવાહી એવી હતી કે, 84 વર્ષના એક વૃદ્ધનો જીવ જતાં જતાં બચી ગયો. હકીકતમાં બેંક કર્મચારી વૃદ્ધને લોકર રૂમમાં બંધ કરીને ઘરે જતાં રહ્યા હતા. લગભગ 18 કલાક સુધી ત્યાં બંધ રહ્યા બાદ આગામી દિવસે સવારે પોલીસે બેંક ખોલાવીને તેમને બચાવી લીધા હતા. ત્યાં સુધી વૃદ્ધની હાલત ખરાબ થઈ ચુકી હતી. તેઓ ડાયાબિટીશથી પીડિત હતા અને આખી રાત પાણી પીધા વગર બેભાન અવસ્થામાં ત્યાં પડી રહ્યા હતા.
બેંક કર્મચારીની ભયંકર ભૂલ સામે આવી
ADVERTISEMENT
બિઝનેસ મેન વી. કિશન રેડ્ડી હૈદરાબાદના જ્યૂબિલી હિલ્સ વિસ્તારમાં રહે છે. સોમવારે સાંજે લગભગ 4.20 કલાકે તેઓ યુનિયન બેંકની જ્યૂબિલી હિલ્સ ચેકપોસ્ટ બ્રાંચમાં ગયા હતા. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રેડ્ડીએ પોતાનું લોકર ઓપરેટ કરાવ્યું હતું. બેંકના કર્મચારી રાધા કુમારીએ તેમને લોકર રૂમમાં લઈ ગયા હતા. ત્યાં માસ્ટર કીથી લોકર ખોલ્યા બાદ રેડ્ડીને ત્યાં જ રહેવા દીધા હતા. અને બહાર આવીને પોતાનું કામ કરવા લાગી. જ્યૂબિલી હિલ્સના સબ ઈંસ્પેક્ટર ડી. નાયડૂએ જણાવ્યું હતું કે, તમામ કર્મચારી 5.30 કલાકે બેંકમાં તાળા મારીને ચાલ્યા ગયા હતા. પણ કોઈને એ યાદ ન રહ્યું કે, લોકર રૂમમાં ગયેલા રેડ્ડી બહાર આવ્યા નથી. ન તો બેંક બંધ કરતી વખતે કોઈ પણે એટલી તકલીફ ઉઠાવી કે, ત્યાં જોવા જાય. બેંક બંધ થઈ ગઈ. પણ રેડ્ડી લોકર રૂમમાં જ ફસાઈને રહી ગયા.
પોલીસે સીસીટીવી ચેક કર્યા
જ્યારે મોડી રાત સુધી રેડ્ડી પોતાના ઘરે પાછા ન ફર્યા તો, પરિજનોને ચિંતા થઈ. રેડ્ડીએ પોતાના પરિવારવાળાને એવું કહીને નહોતા ગયા કે, તેઓ ક્યાં જઈ રહ્યા છે. નતો તેઓ પોતાની સાથે મોબાઈલ લઈ ગયા હતા. આવા સમયે પરિજનોને આજૂબાજૂમાં શોધ કરી. જ્યારે કંઈ ખબર ન પડી તો, પરિજનોએ પોલીસને જાણ કરીને મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો. પોલીસે સીસીટીવી ચેક કરીને તપાસ શરૂ કરી, એક સીસીટીવીમાં રેડ્ડી યુનિયન બેંકની પાસે દેખાયા. પોલીસે બેંકના સીસીટીવી ફુટેજની તપાસ કરી, જેમાં તેઓ બેંકની અંદર ઘુસતા દેખાયા હતા. પણ બહાર આવતા દેખાયા નહોતા. તેના પર પોલીસને શંકા ગઈ કે ક્યાંક રેડ્ડી બેંકની અંદર તો નથી રહી ગયા ને ?
વૃદ્ધની તબિયત ખરાબ થઈ
ત્યાર બાદ સવારે 10.30 કલાકે બેંક ખુલી તો પોલીસે અંદર જઈને તપાસ કરી, ત્યાં લોકર રૂમમાં રેડ્ડી નજરે પડ્યા, તેમની હાલત સારી નહોતી. શુગરના પેશન્ટ હોવાના કારણે તથા આખી રાત કંઈ ખાવાનું ન મળવાના કારણે બેભાન અવસ્થામાં આવી ગયા હતા. પોલીસે તેમને હોસ્પિટલે પહોંચા઼ડ્યા, જ્યાં તેમની હાલત સારી નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસનું કહેવુ છે કે, જો રેડ્ડીના પરિજનો બેંક વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો તેઓ જરૂરી કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.