છેલ્લા 3 મહિનામાં રસોઈ ગેસની કિંમતોમાં વારેઘડી વધારો થયો છે. આ 4 વારના વધારામાં LPG Gas Cylinder 125 રૂપિયા મોંઘો થયો છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા છે. ઓનલાઈન પેમેન્ટ એગ્રીમેન્ટ પેટીએમ તમને સસ્તામાં રસોઈ ગેસ ખરીદવાનો અવસર આપી રહ્યું છે. આ ઓફરમાં તમને 819 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 119 રૂપિયામાં મળશે. આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ છે. તો તમે જ્લ્દી આ રીતે તમારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો અને ઓફરનો લાભ લો.
આ રીતે મળશે કેશબેકનો લાભ
આ ઓફરનો લાભ લેવા માટે તમારે મોબાઈલ ફોનમાં પેટીએમ એપને ડાઉનલોડ કરીને ગેસનું બુકિંગ કરવાનું રહે છે. આ પછી તમને 700 રૂપિયાનું કેશબેક મળશે. કેશબેકનો લાભ લેવા માટે પેટીએમમાં Book a Cylinderનો વિકલ્પ પર જાઓ. અહીં તમે Bharat Gas, HP gas અને Indane નો વિકલ્પ પસંદ કરો. તમે જે કંપીનીના ગ્રાહક છો તેને પસંદ કરો. ગ્રાહક મોબાઈલ નંબર કે એલપીજીના આઈડી મદદથી તમે બુકિંગ કરી શકો છો. ડિટેલ્સ ભર્યા બાદ પ્રોસીડ કરો અને તમારી ડિટેલ્સ ભરાઈ જશે. પહેલી વાર બુકિંગ કરવા બદલ તમને 700 રૂપિયાનું કેશબેક મળે છે.
31 માર્ચ સુધી મળશે ઓફરનો લાભ
આ ઓફર 31 માર્ચ સુધી વેલિડ રહેશે. ઓફરનો લાભ ફક્ત 1 વાર જ લઈ શકાશે. કેશબેક ક્લેમ કરવા પહેલા પેમેન્ટ કરવાનું છે અને પછી ફરી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરશો તો તમને કેશબેક મળશે. અહીં સ્ક્રેચ કાર્જને સ્ક્રેચ કરવાનું ભૂલી જશો તો Cashback and Offers ના ઓપ્શનમાં જાઓ અને તેનો યૂઝ કરો. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગમાં લેવાનું રહે છે.