બ્રેકિંગ ન્યુઝ
VTV / 80000 jobs closing this week 30 may 5 june recruitment central and state government
Pravin
Last Updated: 12:15 PM, 30 May 2022
ADVERTISEMENT
સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા ઉમેદવારો માટે આ અઠવાડીયે 30 મેથી 5 જૂન 2022 ખૂબ જ મહત્વનું છે. કારણ કે, આ અઠવાડીયે 80 હજારથી વધારે સરકારી નોકરીઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ છે. ત્યારે જો આપ પણ આ સરકારી નોકરીઓની જાહેરાત જોયા બાદ અરજી કરવાની રહી ગઈ હોય, તો ફટાફટ અરજી કરી દો. આ અઠવાડીયે જે ભરતી અરજી પ્રક્રિયા સમાપ્ત થવા જઈ રહી છે, તેમાં પોસ્ટ વિભાગની 38926 જીડીએસ પદની ભરતી, એડીઆરજીની 26 હજાર પદની ભરતી, યુપી પંચાયતી રાજની 1866 ભરતી, HPPWDની 400 પદ માટે ભરતી, બિહારની SSCની 2248 પદની ભરતી, યુપી પંચાયતી રાજની 2783 મદદનીશની ભરતી, આરપીએસસીની 6000 પીજીટીની ભરતી, વગેરે સામેલ છે. તો આવો જાણીએ વિગતવાર આ વિવરણ...
ADRCના 26 હજાર પદ પર ભરતી- અંતિમ તારીખ 30 મે 2022
ADVERTISEMENT
આસામ ડાયરેક્ટ રિક્રૂટમેંટ કમીશન દ્વારા ગ્રેડ 3 અને ગ્રેડ 4ની 26 હજારથી વધારે સરકારી નોકરીઓ માટે 8 પાસથી લઈને સ્નાતક સુધી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરદી 30 મેના રોજ સુધી આમંત્રિત કરવામાં આવી રહી છે. ઈચ્છુક ઉમેદવાર assam.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ અરજી કરી શકે છે. અરજી માટે અહીં ક્લિક કરો... https://deforms.in/SLRC_CLASS_IV/?r
સેન્ટર ફોર રેલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) – 150 પોસ્ટ્સ – છેલ્લી તારીખ 31 મે 2022
સેન્ટર ફોર રેલ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ (CRIS), રેલ્વે મંત્રાલય 150 આસિસ્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયર (ASE) અને આસિસ્ટન્ટ ડેટા એનાલિસ્ટ (ADA) ની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. ઉમેદવારો CRIS ની સત્તાવાર વેબસાઇટ cris.org.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 26 એપ્રિલ 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. અરજી માટે અહીં ક્લિક કરો: https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/76656//Instruction.html
1866 MHW ની GPSSB ભરતી - છેલ્લી તારીખ 31 મે 2022
ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા 1866 આરોગ્ય કાર્યકરની જગ્યાઓ માટે 31 મે 2022 સુધી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓનલાઈન અરજી માટે અધિકૃત વેબસાઈટ gpssb.gujarat.gov.in પર જઈ શકાય છે. તમે આ સીધી લિંક પરથી એપ્લિકેશન પેજ પર પણ જઈ શકો છો. અરજી માટે અહીં ક્લિક કરો: https://gpssb.gujarat.gov.in/advertisements.htm
HPPWD 411 જગ્યાઓની ભરતી – છેલ્લી તારીખ 31 મે
હિમાચલ પ્રદેશ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ મલ્ટી ટાસ્ક વર્કરની 5000 જગ્યાઓ પર ભરતી કરશે. વિવિધ જિલ્લાઓ માટે છેલ્લી તારીખ અલગ અલગ છે. આ લિંક પરથી વધુ વિગતો અને એપ્લિકેશન લિંક તપાસો. https://hppwd.hp.gov.in/sites/default/files/circular-documents/notification%20Multi%20Task%20Worker%20(lok%20nirman)%202022.pdf
બિહાર SSC 2248 જગ્યાઓની ભરતી - છેલ્લી તારીખ 1લી જૂન 2022
બિહાર સ્ટાફ સિલેક્શન કમિશન રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 2248 જગ્યાઓ પર ભરતી માટે પાત્ર ઉમેદવારોની પસંદગી માટે ત્રીજી સ્નાતક સ્તરની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 2022નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પરીક્ષામાં બેસવા માટેની અરજીની પ્રક્રિયા 1 જૂનના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ, bssc.bihar.gov.in પર અરજી કરી શકે છે. પહેલા સૂચના જુઓ અને આ લિંક પરથી અરજી કરો. નોટિફિકેશન: https://www.onlinebssc.com/
યુપી પંચાયતી રાજમાં 2783 સહાયકની ભરતી - છેલ્લી તારીખ 3જી જૂન 2022
ઉત્તર પ્રદેશ પંચાયતી રાજ વિભાગ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી ગ્રામ પંચાયતોમાં પંચાયત સહાયક/એકાઉન્ટન્ટ-કમ-ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ની 2783 જગ્યાઓ માટે 18 મેથી અરજીઓ મંગાવી રહ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 3જી જૂન 2022 સુધીમાં તેમનું અરજીપત્રક સબમિટ કરી શકશે. માન્ય બોર્ડમાંથી 10+2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર વિભાગની અધિકૃત વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને તેને સંબંધિત ગ્રામ પંચાયત અથવા વિકાસ બ્લોક ઓફિસ અથવા જિલ્લા પંચાયત રાજ અધિકારીની ઓફિસમાં જાતે અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા સબમિટ કરી શકે છે.
RPSC 6000 PGT ની ભરતી - છેલ્લી તારીખ 4 જૂન 2022
રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન માધ્યમિક શિક્ષણ વિભાગની શાળાઓમાં વિવિધ વિષયોના કુલ 6000 અનુસ્નાતક શિક્ષકોની ભરતી માટે 4 જૂન 2022 સુધી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી રહ્યું છે. ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ પર આપેલી લિંક પરથી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, આ લિંક પરથી સૂચના જુઓ અને આ લિંક પરથી અરજી કરો.અરજી માટેની લિંક : https://sso.rajasthan.gov.in/signin
પોસ્ટ વિભાગમાં 38926 ગ્રામીણ ડાક સેવકોની ભરતી - છેલ્લી તારીખ 5 જૂન 2022
પોસ્ટ વિભાગ દ્વારા દેશભરમાં આવેલી પોસ્ટ ઓફિસોમાં ગ્રામીણ ડાક સેવકોની લગભગ 38,926 જગ્યાઓ માટે 5 જૂન, 2022 સુધી 10 પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અધિકૃત GDS પોર્ટલ, indiapostgdsonline.gov.in પર અરજીઓ કરી શકાય છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.