બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બ્રાઝિલની આ ગાયો દિવસમાં આપે છે લગભગ 60 લિટર દૂધ, જેનું કારણ છે કૃષ્ણા નામનો આખલો

ગજબ / બ્રાઝિલની આ ગાયો દિવસમાં આપે છે લગભગ 60 લિટર દૂધ, જેનું કારણ છે કૃષ્ણા નામનો આખલો

Last Updated: 07:19 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલમાં મોટાભાગની ગાયો ગીર પ્રજાતિની છે. અહીંની 80 ટકા ગાયોની નસોમાં ગુજરાતના આખલાનું લોહી વહે છે. આની પાછળનું કારણ ઘણું રસપ્રદ છે.

આપણા દેશમાં ગાયની પૂજા કરવામાં આવે છે, ગાયને માતા કહેવામાં આવે છે. ત્યારે આપણા દેશથી હજારો કિલોમીટર દૂર બ્રાઝિલમાં પણ ગાયોને એટલું જ સન્માન આપવામાં આવે છે. ત્યારે ઘણા લોકોને નહીં ખબર હોય કે બ્રાઝિલ અને ગુજરાત વચ્ચે પચાસના દાયકાથી તાર જોડાયેલો છે. તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે બ્રાઝિલની મોટાભાગની ગાય ગીર પ્રજાતિની જ છે. જણાવી દઈએ કે બ્રાઝિલની ગીર ગાયની ચર્ચા માત્ર ભારત અને બ્રાઝિલમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં થતી હોય છે.

બ્રાઝિલમાં મોટાભાગની ગાયો ગીર પ્રજાતિની હોવા પાછળ પર એક રસપ્રદ કારણ છે. આ કારણ પચાસમાં દાયકાના અંતથી ચાલ્યું આવે છે. પચાસમાં દાયકાના અંતમાં ભાવનગરના રાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજીએ તેમના ગાઢ મિત્ર અને બ્રાઝિલના ખેડૂત સેલ્સો ગાર્સિયા સિડને એક આખલો ભેટમાં આપ્યો હતો. ભાવનગરના રાજાએ સેલ્સોને કૃષ્ણા નામનો એક આખલો ભેટમાં આપ્યો, સેલ્સો કૃષ્ણાને બ્રાઝિલ લઈ ગયો. સેલ્સોએ કૃષ્ણાની ખૂબ જ સારસંભાળ રાખી, પરંતુ વર્ષ 1961માં કૃષ્ણા મૃત્યુ પામ્યો.

brazil-cow-2

કૃષ્ણા ભલે વર્ષો પહેલા મૃત્યુ પામ્યો હોય, હાલમાં પણ તેનું લોહી બ્રાઝિલની ગાયોની નસોમાં વહી રહ્યું છે. કૃષ્ણાને કારણે બ્રાઝિલમાં આનુવંશિક ક્રાંતિ શરૂ થઈ અને ગાયની મિશ્ર જાતિનો જન્મ થયો. સમગ્ર બ્રાઝિલમાં આ જાતિનો ઝડપથી વિકાસ થયો અને આ ગાયોએ દેશના દૂધ ઉત્પાદનમાં લગભગ 80 ટકા યોગદાન આપ્યું. એટલે જ આજે ગુજરાતની ગીર પ્રજાતિની ગાયને બ્રાઝિલમાં વિશેષ દરજ્જો મળે છે. કૃષ્ણા ગુજરાતના ગીરનો દેશી આખલો હતો. અને કૃષ્ણા જ એ કારણ છે કે બ્રાઝિલમાં મોટાભાગની ગાયો ગીર પ્રજાતિની છે. બ્રાઝિલની ગીર ગાયો કૃષ્ણા આખલાની વંશજ છે.

કૃષ્ણાને કારણે બ્રાઝિલની ગાયની જાતિ સુધરી છે. બ્રાઝિલની લગભગ 80 ટકા ગાયની નસોમાં કૃષ્ણા નામના આ ગુજરાતી ગીર આખલાનું લોહી વહે છે. બ્રાઝિલમાં ગીર પ્રજાતિની ગાયોની ઘણી બોલબાલા છે. માહિતી અનુસાર, મેનાસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રાઝિલમાં ગાયના સંવર્ધન માટે જેનેટિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નિકની મદદથી ગીર ગાયના ગર્ભનો વિકાસ કરવામાં આવે છે. આમાંથી જન્મતી ગાયો વીસ વર્ષ સુધી દૂધ આપે છે. દેશના અર્થતંત્રમાં કૃષ્ણાની ભૂમિકાને માન્યતા આપતા તેને બ્રાઝિલના સિક્કાઓ અને પોસ્ટ ટિકિટ પર સ્થાન પણ આપવામાં આવ્યું.

વધુ વાંચો: કબાડી મહિલા! પડોશીઓની પડી રહેલી વસ્તુમાંથી કમાય છે લાખો રૂપિયા, કહેવાય છે જાદુગર

બ્રાઝિલમાં દૂધના વધતા કારોબારનો પણ ભારતની આ દેશી પ્રજાતિને આભારી છે. માહિતી અનુસાર, આ ગાયો દિવસમાં 60 લિટર દૂધ આપે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ રીતે જન્મેલી ગાયોની માંગ ખૂબ જ વધી ગઈ છે. આ ગાયોનું ખૂબ જ ખરીદ-વેચાણ થાય છે. બ્રાઝિલમાં શ્વેત ક્રાંતિ લાવનાર ગીર ગાય વર્ષોથી વધુ દૂધ આપતી જાતિ બની છે અને ભારે હવામાન અને ઉષ્ણકટિબંધીય રોગોમાં ટકી રહેવાની ક્ષમતાને કારણે દક્ષિણ અમેરિકાના દેશોમાં ખૂબ લોકપ્રિય છે. લેબમાં ગાયની આ પ્રજાતિને વધુ સારી બનાવવામાં આવી રહી છે. અહીં કદાચ એટલે જ ગાયોને સન્માન આપવામાં આવે છે કારણ કે આ ગાયોની મદદથી અહીંના લોકોની આર્થિક વૃદ્ધિ થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cows in Brazil Gir Cows Brazil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ