બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 8 Tips to Avoid H3N2 Flu These Body Signals Are Signs of Influenza

H3N2 વાયરસ / લાલબત્તી.! H3N2 ફ્લૂથી બચવા માટે જાણી લો 8 ટિપ્સ, શરીરના આ સંકેત આપે છે ઈન્ફલ્યુએન્ઝાની ચપેટનો ઈશારો

Manisha Jogi

Last Updated: 09:08 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફ્લુએન્ઝા વાયરસના A સબટાઈપ H3N2ની ચપેટમાં આવવાને કારણે શર્દી અને ખાંસીના કેસ વધી રહ્યા છે. આ લેખમાં આ જીવલેણ વાયરસ વિશે વિગતવાર માહિતી જાણો.

  • ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસમાં વધારો.
  • વધુ સમય સુધી સૂકી ખાંસી રહે તો કરાવો તપાસ.
  • H3N2 વાયરસ કેટલો ખતરનાક?
     

ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શર્દી, ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, ઋતુ બદલાવ સમયે ફ્લૂના કેસ સામે આવતા હોય છે, પરંતુ આ વર્ષે સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) થોડા દિવસ પહેલા જાણકારી આપી હતી કે, છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફ્લુએન્ઝા વાયરસના A સબટાઈપ H3N2ની ચપેટમાં આવવાને કારણે શર્દી અને ખાંસીના કેસ વધી રહ્યા છે. આ વાયરસ કેટલો જીવલેણ છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

H3N2ની તપાસ ક્યારે કરાવવી જોઈએ?

આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડૉકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે. 

H3N2 વાયરસના લક્ષણો

  • નાકમાંથી પાણી નીકળવું
  • તાવ આવવો
  • પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી
  • છાતીમાં દુખાવો
  • માથામાં દુખાવો
  • માંસપેશી અને સાંધામાં દુખાવો
  • થાક અનુભવવો
  • ગળામાં ખરાશ

H3N2થી રિકવરી

H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. 

ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો

કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ તેજીથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના પછી ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર થાય છે. 

H3N2 વાયરસ કેટલો ખતરનાક?

મોટાભાગના લોકો મેડિકલ કેયર વગર સાજા થઈ રહ્યા છે. ગંભીર કેસમાં આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. WHO અનુસાર વધુ જોખમ ધરાવતા દર્દીઓના કેસ જીવલેણ હોય છે. 

H3N2થી સૌથી વધુ કોને જોખમ?

તમામ ઉંમરના લોકોને આ વાયરસ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને આ બિમારી થવાનું સૌથી વધુ જોખમ છે. જો કોઈ વ્યક્તિ સતત બિમાર રહેતી તેણે પણ સાવધાની રાખવી જોઈએ. હેલ્થ કેયર વર્કર્સને ઈન્ફ્લુએન્ઝા થવાનું સૌથી વધુ જોખમ છે. 

H3N2થી કેવી રીતે બચી શકાય?

WHO અનુસાર ભીડભાડવાળી જગ્યાએ જવાથી તમને આ બિમારી થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય તો અન્ય વ્યક્તિને પણ આ ઈન્ફ્લુએન્ઝા થઈ શકે છે. આ કારણોસર ખાંસી ખાતા સમયે અને છીંક ખાતા સમયે મોંછુ ઢાંકવું જોઈએ. સ્વચ્છતા જાળવી રાખો અને વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ. 

H3N2થી કેવી રીતે બચી શકાય?

  • ભીડભાડવાળી જગ્યાએ ના જશો. હાથ ના મિલાવો અને માસ્ક પહેરો.
  • આંખ અને નાકને હાથ ના અડાડવો. 
  • ખાંસી ખાતા સમયે મોઢું અને નાક ઢાંકીને રાખો.
  • જાહેર સ્થળ પર ના જશો. 
  • ડૉકટરની સલાહ અનુસાર દવા લો.
  • દૂર દૂર બેસીને ભોજન કરવું.

 
 

સંકળાયેલા મુદ્દાઓ

H3N2 Virus how to prevent H3N2 Virus influenza symptoms of H3N2 H3N2 Virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ