બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:37 AM, 8 August 2024
છેલ્લા કેટલાક સમયથી દેશના ઘણા રાજ્યોમાં ઝિકા વાયરસ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને આ વાયરસ ખાસ કરીને પુણેમાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં ઝીકાના આઠ નવા કેસ નોંધાયા છે અને એ બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 પર પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
આટલું જ નહીં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) દ્વારા નોંધાયેલા આઠ દર્દીઓમાંથી 7 સગર્ભા સ્ત્રીઓ છે, જો કે હાલ તે દરેકની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 4 દર્દીઓના મોત થયા છે પરંતુ આ દર્દીઓને હ્રદયની સમસ્યા અને લીવરની બીમારીઓ પણ હતી, સાથે જ આ ચાર દર્દીઓની ઉંમર 68 થી 78 વર્ષની વચ્ચે હતી. ત
ADVERTISEMENT
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, " અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ સામેલ છે, જેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ સ્વસ્થ છે. ' જાણીતું છે કે આ વર્ષે 20 જૂને પુણેમાં ઝિકા વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડોક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેની 15 વર્ષની પુત્રી પણ વાયરસથી સંક્રમિત મળી આવી હતી.
આ ઝિકા વાયરસ ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન માઇક્રોસેફાલી થઈ શકે છે. આ દરમિયાન મગજના અસામાન્ય વિકાસને કારણે બાળકનું માથું નોંધપાત્ર રીતે નાનું હોય છે. આ વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. PMC આરોગ્ય વિભાગ મચ્છરોના પ્રજનનને રોકવા માટે દેખરેખ અને ધૂણી સહિત રોગચાળાને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ઝિકા વાયરસ મચ્છર કરડવાથી થતો ચેપી રોગ છે. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓને વધુ જોખમ હોય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો ચેપ સામે યોગ્ય રીતે લડવામાં સક્ષમ નથી. જેથી વૃદ્ધ લોકોને આ ચેપી રોગ થવાનું જોખમ વધારે હોય છે અને આ સિવાય ગર્ભવતી મહિલાઓ અને બાળકોને આ સંક્રમણને કારણે ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.