બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 08:46 AM, 3 January 2020
ADVERTISEMENT
આ આતંકી હુમલામાં ઈરાક કમાન્ડર કાસિમ સાલેમાનીનું મોત નિપજ્યું છે. બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાન સમર્થિત મિલિશિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હુમલા બાદ અમેરિકા સાથે તણાવ વચ્ચે આ હુમલો થયો છે. નવા વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સખત અંદાજમાં ધમકી આપી હતી.
Iran's Quds Force chief Qassim Soleimani among 7 killed in US airstrike at Baghdad airport
— ANI Digital (@ani_digital) January 3, 2020
Read @ANI Story | https://t.co/Al3P48s5Ni pic.twitter.com/QXWAgj8uIy
ADVERTISEMENT
અમેરિકાની અનઅપેક્ષિત ઘટનાક્રમમાં ગુરૂવારે રાતે ઇરાકની રાજધાની બગદાદમાં એક હવાઇ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવા કરવામાં આવી રહ્યો છે. આ હુમલામાં ઈરાન કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યું છે.
એક મળતી જાણકારી મુજબ સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો, આ દરમિયાન અમેરિકાએ હવાઇ હુમલો કર્યો. આ હવાઇ હુમલામાં પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યૂટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસ પણ મોત થયું હોવાના ખબર છે.
Is it the same ring or similar? Asking for expert opinion #Iraq , this is Qassim Sulaimani the Iranian leader of Quds force #Baghdad pic.twitter.com/Xe4viCWKXY
— Steven nabil (@thestevennabil) January 3, 2020
ઇરાનના સરકારી ટીવી ચેનેલે સુલેમાનીના મોતની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે સુલેમાનીને પશ્ચિમ એશિયામાં ઇરાનની ગતિવિધિયો ચલાવાના પ્રમુખ રણનીતિકાર માનવામાં આવતા હતા. સુલેમાની પર સીરિયામાં પોતાની શક્તિ વધારવા અને ઇઝરાયલમાં રોકેટ એટેક કરવાનો આરોપ હતો. અમેરિકાને ઘણા છેલ્લા સમયથી સુલેમાનીની શોધ હતી.
#Photo Source ANI Twitter
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.