8 incidents of rape in a week in UP alone, cases also reported in Gujarat
દેશ શર્મસાર /
એક સપ્તાહમાં માત્ર UP માં જ 8 જેટલી દુષ્કર્મની ઘટના, ગુજરાતમાં પણ નોંધાયા કેસ
Team VTV08:16 PM, 01 Oct 20
| Updated: 08:19 PM, 01 Oct 20
યુપીના ભદોહીમાં એક 14 વર્ષિય દલિત સગીર બાળકી નજીકના ખેતરમાં શૌચક્રિયા કરવા ઘરેથી નીકળી હતી. પરંતુ તે લાંબા સમય સુધી પાછો ફરી નહીં. જ્યારે પરિવાર તેની શોધખોળ કરવા માટે ખેતર તરફ ગયો ત્યારે તેમણે જોયું કે તેમની પુત્રીનો લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડ્યો હતો.
ઉત્તર પ્રદેશ માં એક બાદ એક કરીને સામેં આવી ઘણી દુષ્કર્મ ની ઘટનાઓ
CM યોગી આદિત્યનાથ અને તેમની સરકારની કામગીરી પર થઈ રહ્યાં છે સવાલો
લોકો સતત રોષમાં છે,યુપીના જ અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહ્યાં છે વિરોધ પ્રદર્શન
યુપીના ભદોહીમાં એક 14 વર્ષિય દલિત સગીર બાળકી નજીકના ખેતરમાં શૌચક્રિયા કરવા ઘરેથી નીકળી હતી. પરંતુ તે લાંબા સમય સુધી પાછો ફરી નહીં. જ્યારે પરિવાર તેની શોધખોળ કરવા માટે ખેતર તરફ ગયો ત્યારે તેમણે જોયું કે તેમની પુત્રીનો લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડ્યો હતો.
એક સગીર દલિત યુવતીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાના કાંડમાં અનેક જિલ્લાઓમાં દુષ્કર્મ ની ઘટનાઓ અંગે લોકોનો ગુસ્સો હજુ શમ્યો નથી. ત્યાં યુપીના જ ભદોહી વિસ્તારની એક 14 વર્ષીય દલિત કિશોરી સાથે દુષ્કર્મ ની ઘટના બહાર આવી હતી. આ કિશોરીના માથાના ટુકડા કરી તેની હત્યા કરવામાં આવી છે. યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીની બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી છે.
બંધ નથી થઈ રહી દુષ્કર્મ ની ઘટનાઓ...
ઉત્તર પ્રદેશ માં મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓ તમામ પ્રકારના દાવાઓ છતાં બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. પહેલા હાથરસમાં એક દલિત પરિવારની પુત્રી સાથે ક્રૂરતા અને જંગાલિયતની તમામ હદોને વટાવે તેવુ કૃત્ય આચરવામાં આવ્યું, ત્યાર બાદ યુપી ના જ બલરામપુર માંથી એક અન્ય આવી ઘટના સામે આવી. ત્યાર પછી તો જાણે કે આવી ઘટનાઓની એક આખી શ્રેણી જ રચાઇ ગઈ.
છેલ્લા અઠવાડિયામાં યુપીના હાથરસ બાદ, બલરામપુરમાં એક કોલેજ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ અને હત્યા, અમેઠીમાં 15 વર્ષની દલિત સગીરા સાથે દુષ્કર્મ, બુલંદશહેરમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ, બાગપતની યુવતી સાથે દુષ્કર્મ , ફતેહપુર માં માત્ર 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ અને આજમગઢ માં માત્ર 8 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ ની ક્રૂરતા અને હેવાનિયત ભરી ઘટનાઓ સામે આવી હતી.
આ કડીમાં ગુજરાત અને મધ્યપ્રદેશ પણ પાછળ નથી, આજે મધ્યપ્રદેશ ના ખરગૌન અને ગુજરાત માં સાબરકાંઠા ના ગાંભોઈ ખાતે પણ દુષ્કર્મની ઘટનાઓ બહાર આવી હતી.
અન્ય રાજ્યોમાં દુષ્કર્મ ની ઘટનાઓ
અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશના જ ખંડવા જીલ્લામાં 11 દિવસ સુધી સાથે રાખીને દુષ્કર્મ નો મામલો સામે આવ્યો હતો જે સિવાય રાજસ્થાનના સીકરમાં 15 વર્ષની સગીરા સાથે સતત 9 મહિના સુધી દુષ્કર્મ ની ઘટના બહાર આવી છે, જેમાં યુવતી એ ફરિયાદ કરતા પીડિતની માતા અને ભાભીને પણ આરોપી ઉઠાવી ગયા હતાં.
આ સિવાય રાજસ્થાનમાં જયપુરમાં એક ૮ માં ધોરણની વિદ્યાર્થીની સાથે અને અજમેરમાં પીડિતાના મોઢામાં કપડું નાખીને સતત 8 કલાક સુધી દુષ્કર્મ ની ઘટના બહાર આવી છે. બિહારના લખીસરાયમાં એક 9 માં ધોરણના વિદ્યાર્થીએ દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં પીડિતાએ ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો અને ઝારખંડના રાંચીમાં એક 60 વર્ષના વૃદ્ધે 4 વર્ષની વાલકી સાથે દુષ્કર્મ આચર્યા ની ઘટના સામે આવી છે જેમાં આરોપી દીનાનાથ શર્મા ની ધરપકડ કરાઈ હતી.
શું હતી આ ઘટના ?
ઘટના ભદોહીના ગોપીગંજ કોટવાલી વિસ્તારની છે. જયાં ચકરાજામારામ તિવારીપુર ગામમાં બપોરે 14 વાગ્યે દલિત સગીર બાળકી બપોરે શૌચ કરવા નજીકના ખેતરમાં ગઈ હતી. પરંતુ તે લાંબા સમય સુધી પાછો ફરી નહીં ત્યારે તેનો પરિવાર ખેતર તરફ તેની શોધમાં ગયો અને જોયું કે લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડેલો છે. તેના માથામાં ક્રૂર ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સંબંધીઓએ આશંકા વ્યક્ત કરી છે કે બળાત્કાર બાદ તેમની પુત્રીની હત્યા કરવામાં આવી છે. પોલીસે સ્થળ ઉપરથી તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક નિષ્ણાતો અને ક્રાઇમ બ્રાંચની ટીમને પણ સ્થળ પર તપાસ માટે બોલાવવામાં આવી છે.
શું કહી રહી છે યુપી પોલીસ ?
ભદોહી પોલીસ અધિક્ષક રામ બદનસિંઘનું કહેવું છે કે પોલીસ બળાત્કાર અને અન્ય મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે સગીર બાળકીનું માથુ કચડી નાખતાં તેની હત્યા કરવામાં આવી છે. સગીરા પર બળાત્કાર થયો છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણવા મળશે.
આ ઘટના અંગે વિસ્તારના લોકોમાં રોષ છે. જોકે, પોલીસ આ કેસની તપાસમાં દરેક પગલા ભરી રહી છે. કારણ કે આ પહેલા બલરામપુરના હાથરસમાં દલિત યુવતી પર દુષ્કર્મ અને હત્યાના કેસોએ પોલીસ અને કાયદાની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુક્યું છે. હાથરસમાં દલિત યુવતીની લાશ બળજબરીપૂર્વક સળગાવી દેતા પોલીસ અને સરકારને પણ સાખ બગડવાનું નુકસાન થયું છે. વિપક્ષે પણ યુપી સરકારની કામગીરી પર માછલા ધોયા હતા.