બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 8 dead, more than 50 injured in road accident between bus and truck in Madhya Pradesh's Sidhi

દુર્ઘટના / મધ્યપ્રદેશના સિધીમાં બસ અને ટ્રક વચ્ચે માર્ગ અકસ્માતમાં 8ના કમકમાટી ભર્યા મોત, 50થી વધુ ઘાયલ

Vishal Khamar

Last Updated: 11:44 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત થયો. જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

  • મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત
  • ટ્રકે રોડ કિનારે ઉભેલી બે બસને ટક્કર મારી
  • અકસ્માતમાં 8 લોકોના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ 

મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત થયો. ટ્રકે રોડ કિનારે ઉભેલી બે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સીએમ શિવરાજ ચૌહાણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમએ કહ્યું, "હું ભગવાનને તેમના પવિત્ર ચરણોમાં મૃત આત્માઓને સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."

સિધી જીલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું
 “સિધી જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. રીવા કમિશ્નર અને આઈજી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુઃખની આ ઘડીમાં હું અને રાજ્યની જનતા શોકગ્રસ્ત પરિવારના સભ્યોની સાથે છીએ. 

બસ સતનામાં કોલ જનજાતિ મહાકુંભમાં ગઈ હતી. ત્યારે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રક સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Shivraj singh chauhan accident madhypradesh news અકસ્માત મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ