દર વર્ષે સપ્ટેમ્બરમાં સ્ત્રી રોગ સંબંધિત કેન્સર બાબતે જાગૃતતા ફેલાવવામાં આવે છે. તમામ મહિલાઓએ નિયમિતરૂપે કેટલાક ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ.
તમામ મહિલાઓએ નિયમિતરૂપે કેટલાક ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ
કેન્સર અગાઉથી જાણ થાય તો તેનો ઈલાજ કરી શકાય છે
ટોપ 4 કેન્સરમાં સ્તન અને ગર્ભાશય ગ્રીવાનું કેન્સર શામેલ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મહિલાઓને થતા ટોપ 4 કેન્સરમાં સ્તન અને ગર્ભાશય ગ્રીવાનું કેન્સર શામેલ છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં સ્ત્રી રોગ સંબંધિત કેન્સર બાબતે જાગૃતતા ફેલાવવામાં આવે છે. તમામ મહિલાઓએ નિયમિતરૂપે કેટલાક ટેસ્ટ જરૂરથી કરાવવા જોઈએ. જેથી ગર્ભાશય ગ્રીવાનું કેન્સર, ડિમ્બગ્રંથિ અલ્સર અને યૌન સંચારિત સંક્રમણ (STI) જેવી બિમારીઓ વિશે અગાઉથી જાણ થાય તો તેનો ઈલાજ કરી શકાય છે.
પૈપ સ્મીયર
પૈપ સ્મીયર ટેસ્ટથી ગર્ભાશય ગ્રીવાના કેન્સર વિશે જાણી શકાય છે. આ પ્રક્રિયામાં ગર્ભાશય ગ્રીવામાંથી કોષ એકત્રિત કરવામાં આવે છે. આ ટેસ્ટની મદદથી ગર્ભાશય ગ્રીવાનું કેન્સર છે કે, નહીં તે અને કેન્સર છે તો કયા સ્ટેજ પર છે, તે જાણી શકાય છે. મહિલાઓએ 21 વર્ષની ઉંમરથી આ ટેસ્ટ કરાવવો જોઈએ અને 65 વર્ષ સુધી દર ત્રણ વર્ષે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
HPV ટેસ્ટ
હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) સંક્રમણને સર્વાઇકલ કેન્સરના મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. પુરુષો અને સ્ત્રીઓ બંને HPV થી સંક્રમિત થઈ શકે છે, સ્ત્રીઓ માટે HPV વધુ જોખમી છે. HPV DNA ટેસ્ટથી જોખમી ઉપભેદ વિશે જણી શકાય છે. જેનો ઈલાજ કરવામાં ના આવે તો કેન્સર થઈ શકે છે. આ ટેસ્ટ 25 વર્ષ પછી કરવામાં આવે છે.
કોલ્પોસ્કોપી
પૈપ સ્મીયર દરમિયાન અસામાન્યતા જોવા મળે તો કોલ્પોસ્કોપી કરવામાં આવે છે. જેમાં કેન્સરગ્રસ્ત ડેમેજ વિશે જાણવા માટે ગર્ભાશય ગ્રીવાની તપાસ કરવામાં આવે છે.
ટ્રાંસવજાઈનલ અલ્ટ્રાસાઉન્ડ
ટ્રાંસવજાઈનલ અલ્ટ્રાસાઉન્ડથી અંડાશય અને ગર્ભાશય સહિત અલગ અલગ કેન્સર વિશે જાણી શકાય છે. આ ટેસ્ટથી સંભવિત ટ્યૂમર અથવા તેની અસામાન્ય વૃદ્ધિ વિશે જાણી શકાય છે.
BRCA આનુવંશિક પરીક્ષણ
BRCA1 અને BRCA2 જેનેટિક્સમાં ઉત્પરિવર્તન વિશે જાણી શકાય છે. જે સ્તન અને ડિમ્બગ્રંથિના કેન્સરના જોખમમાં વૃદ્ધિ કરે છે.
સીએ-125 બ્લડ ટેસ્ટ
સીએ-125 બ્લડ ટેસ્ટથી લોહીમાં સીએ-125 નામના પ્રોટીનના સ્તરને માપે છે. જે ડિમ્બગ્રંથિના કેન્સર સાથે વધે છે. 30 વર્ષ પછી આ ટેસ્ટ કરવામાં આવે છે.
એંડોમેટ્રિયલ ટેસ્ટ
અનિયમિત કોશિકાઓ અથવા ગર્ભાશયના કેન્સર વિશે જાણવા માટે એંડોમેટ્રિયલ કોષનું સેમ્પલ લેવામાં આવે છે. જે મહિલાઓમાં વંશાનુક્રમને કારણે એંડોમેટ્રિયલ કેન્સરની સંભાવના વધી જાય છે, તે મહિલાઓ માટે આ ટેસ્ટ ફાયદાકારક છે.
મેમોગ્રાફી
મહિલાઓમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી જરૂરી છે. 40-50 વર્ષની ઉંમરે મેમોગ્રાફી કરવી જરીરી છે. જોખમી પરિબળના આધાર પર વર્ષે એકવાર અથવા બે વાર આ ટેસ્ટ કરાવવો જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)