બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / 8માં પગારપંચની 8 મોટી વાતો, જેને સરકારી નોકરીવાળા ખાસ નોટ કરી લે, ખૂબ કામ લાગશે
Last Updated: 01:24 PM, 18 January 2025
કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આશ્વાસન આપ્યુ કે 2026 માં 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી, જે 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં વ્યાપક સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બજેટ 2025 પહેલાની આ મોટી જાહેરાત એ વાતનો સંકેત છે કે આગામી સમયમાં મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે કેટલાક વધુ મોટા પગલાં લઈ શકે છે.
We are all proud of the efforts of all Government employees, who work to build a Viksit Bharat. The Cabinet's decision on the 8th Pay Commission will improve quality of life and give a boost to consumption. https://t.co/4DCa5skxNG
— Narendra Modi (@narendramodi) January 16, 2025
ADVERTISEMENT
કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી હતી કે 2026 માં 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાજ્યો અને અન્ય હિસ્સેદારો સાથે એજન્ડાની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત 5 વધુ મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી જેના વિશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ જાણવું જોઈએ.
૮મા પગાર પંચને કેબિનેટની મંજૂરી
સૌપ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને લગભગ 65 લાખ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી.
પગાર પંચના સભ્યોની પસંદગી
8મા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેઓ કેન્દ્ર, રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કરશે.
આયોગ સમયસર અમલીકરણ
સરકારને વિશ્વાસ છે કે 2026 માં સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં આઠમા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થઈ જશે, ત્યારબાદ તેને લાગુ કરવા માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.
પગાર પંચનું ઐતિહાસિક મહત્વ
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી અત્યાર સુધીમાં ૭ પગાર પંચની રચના કરવામાં આવી છે. આ પગાર પંચોએ સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખું, લાભો અને ભથ્થાં નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
દર ૧૦ વર્ષે નવું પગારપંચ
સાતમા પગાર પંચની રચના 2014 માં કરવામાં આવી હતી અને તેની ભલામણો જાન્યુઆરી 2016 માં લાગુ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આઠમું પગાર પંચ પણ 10 વર્ષ પછી 2026 માં લાગુ થઈ શકે છે.
પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે?
નિષ્ણાતોનો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.92 અને 2.86 ની વચ્ચે રહેશે, જે પેન્શનને વર્તમાન 9,000 રૂપિયાથી વધારીને 17,280 અને 25,200 રૂપિયાની વચ્ચે કરી શકે છે.
આ પણ વાંચોઃપ્રયાગરાજ જવું છે? તો આ રીતે કરાવો ટિકિટ બુક, મળી જશે કન્ફર્મ ટિકિટ, પહોંચી જશો મહાકુંભમાં
પગારમાં ૧૮૬%નો વધારો થશે
જો 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવામાં આવે તો પેન્શન અને પગારમાં લગભગ 186% નો વધારો થઈ શકે છે. આના કારણે લઘુત્તમ મૂળ પગાર 51000 રૂપિયાથી વધુ વધી શકે છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 8મા પગાર પંચના નિર્ણયની સકારાત્મક અસર પડશે અને તે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો કરશે. આ ઉપરાંત, અર્થતંત્રમાં ખપતમાં પણ વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.