બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ઓખાથી પાકિસ્તાનના જાસૂસની ધરપકડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:02 PM, 29 November 2024
ADVERTISEMENT
અંબાલાલની શ્વાસ અધ્ધર કરે તેવી આગાહી
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈછે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ખેડૂતોને લઇ ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા જનહિતકારી પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે.
ઓખાથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ
કોસ્ટકાર્ડની જાસૂસી કરતા યુવક ગોહિલ દિપેશની ગુજરાત એટીએસેએ ઓખાથી ધરપકડ કરી છે. ગોહિલ દિપેશ ભારતીય જળ સીમામાં રહેલા કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. પાકિસ્તાન જાસૂસી એજન્સી સાથે સંપર્કમા રહી માહિતી મોકલતો હતો. આ સમગ્ર માહિતી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા.
સરદારધામ વિવાદને લઈ દિનેશ બાંભણિયાનો આરોપૉ
ખોડલધામ અને સરદારધામ અંગે આગેવાનોના ધિંગાણા બાદ સમગ્ર વિવાદ ગરમાયેલો છે. તેવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે. દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી જયંતિ સરધારા પર સમાજને બદનામ કરવા કાવતરું રચ્યાનો આરોપ લગાવ્યો છે. દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ''ખોડલધામ અને સરદારધામને બદનામ કરવાની સોપારી જયંતિ સરધારાને કોણે આપી તેનો ટૂંક સમયમાં ખુલાસો કરવામાં આવશે''. દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું કે ''કોના ફાર્મહાઉસ પર આ પ્રકારનું ષડયંત્ર રચાયું તેની પણ માહિતી જાહેર કરવામાં આવશે''.
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલ કેસનો ફરાર આરોપી કાર્તિક પટેલ અંગે મોટો ખુલાસો થયો છે. કાર્તિક ન્યુઝીલેન્ડ છોડીને કતરમાં છૂપાયાનો ઘટસ્ફોટ થયો છે. PMJAY યોજનાના ડૉક્ટર્સ સાથે કાર્તિક સંપર્ક કરાવતો હતો. સંપર્ક કરાવ્યા બાદ ચિરાગ તબીબોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો ત્યારે આરોગ્ય વિભાગના તબીબો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલમાં અગાઉ કામ કરી ચૂકેલા તબીબોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલના 24 પૂર્વ કર્મચારીમાંથી 4 કર્મચારીઓના નિવેદન લેવાયા છે. ગેરરીતિ ચાલતી હોવાથી અગાઉ અનેક તબીબોએ હોસ્પિટલ છોડી હતી. હોસ્પિટલના 4 પૂર્વ ડૉક્ટર્સના 164 મુજબ નિવેદન લેવાયા છે.
GAS કેડરના 37 અધિકારીઓને બદલીના આદેશ
GAS કેડરના અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. રાજ્યભરના 37 અધિકારીઓને સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે. જેમાં એચ પી જોશીનેની બદલી જોઇન્ટ કમિશનર, ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડી.પી. મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે
ભારતના વિકાસની ઝડપને લાગી બ્રેક!
ભારતનો આર્થિક વિકાસ દર એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 8.1 ટકાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5.4 ટકાની લગભગ બે વર્ષની નીચી સપાટીએ ધીમો પડી ગયો હોવાનું દર્શાવતા સત્તાવાર આંકડા શુક્રવારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.જો કે, ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું. આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો જીડીપી ગ્રોથ 4.6 ટકા હતો. નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2022)માં 4.3 ટકા જીડીપી વૃદ્ધિનો અગાઉનો નીચો દર નોંધાયો હતો.
મહારાષ્ટ્રમાં અકસ્માત, 7ના મોત
Maharashtra Road accident: મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
#WATCH | Gondia, Maharashtra | A State transport bus met with an accident after it lost control and overturned near Bindravana Tola village in the Gondia district. So far, 7 people have died. Around 30 people are injured and the injured have been shifted to Gondia District… pic.twitter.com/WZ8mrrv70D
— ANI (@ANI) November 29, 2024
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.