બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અસુરક્ષિત પાણીની બોટલ, કુણાલનો માફીનો ઇન્કાર, સોનુ સુદ પર આભ ફાટ્યું, જુઓ મોટા સમાચાર
Last Updated: 08:00 PM, 25 March 2025
રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, આજથી ગરમીમાં થોડો ઘટાડો થશે પરંતુ કમોસમી કમઠાણ સરખા વરસાદની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે. પરેશ ગોસ્વામી કહ્યું કે, ''હીટવેવ બાદ 25 તારીખેથી 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ તાપમાન ઊંચુ જવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. 28થી 31 તારીખ સુધીમાં તાપમાનનો પારો ઊંચો રહેશે. જેમાં પણ 29 અને 30મી માર્ચના રોજ મહત્તમ ઊંચુ તાપમાન જઈ શકે તેવું પણ જણાવ્યું છે. કમોસમી વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવામાનમાં પલટો આવવાથી કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31મી માર્ચથી 5મી એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. હાલ જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમાં દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
વિધાનસભામાં કલાકારોના વિવાદ બાદ ફિલ્મ કલાકારોને આમંત્રિત કરાશે. 27 માર્ચે ફિલ્મ કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરવા માટે હિતુ કનોડિયાને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને આમંત્રણ અપાશે. જેમાં ફિલ્મ કલાકારો, અભિનેતા, અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાને સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, અગાઉ લોક સાહિત્યકાર અને સંગીતકારોને આમંત્રણ અપાતા વિવાદ થયો હતો. લોક કલાકાર વિક્રમ ઠાકરે આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે વિધાનસભામાં ઠાકોર કલાકારો સાથે પક્ષપાત કરાતો હોવાનો આરોપ હતો. જો કે, આ વખતે ફરીથી કલાકારોને આમંત્રણ કરવામાં આવી રહ્યાં છે. જેમાં ફિલ્મ અભિનેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે 10થી 12 દિગ્ગજ ફિલ્મી સિતારા ગૃહની મુલાકાત લેશે. જેમા સિદ્ધાર્થ રાંદેરિયા, હિતુ કનોડિયા, આરોહી પટેલ તેમજ મલ્હાર ઠાકર સહિતના કલાકારો વિધાનસભા ગૃહની મુલાકાત લેશે. તો 27મીએ 300 જેટલા કલાકારોને આમંત્રણ અપાશે. જેમાં એક્ટર, એક્ટ્રેસ, પ્રોડ્યુસર્સનો સમાવેશ કરાશે. સાંસ્કૃતિક ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને પણ આમંત્રણ અપાશે.
ADVERTISEMENT
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના મજાકને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ થયો હતો. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પરની ટિપ્પણી બાદ BMC એ ધ હેબિટેટ સ્થિત ઇમારતનો તે ભાગ તોડી પાડ્યો જે ગેરકાયદેસર હતો. કોમેડિયન કુણાલ કામરાએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. આ તોડફોડ પછી, કુણાલ કામરાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે હેબિટેટમાં થયેલી તોડફોડનો ઉલ્લેખ કર્યો છે. કુણાલ કામરા દ્વારા એકનાથ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો દેશની સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શિવસેનાના સાંસદ ધૈર્યશીલ સંભાજીરાવ માનેએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. દરમિયાન, કોમેડિયન કુણાલ કામરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને તોડફોડની નિંદા કરી. શિવસેનાના નેતા અને મંત્રી ગુલાબ રાવ પાટીલે એકનાથ શિંદે પરની ટિપ્પણી પર હાસ્ય કલાકાર કુણાલ કામરા પર નિશાન સાધ્યું અને કહ્યું કે જો તેઓ માફી નહીં માંગે તો શિવસૈનિકો તેમને પોતાની શૈલીમાં સમજાવશે. આ દરમિયાન કુણાલ કામરાએ પણ શિંદેની માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો ઘરની બહાર હોય છે અને તરસ લાગે છે ત્યારે આપણે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદીએ છીએ અને પાણી પીએ છીએ. સામાન્ય રીતે લોકો બોટલમાં બંધ પાણી પીવે છે કારણ કે તેઓ તેને સ્વચ્છ અને સ્વાસ્થ્ય માટે સલામત માને છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખતરારૂપ બની શકે છે. ડિસેમ્બર 2024માં FSSAI એ બોટલના બંધ પાણીને "સૌથી જોખમી" ફૂડ કેટેગરીમાં મૂક્યું હતું. આ લિસ્ટમાં દૂધ, માંસ, સીફૂડ અને નાના બાળકોનાં ફૂડ (બેબી ફૂડ) જેવા રોજિંદા ખોરાકનો સમાવેશ થાય છે. એક રિસર્ચ મુજબ બોટલમાં બંધ પાણીમાં બેક્ટેરિયા અને કેમિકલ મળી આવવાની શક્યતા છે. ઘણી વખત ઉત્પાદન દરમિયાન પાણીની ગુણવત્તા તપાસવામાં આવતી નથી અથવા સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. હવે વિચારો જો તમે જે પાણી સ્વાસ્થ્ય માટે સારું સમજીને પીતા હો તે ગંદુ કે દૂષિત નીકળે તો શું થશે? તેથી FSSAI એ કંપનીઓને કડક નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. પેક બોટલમાં રહેલા બીજા જોખમ વિશે વાત કરીએ તો તેમાં પ્લાસ્ટિકના બારીક કણ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક લિટર પેક બોટલ પાણીમાં 240000 જેટલા પ્લાસ્ટિક કણો હોઈ શકે છે. આ નેનોપ્લાસ્ટિક કણો એટલા નાના છે કે તે સરળતાથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને ઘણા રોગોનું કારણ બની શકે છે. આ પ્લાસ્ટિકના કણો પાચનતંત્રથી લોહી સુધી પહોંચે છે. આનાથી હોર્મોનલ અસંતુલન, કિડની અને લીવરની સમસ્યાઓ થઈ શકે છે અને કેન્સરનું જોખમ પણ વધી શકે છે. જરા વિચારો આપણે જે પાણીને સ્વસ્થ સમજીને પીએ છીએ તે આપણા શરીરને ઝેર આપી રહ્યું છે.
કોઈ મહિલા હોટલમાં જાય અને પુરુષ સાથે સર્વસંમતિથી શારીરિક સંબંધ બાંધે તો અને પછી તે દુષ્કર્મનો આરોપ ન લગાવી શકે. એક શખ્સ સામેનો દુષ્કર્મ કેસ રદ કરી નાખતાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો જાહેર કર્યો કે કોઈ મહિલા મરજીથી પુરુષ સાથે હોટલમાં જાય અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે ત તો તે દુષ્કર્મનો કેસ ન ગણાય કારણ કે અહીં સંમતિ અગત્યની છે. પુરુષ સાથે 3 વાર હોટલમાં જઈને સંબંધ બાંધ્યા બાદ મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. સુપ્રીમના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું હતું કે પક્ષકારો વચ્ચેના સંબંધો અને હોટલના રૂમમાં વારંવાર ફરવા જવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ધમકી અને બળજબરીથી બળજબરીથી સંભોગ કરવાનો આરોપ પણ વિશ્વાસપાત્ર નથી. સુપ્રીમના ચુકાદા બાદ સ્પસ્ટ થયું છે કે સંમતિથી બંધાયેલા જાતિય સંબંધોમાં દુષ્કર્મનો આરોપ લગાવી શકાતો નથી. એક મહિલાએ એક ફરિયાદ લખાવી હતી કે તે એક યુવાન સાથે મૂવી જોવા ગઈ હતી અને ત્યાર બાદ તેમણે હોટલની રુમ ભાડે લીધી હતી જ્યાં શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યાર બાદ પણ તે બે વાર તેની સાથે હોટલમાં જઈને સંબંધ બાંધ્યો હતો. યુવાને તેને લગ્ન કરવાનું પણ વચન આપ્યું હતું પરંતુ પાછળથી ફરી જતાં મહિલાએ તેની સામે રેપનો આરોપ લગાવ્યો હતો.
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની પત્ની સોનાલી સૂદ સાથે એક ભયંકર અકસ્માત થયો છે. આ અકસ્માત મુંબઈ-નાગપુર હાઇવે પર થયો હોવાનું કહેવાય છે, જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. અકસ્માત બાદ ઘાયલોની સારવાર ચાલી રહી હોવાની માહિતી મળી છે. અભિનેતાના નજીકના સંબંધી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માત મુંબઈ નાગપુર હાઇવે નજીક થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ સોનુ સૂદ નાગપુર જવા રવાના થઈ ગયો. એવું કહેવાય છે કે સોનુ સૂદની પત્ની સોનાલી, તેની બહેનનો દીકરો એટલે કે ભત્રીજો અને તેની બહેન કારમાં હાજર હતા. કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 32.81 પોઈન્ટ અથવા 0.04 ટકા વધીને 78,017.19 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 10.30 પોઈન્ટ અથવા 0.04 ટકાના વધારા સાથે 23,668.65 પર બંધ થયો. સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે માર્કેટમાં ભારે તેજી જોવા મળી હતી. તો આજે ફરી માર્કેટ સપાટ બંધ થયું હતું. બીએસઈ માસિક સમાપ્તિ પર બજારમાં દબાણ જોવા મળ્યું. સેન્સેક્સ, નિફ્ટી 6 દિવસના વધારા પછી ફ્લેટ બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી બેંક ઊંચા સ્તરોથી નીચે સરકીને બંધ થયો. જોકે, આઇટી શેરોમાં ખરીદી જોવા મળી હતી. મેટલ, રિયલ્ટી, ઓઇલ અને ગેસ શેરોમાં દબાણ જોવા મળ્યું. ફાર્મા, એનર્જી અને પીએસઈ શેરોમાં વેચવાલી જોવા મળી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંજયદ્રષ્ટિ / ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત, બીજી તરફ મંત્રીઓએ ઓફિસમાં શરૂ કર્યો ઓવરટાઈમ!
Sanjay Vibhakar
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.