બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતના આ શહેરમાં HMPVનો વધુ એક કેસ, ભારતીય વિદ્યાર્થીની USમાં હત્યા, જાણો આજના 8 મોટા સમાચાર
Last Updated: 08:03 PM, 20 January 2025
ગુજરાતના આ શહેરમાં HMPVનો વધુ એક કેસ
ADVERTISEMENT
ગુજરાતમાં હવે HMP વાયરસનો ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. વિજાપુરની 69 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઝાયડ્સ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આ્વ્યા છે. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં HMP વાયરસના અત્યાર સુધી કુલ 6 કેસ નોંધાયા છે. જેમાંથી 5 દર્દીઓ સાજા થતા હોસ્પિટલથી ડિશચાર્જ કરાયા છે. હાલ અમદાવાદમાં HMPVનો 1 કેસ એક્ટિવ છે.
ADVERTISEMENT
શું ગુજરાતીઓને ઠંડીથી રાહત મળશે?
ઠંડીને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે. જો કે, આ આગાહી મુજબ હવે કડકડતી ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ બે દિવસ બાદ 2થી3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીથી રાહત મળશે તેમજ રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ પણ થઈ શકે છે. દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં વધારો થયો છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટ્બન્સની પણ અસર છે જેથી ઠંડી ઘટી શકે છે
ગુજરાતમાં 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, 20 ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે સત્રની શરૂઆત થશે. 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુદેસાઇ બજેટ રજુ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે.કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
અમદાવાદ મનપાએ બનાવ્યું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
અમદાવાદ તંત્ર દ્વારા યુવાઓમાંથી મોબાઈલનું વળગણ છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં યુવાઓને મોબાઈલમાંથી મુક્ત કરાવવા કોર્પોરેશનનો અભિગમ સાથે શહેરના વિવિધ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. હાલમાં સાયન્સ સિટી વિસ્તારના હેંબતપુર રેલવે ઓવરબ્રિજમાં કોર્પોરેશને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ Amc બોક્સ ક્રિકેટ, ચેસ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ રમતોની સુવિધા આપશે. જેમાં વિવિધ રમતો માટે AMC એ સ્પેશિયલ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં યુવાઓ રમત પ્રત્યે રુચિ દર્શાવે એ માટે AMC દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 'સુપ્રીમ' રાહત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને ફરિયાદી પાસેથી પણ કેસ રદ કરવાની ગાંધીની અરજી પર જવાબ માંગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ હાઇલાઇટ કર્યું હતું કે ફરિયાદ ત્રીજા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને માનહાનિના ગુનાના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી. સિંઘવીએ પૂછ્યું, જો તમે પીડિત વ્યક્તિ નથી, તો તમે ફરિયાદ નોંધાવવા માટે પ્રોક્સી કેવી રીતે મેળવી શકો?
કોલકત્તા રેપ અને મર્ડર કેસ: દોષિતને કોર્ટે ફટકારી આજીવન કેદ
કોલકાતા રેપ મર્ડર કેસમાં દોષિત સંજય રોયને સિયાલદહ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ મામૂલી ગુનો નથી પરંતુ કોર્ટે તેને રેરેસ્ટ ઓફ ધ રેર નથી ગણાવ્યો. શનિવારે કોર્ટે સંજયને દોષિત જાહેર કર્યો હતો. સજાની જાહેરાત પહેલા સુનાવણી દરમિયાન સંજય ન્યાયાધીશની સામે દલીલ કરી રહ્યો હતો. તેણે જજની સામે કહ્યું કે તે દોષિત નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં કોઈ ગુનો કર્યો નથી. સીબીઆઈએ કોર્ટમાં સંજય રોયને ફાંસી આપવાની માંગ કરી છે. સજાની જાહેરાત પહેલા જ્યારે દોષિત સંજય રોયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે જજે તેને કહ્યું કે તે દોષિત છે. સજા પર તમારે કંઈ કહેવું છે? તેના પર સંજય રોયે કહ્યું કે હું દોષિત નથી. મને ફસાવી દેવામાં આવ્યો છે.
ભારતીય વિદ્યાર્થીની USમાં ગોળી મારીને હત્યા
નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવાની ઘટના સામે આવતા સનસનાટી મચી છે. . હૈદરાબાદના ચૈતન્યપુરીના આરકે પુરમ ગ્રીન હિલ્સ કોલોનીના કોય્યાદા ચંદ્રમૌલીના પુત્ર રવિ તેજાનું ફાયરિંગમાં મોત થયું છે.માર્ચ 2022માં અમેરિકા ગયેલા રવિ તેજાએ આઠ મહિના પહેલા માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ તે રોજગારની શોધમાં હતો. વોશિંગ્ટનમાં ગોળીબારમાં તેનું મોત થયું. યુવકના પરિવારજનોએ આ માહિતી આપી હતી. પરિવારના સભ્યો આ સમાચારથી ખૂબ જ દુઃખી છે. રવિ તેજાના પિતાએ સરકારને તેજાનો મૃતદેહ વહેલામાં વહેલી તકે ઘરે લાવવા માટે મદદની અપીલ કરી છે. તેજાના પિતાએ કહ્યું, તેમને ખબર પડી કે તેમના પુત્રનું ફાયરિંગમાં મોત થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આજે તાજપોશી
ડોનાલ્ડ ટ્રમ્પ આજે એટલે કે, 20 જાન્યુઆરીએ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ઐતિહાસિક અવસરની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ વખતે જોરદાર ઠંડીને કારણે શપથ ગ્રહણ સમારોહ US કેપિટોલના રોટુન્ડાની અંદર યોજાશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ અમેરિકામાં બપોરે 12 વાગ્યે (EST) થશે. ભારતીય સમય મુજબ સમારોહ રાત્રે 10:30 વાગ્યે (IST) શરૂ થવાનો છે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ અપાવશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ટ્રમ્પ બે બાઇબલનો ઉપયોગ કરશે. જેમાં એક તેમની માતાએ ભેટમાં આપી હતી તો બીજી લિંકન બાઇબલ હશે. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવતી શપથ 35 શબ્દોમાં હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.