બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / VIDEO: રાજકોટ હોસ્પિટલના CCTV આવી રીતે થયા વાયરલ, હવામાનની તપતી આગાહી, જુઓ 8 મોટા સમાચાર

8 PM News / VIDEO: રાજકોટ હોસ્પિટલના CCTV આવી રીતે થયા વાયરલ, હવામાનની તપતી આગાહી, જુઓ 8 મોટા સમાચાર

Last Updated: 08:00 PM, 19 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. ગુજરાતીઓ તડકામાં શેકાવા તૈયાર રહેજો!, જુઓ આજના મોટા સમાચાર

ગુજરાતીઓ તડકામાં શેકાવા તૈયાર રહેજો!

આવનાર 7 દિવસોમા વાતાવરણ શાંત જોવા મળશે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું છે. લધુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર 5 દિવસોમાં તાપમાન યથાવત રહેશે. અમદાવાદ માં 19.9 અને ગાંધીનગરમાં 18 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. જેમા 34 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે તેવી શક્યતાઓ હોવાનુ હવામાન વિભાગે જણાવ્યું છે. સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં જોવા મળ્યું હતું. જે 16 ડિગ્રી નોંધાયું છે. તથા સૌથી વધારે તાપમાન 36 ડિગ્રી પણ ભાવનગરમાં જ નોંધાયું હતું.

hawaman

અમદાવાદ પોલીસના મોટા ઘટસ્ફોટ

પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસ મામલે અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'હોસ્પટલના જ્યાંથી CCTV જનરેટ થાય છે ત્યાંનો ત્રણ મહિનાનો ડેટાબેઝ મેળેવ્યો હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં કહ્યું કે, જ્યાંથી સીસીટીવી વાયરલ થયા હતા તે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલનો એનાલિસીસ કરવામાં આવ્યો હતો' શરદ સિંઘલએ કહ્યું કે, 'અમારી તપાસમાં સામે આવ્યું હતું કે, જે ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ચલાવવામાં આવે છે. ત્યારબાદ એક પોલીસ ટીમ ત્યા રવાના કરવામાં આવી હતી. પ્રાયગરાજ, લાતૂર, સાંગલી ટીમ પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. જ્યાં લોકલ પોલીસની મદદ લેવામાં આવી હતી. આજે સવારે ત્રણ ઓરોપીઓની અટક કરવામાં આવી હતી'

SHINGHAL

વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે

વિદ્યાસહાયકની ભરતીને લઈ મહત્વના સમાચાર સમાચાર સામે આવ્યા છે. વિદ્યાસહાયક ભરતીની કામચલાઉ મેરીટ યાદી જાહેર થશે. 20 ફેબ્રુઆરીના રોજ સાંજે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. વેબસાઈટ પર ઉમેદવારો મેરીટ યાદી જોઈ શકશે.

બસપાના 4 ઉમેદવારોનો ભાજપને ટેકો

જૂનાગઢ મહાનગરપાલિકાની ગઇકાલે ગતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ ગણતરી બાદ ચોંકવનારા પરિણામો સામે આવ્યા હતા. તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ હતા. જેમાં 60 બેઠકોમાં ભાજપના ફાળે 48 બેઠક, કોંગ્રેસના ફાળે 11 બેઠક અને અપક્ષના ફાળે 1 બેઠક આવી હતી. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર કેસરિયા કર્યા હતા. ત્યારે જૂનાગઢની માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી હતી. માંગરોળ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી. જે બાદ બસપાના ચાર ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો હતો. જેમાં બસપાના ચાર ઉમેદવારના સમર્થન આપતા ભાજપનું સંખ્યાબળ 19 થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળની 36 બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. જેમાં બસપાને 4 જ્યારે અપક્ષને 2 બેઠક મળી હતી. ત્યારે બસપાના 4 સભ્યોએ ભાજપને સમર્થન આપતા નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે. જૂનાગઢમાં કોંગ્રેસના હારેલા ઉમેદવારે કેસરિયા કર્યા હતા. જેમાં વોર્ડ નંબર-9ના કોંગ્રેસ ઉમેદવાર મહિપાલસિંહ બસિયા ભાજપમાં જોડાયા હતા. આ બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતા મહિપાલસિંહ નારાજ હતા. ત્યારે ચૂંટણીમાં હારી જતા તેઓએ કંટાળીને ભાજપમાં જોડાયા.

junagadh-bjp

સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના

રાજ્યમાં નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. જેમાં મોત નિપજવાનો આંકડો પણ ચોંકાવનારો છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્ર નગરમાં આવી ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાંથી ભાઈ-બહેનના મૃતદેહ મળ્યા હતા. ભાઈ-બહેન ભોગાવો નદીમાં નહાવા માટે ગયા હતા. તે ટાણે કોઇ કારણોસર ભાઇ અને બહેન એકસાથે નદીમાં ડૂબી ગયા હતા.

bhogavo-nadi

CBSEના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ભારતના સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ બોર્ડોમાંથી એક છે. હાલમાં, CBSE એ પોતાની બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. 2026થી, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે. આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, વિદ્યાર્થીઓને વધુ મોકા અને લવચીકતા મળે, જેથી તેઓ બીમારી, ખાનગી કારણો અથવા અન્ય પરિસ્થિતિઓના કારણે કોઈ પરીક્ષા ચૂકી જાય તો તે પાછી પરીક્ષા આપી શકે છે. આ ફીચર સાથે, CBSE વિદ્યાર્થીઓ માટે એક સહનશીલ અને સંવેદનશીલ પરીક્ષા પદ્ધતિ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ નવા નિયમો હેઠળ, CBSE 2026થી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. આ માટે, જો કોઈ વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષા આપતા સમયે બીમાર હોય, અથવા કોઈ અન્ય કારણસર પરીક્ષા ચૂકી જાય, તો તેને બીજી તક આપવામાં આવશે. આ નિર્ણય CBSE એના વિદ્યાર્થીઓને વધારે તક આપે છે. આ ફીચર સાથે, વિદ્યાર્થીઓ માટે પણ વધુ શાંતિ અને તણાવમુક્ત પરીક્ષા વાતાવરણ મળશે.

cbse_1_0

સોશિયલ મીડિયા પર સરકારની કડક કાર્યવાહી

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ દેશના તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જરૂરી સૂચનાઓ આપી છે. આ સૂચનાઓ અનુસાર, ગૂગલ, મેટા, ઇન્સ્ટાગ્રામ, અને એક્સ જેવા પ્લેટફોર્મ્સે એવી એપ્લિકેશનો અને સામગ્રી દૂર કરવી પડશે, જે કોલર આઈડી સાથે ચેડાં કરવાનો વિકલ્પ આપે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં બતાવાયું હતું કે ટેલિકોમ વપરાશકર્તા કેવી રીતે તેમના કોલર આઈડી (Caller ID) ને બદલી શકે છે. આનો અર્થ એ છે કે, એક વ્યક્તિ જ્યારે કોલ કરે છે, તો તે પોતાનો અસલ ફોન નંબર છુપાવીને બીજો નંબર બતાવી શકે છે. આ પદ્ધતિને "CLI સ્પૂફિંગ" (Caller Line Identification Spoofing) કહેવામાં આવે છે.

thumb

CM યોગીએ વિપક્ષની અફવા પર કર્યો ખુલાસો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભના આયોજન અંગે અફવાઓ ફેલાવનારાઓ કરોડો લોકોની શ્રદ્ધાનું અપમાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૬ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. તેમણે કહ્યું કે સંગમનું પાણી સ્વચ્છ છે અને ડૂબકી લગાવવા માટે યોગ્ય છે. વિપક્ષના લોકો ખોટો પ્રચાર ફેલાવી રહ્યા છે કે તેમાં માનવ મળ હોવાનો દ્રુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહાકુંભનું આયોજન કોઈ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ નથી. આ સનાતન સંસ્કૃતિનું આયોજન છે. મહાકુંભ પર અફવા ફેલાવનારા અને પાયાવિહોણા આરોપો લગાવનારાઓ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. આના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી વિધાનસભામાં મહાકુંભ પર સંક્ષિપ્ત ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.

Yogi-Adityanath

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ