બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતીઓ ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો, કેનેડાના નવા PM બનશે ચંદ્ર આર્ય! જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:05 PM, 17 January 2025
ADVERTISEMENT
ગુજરાતમાં પવનની દિશા ફરી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ નલિયા બાદ હવે અમરેલી 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. તેમજ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર- પૂર્વ અથવા તો પૂર્વ તરફથી પણ થઈ શકે છે, જેથી ઠંડીનું જોર ઘટી શકે છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આજે બપોરના સમયે અમદાવાદ શહેરમાં પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી જ્યારે પવન આવે ત્યારે આંશિક ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ADVERTISEMENT
અમદાવાદ ખેડા હાઈવે પર અકસ્માત, 4ના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે તાજેતરમાં રાજ્યના વિવિધ સ્થળો પર અકસ્માત સર્જાયા હતા. જેમાં ગતરાત્રિના અમદાવાદ-ઈન્દોર હાઈ-વે પાસે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ સીતાપુર પાસે કારચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અમદાવાદ-ઈન્દોર હાઈ-વે પર રસ્તા વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે ગાડીનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડીએ પલટી મારી હતી. ગાડીએ પલટી મારતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ નિપજેલ તમામના મૃતદેહને લસુન્દ્રા પીએસસી લઇ જવામાં આવ્યા હતા. વધુ મળતી માહિતી મુજબ મૃતકોના નામ પૂજાભાઈ સોલંકી ઉ.વ.45, સંજય ઠાકોર ઉ.વ.32, રાજેશ ઠાકોર ઉ.વ.31 અને કાર ચાલક વિનોદ સોલંકી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો
રાજ્યના ખેડુતોને મોટો ઝટકો લાગ્યો હતો. જેમાં ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં રૂપિયા 250 નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાની વારી આવશે. મળતી માહિતી મુજબ ઇફ્કોએ NPK 102626 ખાતર અને NPK 123216 ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ પર ઇફ્કોએ 250 રૂ.નો વધારો કર્યો છે. જેમાં 50 કિલોની બેગ નવો ભાવ રૂપિયા 1720 પહોંચ્યો છે. ત્યારે ઇફ્કો દ્વારા રૂપિયા 250 નો બોજો નાખવામાં આવતા ખેડુતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. વધુ મળતી માહિતી મુજબ 3 જાન્યુઆરી જ નવા ભાવ અમલમાં આવી ગયા હોવાનું ઇફ્કોએ જણાવ્યું હતું. રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.
જમ્મુ-કાશ્મીરમાં રહસ્યમય બીમારીથી 16 લોકોના મોત
જમ્મુ કાશ્મીરમાં એક રહસ્યમય બીમારીએ હજુ સુધીમાં 16 લોકોનો જીવ લીધો છે. રાજોરી જિલ્લાના બંધાલ ગામમાં બુધવારે રાત્રે એક 9 વર્ષની બાળકીએ આ બીમારીના કારણે જીવ ગુમાવ્યો. ગામમાં 7 થી 16 ડિસેમ્બર 2024 સુધી બે પરિવારના 9 સભ્યો મૃત્યુ પામ્યા છે. 11 જાન્યુઆરીએ મોહમ્મદ અસલમના 6 બાળક બીમાર થયા, જેમાંથી ચારનું મોત થઈ ગયું. 12 જાન્યુઆરીએ કે 10 વર્ષની દીકરીનું મોત થયું. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સકીના મસૂદે ગામમાં થયેલી મોત માટે રહસ્યમય બીમારી થવાની શંકા નકારી છે. તેમનું કહેવું છે કે રાજ્યના અંદર અને બહાર થયેલી તપાસના દરેક રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે. એવામાં સવાલ થાય છે કે આ બીમારી શું છે અને આના શું લક્ષણ દેખાય છે.. તો ચાલો આના વિશે વિગતે માહિતી મેળવીએ.
મનુ ભાકર-ગુકેશ સહિત ચારને મળ્યો રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન
સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2024 ની જાહેરાત રમત મંત્રાલય દ્વારા જાન્યુઆરીના પ્રારંભિક સપ્તાહમાં કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એવોર્ડ વિજેતાઓને સન્માનિત કર્યા હતા. મનુ અને ગુકેશ ઉપરાંત ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિયન પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં સ્પોર્ટ્સ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કર્યા. આ દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર હતા. 22 વર્ષની મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ ખેલાડી બની, ઓગસ્ટમાં પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જીતી હતી. પેરિસ ઓલિમ્પિકમાં જ હરમનપ્રીત સિંહની કપ્તાનીમાં ભારતે સતત બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 18 વર્ષીય ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો અને ગયા વર્ષે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Watch: President Droupadi Murmu awarded the Major Dhyan Chand Khel Ratna Award to Olympic medalist shooter, Manu Bhaker at Rashtrapati Bhawan pic.twitter.com/U7gbCPnO2z
— IANS (@ians_india) January 17, 2025
સુનિતા વિલિયમ્સનો અંતરીક્ષમાં રેકોર્ડ
NASA અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સાત મહિના કરતાં વધુ સમય પસાર કર્યા પછી તેણીનું પ્રથમ સ્પેસવોક કર્યું. સ્ટેશન કમાન્ડર વિલિયમ્સ, નાસાના નિક હેગ સાથે કેટલાક જરૂરી બાહ્ય સમારકામ હાથ ધરવા પડ્યા. યોજના મુજબ, સુનીતા અને બટ્ઝ વિલ્મોર આવતા અઠવાડિયે ફરીથી સ્પેસવોક કરશે. અને વિલમોરે ગયા જૂનમાં બોઇંગની નવી સ્ટારલાઇનર કેપ્સ્યુલ સાથે ઉડાન ભરી હતી. જે એક અઠવાડિયાના પરીક્ષણ મિશન છે. પરંતુ સ્ટારલાઇનરને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેની પરત ફરવામાં વિલંબ થયો. પછી નાસાએ તેમને કેપ્સ્યુલ ખાલી કરીને પાછા મોકલવાનો આદેશ આપ્યો. પછી તેને બદલવા માટે, SpaceXએ લોન્ચમાં વિલંબ કર્યો. જેના કારણે વિલિયમ્સ અને વિલ્મોર માર્ચના અંતમાં અથવા એપ્રિલ સુધી ઘરે પરત ફરશે. એટલે કે મિશનની શરૂઆતના લગભગ દસ મહિના પછી તે પૃથ્વી પરત ફરશે.
પુણે-નાશિક હાઇવે પર અકસ્માત, 9ના મોત
શુક્રવારે સવારે પુણે-નાશિક હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો, જેમાં 9 લોકોના મોત થયા. ઘટનાની માહિતી મળતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી અનુસાર, આ ઘટના પુણે-નાસિક હાઇવે પર નારાયણગાંવ નજીક સવારે લગભગ 10 વાગ્યે બની હતી. અહીં એક ટેમ્પોએ પાછળથી એક મીની વાનને ટક્કર મારી. આ કારણે વાન કંટ્રોલ બહાર થઈ ગઈ અને રસ્તાની બાજુમાં ઉભેલી બસ સાથે અથડાઈ ગઈ. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મીની વાન નારાયણગાંવ તરફ જઈ રહી હતી. આ સમય દરમિયાન, તેને પોતાનું સંતુલન ગુમાવ્યું અને બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં મીની વાનમાં મુસાફરી કરી રહેલા તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના સમયે હાજર લોકોનું કહેવું છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. આ ઘટનામાં મીની વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ભારતીય મૂળના સાંસદે કેનેડાના વડાપ્રધાન માટે નોંધાવી ઉમેદવારી
યુનાઇટેડ કિંગડમ પછી કેનેડાને પણ ભારતીય મૂળના પહેલા વડા પ્રધાન મળી શકે છે. જસ્ટિન ટ્રુડો પછી ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્ય પણ પીએમ બનવાની રેસમાં છે. તેમણે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આર્યએ X પર જણાવ્યું કે તે દેશના વડા પ્રધાન પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું, હું કેનેડાના વડા પ્રધાન પદ માટે ચૂંટણી લડી રહ્યો છું. આપણો દેશ માળખાકીય પડકારોનો સામનો કરી રહ્યો છે જેના માટે કઠિન ઉકેલોની જરૂર છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આપણે હિંમતવાન રાજકીય નિર્ણયો લેવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.