બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / સૈફઅલી પર ઘાતકી હુમલાથી લઈ 8માં પગાર પંચ અને ISROના કમાલ સુધી..જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 07:54 PM, 16 January 2025
ADVERTISEMENT
ઠંડીથી આંશિક રાહત મળશે!
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઉંચું જશે અને પવનોની દિશા બદલાવાથી વાતાવરણમાં ફેરફાર થશે. 3 દિવસ બાદ ઠંડી ફરી વધશે. આગામી 7 દિવસ એકંદરે સૂકું વાતાવરણ રહેશે
ADVERTISEMENT
ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગૌણ સેવાની પરીક્ષા હવેથી અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે તેવી માહિતી મળી હતી. આ ઉપરાંત તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીમાં ઉપલબ્ધ કરાશે. અત્યાર સુધી સિલેબસ અને પેપર અંગ્રેજીમાં આપવામાં આવતા હતા. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી લાખો ઉમેદવારોને ફાયદો થશે. જોકે ગૌણ સેવા પસંદગી મંડળ એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દરેક સિલેબસમાં માર્કસ મુકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયા દ્વારા ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ જે પણ પરીક્ષા લેવામાં આવશે તેમાં ઉમેદવારોને ઘણો ફાયદો થશે.
GPSCની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર
જીપીએસસી દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી ને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં આન્સર કી રજૂ કર્યા બાદ જવાબોના રજૂ થતા વાંધાઓને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા રજૂ થતા વાંધાઓ ઓનલાઇન લેવામાં આવશે. ભૂતકાળમાં ઉમેદવારો પાસે ઓફલાઈન વાંધાઓ મોટા પ્રમાણમાં રજૂ કરવામાં આવતા હતા. અને અગાઉ ઉમેદવારો વાંધાઓ ફિઝિકલી રજૂ કરતા હતા, જેમાં જોડતા ડોક્યુમેન્ટ મોટા પ્રમાણમાં એકત્ર થતા હતા. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા રાજ્યવેરા નિરીક્ષકની પરિક્ષાના આન્સર કી થી શરૂ કરવામાં આવશે. જેમાં આવતીકાલથી રાજ્યવેરા નિરીક્ષકની ભરતી પરિક્ષાના જવાબના વાંધાઓ ઓનલાઇન લેવામાં આવશે.
ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ
Policeman Suspended : ગુજરાત પોલીસબેડાને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસમાં વહીવટદારોના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી સામે આવી છે. SMCના વડા નિર્લિપ્ત રાયના વડપણ હેઠળની સમિતિએ સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શન મોડમાં આવ્યા છે. નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શનમાં આવતા ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. DGP વિકાસ સહાયે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદમાંથી 13 પોલીસ કર્મચારીની જિલ્લા બદલી કરાઈ હતી. 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા.
મોદી સરકારની કર્મચારીઓને ગિફ્ટ
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યાં છે. મોદી સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે, આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે, 8મા પગાર પંચની તેમની ઘણા લાંબા સમયથી માગ હતી જે હવે પૂરી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે. આઠમા પગાર પંચના એલાન અને તે લાગુ પડ્યાં બાદ કર્મચારીઓના પગારમાં ઘણો મોટો વધારો આવશે, જોકે અલગ અલગ રેન્ક પ્રમાણે અલગ અલગ વધારો થશે.
સૈફ અલી ખાન પર હુમલો
મુંબઈ પોલીસે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં FIR નોંધી છે. હવે આ બે પાનાની FIRની કોપી સામે આવી છે. આ મુજબ, હુમલા દરમિયાન આરોપીઓએ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સૈફ અલી ખાનના સ્ટાફે હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મુજબ, "સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. સૈફ અલી ખાનના ઘરે જ્યારે આરોપીને પૂછવામાં આવ્યું કે તેને શું જોઈએ છે તો તેણે કહ્યું કે તેને પૈસા જોઈએ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેને કેટલા પૈસા જોઈએ છે, તો તેણે કહ્યું – 1 કરોડ રૂપિયા. FIR મુજબ, આરોપીની નોકરાણી સાથે ઝપાઝપી થઈ હતી. જેના કારણે તેના બંને હાથ પર ઘા થયા હતા.
રાજકોટના દિગ્ગજ ખેલાડીને જાહેર કર્યાં નવા બેટિંગ કોચ
ટીમ ઈન્ડીયા ભારતમાં જ ઈંગ્લેન્ડ સામે બે સીરિઝ રમી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ 22 જાન્યુઆરીથી પાંચ ટી20 અને ત્યાર બાદ 3 વનડેની સીરિઝ રમવાના છે. આ માટે શુક્રવારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પહોંચશે. આ સીરિઝ પૂરી થયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થવાની છે. હવે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સૌરાષ્ટ્રના ખેલાડી સિતાશું કોટકની બેટિંગ કોચ તરીકે નિયુક્તી કરી છે. કોટક હવે ટીમ ઈન્ડીયાના બેટર્સને તાલીમ આપશે. સિતાશું કોટક મૂળ રાજકોટના છે. તેઓ હવે ટીમ ઈન્ડીયના બેટર્સને પાઠ ભણાવશે. સિતાંશુએ 2023માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા ત્યારે તેમણે આ જવાબદારી લીધી હતી. સિતાંશુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 130 મેચ રમી છે. જેમાં તેણે 41.76ની એવરેજથી 8061 રન બનાવ્યા છે. સિતાંશુની આ 130 મેચોની 211 ઈનિંગ્સમાં 15 સદી અને 55 અડધી સદી સામેલ છે. તેણે 89 મેચમાં 54 વિકેટ પણ લીધી છે.
ISROને મળી મોટી સફળતા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ગત ગુરુવારે SpaDeX મિશન હેઠળ અવકાશમાં બે ઉપગ્રહોને ડોક કરવાના ચોથા પ્રયાસને સફળ બનાવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત, બંને ઉપગ્રહોમાં સફળતા મળી છે તે ISRO માટે એક અદભુત અનુભવ છે. અવકાશ ડોકીંગ એ એક પ્રકિયા છે, જેમાં બે ઉપગ્રહો એકબીજાની નજીક આવે છે અને તેમને એક સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણી જટિલ છે, જેનો ઉપયોગ અવકાશ મિશનને સફળ બનાવવામાં થાય છે. ડોકીંગનો હેતુ હોઈ છે ડેટા શેર કરવો, પાવર (વિદ્યુત) સ્ત્રોતોને જોડવો, અથવા તો કોઈ વિશેષ મિશન માટે બંને ઉપગ્રહોને એક સાથે લાવવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.