બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / GPSC માં મોટો ગોટાળો, પ્રોફેસર ઓનલાઇન સેક્સ લીલા કરતા ઝડપાયા

8 PM News / GPSC માં મોટો ગોટાળો, પ્રોફેસર ઓનલાઇન સેક્સ લીલા કરતા ઝડપાયા

Last Updated: 08:01 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન સિંદુર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ કે, પાકિસ્તાન સાથે PoK સિવાય કોઇ મામલે વાત નહી થાય. જીપીએસસીમાં ગોટાળાના આક્ષેપ.શેરબજારમાં તેજી,વિરાટ અનુષ્કા વેકેશન યાત્રા પર નિકળ્યાં છે.

ટ્રમ્પે હવે દાવો કર્યો કે, મે યુદ્ધ અટકાવ્યું તેવો મારો કોઇ દાવો નથી. યુદ્ધ વિરામની ભુમિકામાં મારો મહત્વપુર્ણ રોલ છે. ગુજરાતમાં ગુરૂવારે વિવિધ અકસ્માતોમાં 6 લોકોનાં મોત અને 9 લોકો ઘાયલ થયા હતા. ઓપરેશન સિંદુર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ કે, પાકિસ્તાન સાથે PoK સિવાય કોઇ મામલે વાત નહી થાય. જીપીએસસીમાં ગોટાળાના આક્ષેપ.શેરબજારમાં તેજી,વિરાટ અનુષ્કા વેકેશન યાત્રા પર નિકળ્યાં છે.

વર્લ્ડ / 'હું એમ નથી કહેતો કે મેં યુદ્ધ અટકાવ્યું...' ભારત-પાક વચ્ચે મધ્યસ્થીના નિવેદન પર ટ્ર્મ્પે પલટી મારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે અને મિસાઇલોની ભાષામાં વાતચીત થવાની હતી. એટલા માટે તેમણે બંને દેશો સાથે વાત કરીને પરિસ્થિતિ શાંત કરી.

donald trump india pakistan

ગમખ્વાર / ગોઝારો ગુરૂવાર અકસ્માતોમાં 6 લોકોનાં મોત અને 9 લોકો ઘાયલ

ગુરૂવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો. આજે અલગ અલગ ચાર અકસ્માતમાં રાજ્યનાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. છોટાઉદેપુર, નવસારી, દ્વારકા અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઇ હતી. ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો તઇ રહ્યો છે. ગુરૂવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો. આજે અલગ અલગ ચાર અકસ્માતમાં રાજ્યનાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. છોટાઉદેપુર, નવસારી, દ્વારકા અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઇ હતી. ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

Gujarat-Accident

નેશનલ / 'પાકિસ્તાન સાથે ફક્ત PoK પર જ વાત...' ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત બોલ્યા એસ જયશંકર

ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર વિદેશ મંત્રી એસ જયશંકર મીડિયા સમક્ષ હાજર થયા અને પાકિસ્તાન પર પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ વાતચીત કરવામાં આવશે. આમાં ત્રીજા દેશોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી, એસ જયશંકરે આજે પહેલીવાર પાડોશી દેશ વિરુદ્ધ વાત કરી. ભારતના વલણને દોહરાવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે પર જ થશે. આમાં કોઈ ત્રીજા દેશની દખલગીરીની જરૂર નથી. વિદેશ મંત્રીએ આક્રમક રીતે કહ્યું કે અમે ફક્ત પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કર્યો છે. અમે લક્ષ્યો નક્કી કર્યા હતા, જે અમે પ્રાપ્ત કર્યા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે શરૂઆતથી જ અમે પાકિસ્તાનને આ સંદેશ આપ્યો હતો કે અમે આતંકવાદી માળખા પર હુમલો કરવાના છીએ, સેના પર નહીં. તેમની સેના પાસે બાજુ પર રહેવાનો અને હસ્તક્ષેપ ન કરવાનો વિકલ્પ હતો. તેણે આ સારી સલાહ ન માનવાનો નિર્ણય કર્યો.

jayshankar

દિગ્ગજ નેતા / શું GPSC જાતી જોઇને માર્ક્સ આપે છે? ભાજપનાં જ દિગ્ગજ નેતાએ આક્ષેપ કરતા ચકાચર

ભાજપ નેતા હરિ ચૌધરીએ લગાવ્યા GPSC પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સમાજ અને જાતિના આધારે GPSCમાં પાસ નાપાસ કરાતા હોવાનો કર્યો આક્ષેપ લગાવ્યા હતા. આક્ષેપ કરનાર હરિ ચૌધરી ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા અને ભાજપ અને ખાસ કરીને ચૌધરી સમાજમાં દબદબો ધરાવતા નેતા છે. સરકારમાં ભ્રષ્ટાચારે તો માઝા મુકી જ છે પરંતુ હવે તો ભ્રષ્ટાચાર પણ જાતી જોઇને થતો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપનાં જ દિગ્ગજ નેતા અને OBC અગ્રણી હરિ ચૌધરીએ સરકારી પરીક્ષા પદ્ધતી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપ નેતાએ ચોકાવનારા આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખતા ચકચાર મચી ગઇ છે.

Hari-Chaudhry

રાજકોટ / મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર આવ્યા વિવાદમાં, ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા

Rajkot Professor Viral Video : મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરનો મહિલા સાથે નગ્ન હાલતમાં વીડિયો કોલ વાયરલ, યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓએ વીડિયો વાયરલ કર્યો હોવાની ચર્ચા Rajkot Professor Viral Video : રાજકોટથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરનો ન્યૂડ મહિલા સાથે વાત કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં ખાસ નોંધનીય છે કે, VTV Digital આ પ્રોફેસરના કથિત વાયરલ વીડિયોની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

Rajkot Professor Viral Video

બિઝનેસ / શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, જાણો નિફ્ટીના હાલ

Stock Market highlight: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1200.18 પોઈન્ટના વધારા સાથે 82,530.74 પર બંધ થયો. નિફ્ટી 395.20 પોઈન્ટના વધારા સાથે 25,062.10 પર બંધ થયો. Stock Market Today : નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો અને નિફ્ટી 7 મહિના પછી 25000 ની ઉપર બંધ થયો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી. બીએસઈના તમામ ક્ષેત્રના સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા. રિયલ્ટી, મેટલ, ઓટો ઇન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા. આઇટી, બેંકિંગ, પીએસઈ શેરોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 1200.18ના વધારા સાથે 82,530 પર બંધ થયો.

stock-market

Viral / VIDEO: અકાય અને વામિકા સાથે વિરાટ-અનુષ્કા વેકેશન પર, ફેમિલીનો વીડિયો વાયરલ

પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલ તેમના પરિવાર સાથે ખાસ સમય વિતાવી રહ્યા છે. તાજેતરમાં તેઓ સંત પ્રેમાનંદ જી મહારાજના આશ્રમની મુલાકાતે ગયા અને ત્યારબાદ અનુષ્કાની માતાના ઘરે બાળકો સાથે જોવા મળ્યા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં તેમના પરિવાર સાથે પ્રેમભર્યા સમય વિતાવી રહ્યા છે. તાજેતરમાં તેઓ બંને સંત પ્રેમાનંદ જી મહારાજના વૃંદાવન સ્થિત આશ્રમની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ શાંતિ અને આધ્યાત્મિક અનુભવો મેળવવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત વખતે તેમના બાળકો અકય અને વામિકા હાજર નહોતા. જોકે, આ વર્ષના શરૂઆતમાં જ્યારે દંપતી મહારાજને મળવા ગયા હતા ત્યારે તેઓ પોતાના બાળકોને પણ સાથે લઈ ગયા હતા.

VIRAT-KOHLI

સ્પોર્ટસ / WTC ચેમ્પિયન પર પૈસાનો વરસાદ, ભારતીય ટીમને પણ મળશે કરોડો, પાકિસ્તાનને શું મળશે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર રહ્યું. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 3-1 થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ત્રીજા રાઉન્ડ (2023-25) ની ફાઇનલ 11 જૂનથી ક્રિકેટના મક્કા લોર્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ તેના ખિતાબનો બચાવ કરવા માંગશે, જ્યારે ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલ જીતવાનો પ્રયાસ કરશે.

wtc

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News Gujarat News Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ