બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગુજરાત કેબિનેટની બેઠક, મહેશ વસાવાનો ધડાકો, ગાંધી પરિવારની વધી શકે છે મુશ્કેલી જુઓ 8 વાગ્યાના 8 મોટા સમાચાર
Last Updated: 07:59 PM, 15 April 2025
ADVERTISEMENT
આવતીકાલે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, અનેક મામલે લેવાઈ શકે છે નિર્ણય
હાલમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી અંગે કેબિનેટમાં સમીક્ષા થશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
Gandhinagar News : આજરોજ કેબિનેટની બેઠક મળનાર છે. ત્યારે આ બેઠકમાં બજેટમાં જાહેર થયેલી યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં ચાલુ સત્રના કામકાજ અંગે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગે કેબિનેટની ખુબ જ મહત્વપુર્ણ બેઠક મળવાની છે.
ભાજપ અને રાજીનામા અંગે મહેશ વસાવાએ કર્યો મોટો ધડાકો, મનસુખ વસાવા ધુંવાપુંવા
મહેશ વસાવાએ ઉતાવળું પગલું ભર્યુ છે તેમજ બોલાવવા છતાં તેઓ કેટલીક બેઠકમાં હાજર નહોતા રહેતા. ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે, ભાજપને ખતમ કરવાની વાતો કરતા લોકો પોતે જ ખતમ થઇ ગયા છે તેમજ ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે
ગુજરાતમાં રાજકારણ હવે શાંત નથી રહ્યું પરંતુ થીજી ગયું છે. જ્યાં જે જેમ છે તેમ જ સ્થિર થઇ ચુક્યા છે. ગુજરાતમાં રણનીતિમાં કોઇ મોટા ફેરફારો જોવા નથી મળતા પરંતુ અચાનક આદિવાસી બેલ્ટમાંથી હડકંપ મચેલા સમાચાર આવી રહ્યા છે. આદિવાસી બેલ્ટના દિગ્ગજ નેતા મહેશ વસાવાએ અચાનક ભાજપમાંથી રાજીનામું ધરી દેતા આદિવાસી બેલ્ટમાં હલચલ મચી ગઇ છે. અંબાજીથી ઉંમરગાવ સુધીના આ પટ્ટા પર ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરી છે.
આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. ED એ રાહુલ, સોનિયા ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ PMLA ની કલમ 44 અને 45 હેઠળ ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓએ કલમ ૩ હેઠળ મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે.
શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 1578 પોઈન્ટનો બમ્પર ઉછાળો, જાણો નિફ્ટીના હાલ
ઉત્તમ ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો. સેન્સેક્સ, નિફ્ટી મજબૂત વધારા સાથે બંધ થયા. બીજી તરફ, નિફ્ટી બેંક વર્ષના સર્વોચ્ચ સ્તરે બંધ થયો. નિફ્ટી બેંક 18 ડિસેમ્બર 2024 ના ઉચ્ચતમ સ્તરે બંધ થયો. BSE મિડકેપ અને સ્મોલકેપના સૂચકાંકો 3 ટકાના વધારા સાથે બંધ થયા. બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. રિયલ્ટી ઇન્ડેક્સ 5 ટકાના વધારા સાથે બંધ થયો.
ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો. સેન્સેક્સ, નિફ્ટી મજબૂત વધારા સાથે બંધ થયા. બીજી તરફ, નિફ્ટી બેંક વર્ષના સર્વોચ્ચ સ્તરે બંધ થયો. નિફ્ટી બેંક 18 ડિસેમ્બર 2024 ના ઉચ્ચતમ સ્તરે બંધ થયો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 3 ટકાના વધારા સાથે બંધ થયા. બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. રિયલ્ટી ઇન્ડેક્સ 5 ટકાના વધારા સાથે બંધ થયો. મેટલ, ઓટો ઇન્ડેક્સ 3% થી વધુ વધ્યા. ઊર્જા, આઇટી, તેલ અને ગેસ શેરોમાં ખરીદી જોવા મળી.
સોનું ફરી સસ્તું થયું, જ્વેલર્સની દુકાને જતા પહેલા આજની કિંમત જાણી લેજો
આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર 15 એપ્રિલના સોનાના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરમાં સોનાનો ભાવ 95,500 રૂપિયાની આસપાસ છે જ્યારે ચાંદીનો ભાવ 99,800 રૂપિયા નોંધાયો છે.
જો તમે આજે 15 એપ્રિલ 2025ના સોનું કે ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ ખબર આપના માટે ખુબજ કામની છે. આજે મંગળવાર, 15 એપ્રિલ 2025ના સરાફા બજારનો તાજો ભાવ સામે આવ્યો છે. આ મુજબ, સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એવામાં જો આપ લગ્ન પ્રસંગ માટે કે તહેવાર નિમિત્તે સોનું કે ચાંદી ખરીદવા ઇચ્છો છો તો આ ઘટાડાનો ફાયદો લઇ શકો છો.
MS ધોની IPLની બાકી મેચ નહીં રમે? માહીનો લંગડાતા વીડિયોએ ફેન્સની ચિંતા વધારી
સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં, ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને એક રોમાંચક મેચમાં 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના બેટનો જાદુ પણ જોવા મળ્યો, જેમણે 11 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી
સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં, ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપરજાયન્ટ્સને એક રોમાંચક મેચમાં 5 વિકેટથી હરાવ્યું. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના બેટનો જાદુ પણ જોવા મળ્યો, જેમણે 11 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી. તેની ઇનિંગના કારણે ચેન્નાઈએ સતત 5 મેચ હાર્યા બાદ જીત મેળવી. આ જીત સાથે, CSK ચાહકો ધોનીના ફોર્મમાં આવવાથી ઉત્સાહિત દેખાય છે. જોકે, મેચ પછી ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તેના ચાહકોની ચિંતા વધારી શકે છે.
શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની થશે રિએન્ટ્રી? અસિત મોદીએ આપી હિન્ટ
ફેમસ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી જ્યારે દિશા વકાણી ગઈ ત્યારથી દર્શકો ઉદાસ છે. ઘણા વખતથી તેમની વાપસીની અફવાઓ આવે છે તો ક્યારેક નવા દયાબેન આવવાની ચર્ચાઓ પણ થાય છે. હવે અસિત મોદીએ આખરે એવો સંકેત આપ્યો છે કે શોના ચાહકોના ચહેરા પર ફરીથી સ્મિત આવી શકે છે. જાણો વિસ્તૃત માહિતી.
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે નાના પડદાના સૌથી લોકપ્રિય સિટકોમ્સમાંથી એક છે. આ શોના તમામ પાત્રો ઘરના સભ્ય જેમ જાણીતા થઈ ચૂક્યા છે, ખાસ કરીને દયાબેન અને જેઠાલાલ. દયાબેનનું પાત્ર દિશા વકાણીએ નિભાવ્યું હતું. તે 9 વર્ષ સુધી શોનો ભાગ રહી અને દયાબેનના પાત્રથી લોકોને હસાવ્યા.
કોણ છે 90ના દાયકાની એ હિરોઇન, જેના ચક્કરમાં દાઉદના માણસે પ્રોડ્યુસરનો જીવ લઇ લીધો!
90ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ આવી હતી જેમનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયું હતું. જોકે આ અભિનેત્રીઓએ ક્યારેય પણ દાઉદ સાથે લિંકઅપની વાતો સ્વીકારી નથી. આવી જ એક સુંદર અભિનેત્રી બૉલીવૂડમાં પોતાની કિસ્મત અજમાવવા આવી હતી જેને દેવાનંદે પોતાની ફિલ્મમાં ચાન્સ આપ્યો હતો. પરંતુ દાઉદ સાથેના કનેક્શનના કારણે એક પ્રોડ્યુસરને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
બૉલીવૂડ અને અંડરવર્લ્ડનો સંબંધ બહુ જુનો રહ્યો છે. ખાસ કરીને 80 અને 90ના દાયકામાં તો અંડરવર્લ્ડનો ડર એવો હતો કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કંપી ઊઠતી હતી. ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 'કહો ના પ્યાર છે' ફિલ્મની સફળતા બાદ જ્યારે રાકેશ રોશન પાસે અંડરવર્લ્ડના લોકોએ પૈસા માંગ્યા અને તેમણે ના પાડી ત્યારે ખુલ્લા રસ્તા પર તેમને ગોળી મારી દેવાઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.