બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ, અમરેલી પત્રકાંડ પર ફરી રાજકારણ ગરમાયું, જુઓ 8 મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ, અમરેલી પત્રકાંડ પર ફરી રાજકારણ ગરમાયું, જુઓ 8 મોટા સમાચાર

Last Updated: 08:05 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણના તહેવારને પગલે ઈમરજન્સી સેવાઓના 108ને 470 કોલ મળ્યા હતા. તો આ તરફ ગૂગલ સર્ચના લેટેસ્ટ ડેટા મુજબ કતાર, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, જોર્ડન, બાંગ્લાદેશ, માલદીવ, અફઘાનિસ્તાનમાંથી લોકો મહાકુંભની માહિતી મેળવી રહ્યા છે.

અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ

ચીની 'હ્યુમન મેટાન્યુમો વાઈરસ'(HMPV)ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. ત્યારે HMP વાઈરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો. જો કે, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે.

HMP

ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો

ઉત્તરાયણના પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દાન પુણ્ય સાથે આ પર્વનો અંદર આનંદ ઉલ્લાસ અનેરો હોય છે. પરંતુ આ તહેવાર દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેના લીધી અનેક માનવ જિંદગીને નુકસાન થાય છે. ઉતરાયણના પર્વ દરમિયાન વાહન અકસ્માત અને પતંગની દોરીના કારણે ગળામાં ઇજા, ધાબા પરથી પડવાના તેમજ મારામારીના બનાવો બનતા હોય છે. ત્યારે ગતરોજ પણ ઇમરજન્સીના કોલ 108ને મળ્યા હતા. જેમાં ઉત્તરાયણના તહેવારને પગલે ઈમરજન્સી સેવાઓના 470 કોલ મળ્યા હતા. ઉત્તરાયણમાં ઇમર્જન્સી કેસમાં વધારો થાય છે. ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે. ત્યારે આ વખતે 800 રોડ એબ્યુલન્સ, 2 બોટ, અને 1 એર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે. આ વર્ષે સુરત,વડોદરા અને રાજકોટમાં ઈમરજન્સીના કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

108

ગુજરાત બન્યું સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર રાજ્ય

દેશમાં વર્ષ 2016 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપ એ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશમાં તા. 8 જાન્યુઆરી 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં 12,779 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 33 ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4200 થી વધીને 154719 જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ.450 બિલિયન ડોલરથી વધુનું થયું છે તથા સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 જેટલી થઈ છે.

gujarat-news_QBuoPZL

અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ

અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ X પર પોસ્ટ કરી છે. તેમજ એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. તેમજ દાળમાં કઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે. આધારભૂત સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ તો ક્યારનો મળી ગયો છે. તો પછી સત્ય પાછળ પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામે કરાવી રહ્યું છે. તેમજ સત્વરે એફએસએલનો રીપોર્ટ જાહેર કરો....! તેમજ લેટર કાંડના મૂળની તપાસ કરવાનું એફએસએલ રીપોર્ટ અંગે ધાનાણીનાં ટ્વીટથી રાજકારણ ગરમાયું છે.

amareli-new

Google સર્ચમાં મહાકુંભનો દબદબો

ગૂગલ સર્ચના લેટેસ્ટ ડેટા મુજબ કતાર, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, જોર્ડન, બાંગ્લાદેશ, માલદીવ, અફઘાનિસ્તાનમાંથી લોકો મહાકુંભની માહિતી મેળવી રહ્યા છે. મુસ્લિમ દેશોની આ યાદીમાં જે નામ ટોપ પર છે, તે દેશ બીજું કોઈ નહીં પણ પશ્ચિમી પાડોશી પાકિસ્તાન છે. ભારત પ્રત્યે નફરત કરવાની ઈચ્છા હોવા છતાં પાકિસ્તાનના લોકો ગૂગલ પરથી મહાકુંભની માહિતી મેળવી રહ્યા છે. મહાકુંભમાં આવનાર 45 કરોડ ભક્તોના આંકડા જાણીને તેઓ આશ્ચર્યચકિત થયા છે. પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે, આટલી તો ઈન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, પાકિસ્તાન કે અમેરિકાની વસ્તી પણ નથી. તેઓ કહે છે કે, પાકિસ્તાનમાં જો 2 લાખ લોકો પણ ધાર્મિક સંમેલન માટે ભેગા થાય તો આખું શહેર જામ થઈ જાય છે. જ્યારે પ્રયાગરાજમાં તો લગભગ 2 કરોડ ભક્તો ઊમટી પડ્યા અને આ સંગમમાં સ્નાન કર્યું. આટલા બધા લોકો હોવા છતાં પણ કોઈ જ અવ્યવસ્થા ન થઈ તે જોઈને પણ તેઓ આશ્ચર્ય પામી ગયા છે.

thujsadjk

આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. દિલ્હ તેમજ અન્ય રાજ્યોમાં આજે અને આવતીકાલેક વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દેશની રાજધાનીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. તેમજ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારે ગાઢ ધુમ્મસ રહેશે. તેમજ સાંજે અને રાત્રે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ તાપમાન 19 અને લધુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેશે. તેમજ 16 જાન્યુઆરીનાં રોજ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ તા. 17 અને 18 જાન્યુઆરીનાં રોજ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. તેમજ તા. 19 અને 20 જાન્યુઆરીનાં રોજ મધ્યમ ધુમ્મસ રહેશે.

weather update

છૂટાછેડાએ અલગ રહેતી મહિલા કરાવી શકે છે ગર્ભપાત: HC

પંજાબ-હરિયાણા હાઇકોર્ટ:યાચિકાએ પોતાના 18 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવા માટે મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલને મંજૂરી આપવા માંગ કરી છે, આ સ્ત્રી દહેજના કારણે સાસરિયાં પક્ષથી હેરાન કરવામાં આવવાના લીધે તેના પતિથી અલગ રહે છે, અને આ કેસમાં પતિની અનુમતિ વગર જ તેને ગર્ભપાત માટે મંજૂરી અપાઈ છે. હાઇકોર્ટે મામલા સંબંધી તમામ તથ્યોને આધારે આ નિર્ણય સંભળાવ્યો હતો. હાઇકોર્ટે જાણ્યું કે અરજદાર ઘરેલુ હિંસાને કારણે તેના પતિથી અલગ છે પરંતુ કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા નથી, પરંતુ તે તેના પતિથી અલગ રહેતી હોવાના કારણે પતિની સંમતિ વિના ગર્ભપાત કરવી શકે છે હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ મહિલાને અનિચ્છનીય ગર્ભાવસ્થા માટે દબાણ કરવામાં આવે છે તો તેને શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડી શકે છે. બાળકના જન્મ પછી પણ આવી ગર્ભાવસ્થાના પરિણામોનો સામનો કરવાથી અરજદાર પર વધારાનો બોજ પડે છે. આનાથી તેના રોજગાર અને પરિવારની આવકમાં યોગદાન જેવા પરિબળો પર અસર પડી શકે છે.

punjab-hariyana-court

ભારતીય મહિલા ટીમે બનાવ્યો મહારેકોર્ડ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આજે એટલે કે, 15જાન્યઆરી રોજકોટમાં આયરલેન્ડની ટીમ સામે ત્રીજી વન ડે ટીમ રમી હતી. જેમાં ભારતીય મહિલા ટીમે વન ડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. જે સ્કોર પુરૂષ અને મહિલા વન ડેનો સર્વોચ્ચ સ્કોર છે. રાજકોટમાં રમાયેલી આયરલેન્ડ સામે મેચમાં ત્રીજી વન ડેમાં ઈન્ડિયન ટીમે 50 ઓવરમાં 435/5નો સ્કોર બનાવ્યો હતો. ટૂંકમાં કહીએ તો આ સ્કોર મહિલા અને પુરૂષ બંન્ને ટીમ માટે સર્વોચ્ચ છે. ભારતીય મહિલા ટીમે એક મહા રેકોર્ડ બનાવ્યો છે. જે પુરૂષ ટીમને પણ પાછળ છોડી દીધો છે. પુરૂષ અને મહિલા વનડે બંન્નેનો ગત રેકોર્ડ 2011માં નોંધાયો હતો. જે વેસ્ટઈડીઝ સામે ભારતીય પુરૂષ ટીમ નોંધાયો હતો. ત્યારે ભારતીય ટીમે 418/5 સ્કોર બનાવ્યો હતો. તો વન ડે મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ નામે છે. આ રેકોર્ડ તેમણે આયરલેન્ડ સામે રમીને વર્ષે 2018માં બનાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ