બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / 30 જ દિવસમાં 10થી વધુના મોત! ફેલાઇ અજીબ બીમારી, દીકરી જન્મી તો સરકાર આપશે 1,10,000 રૂપિયા, જુઓ આજના 8 મોટા સમાચાર
Last Updated: 08:14 PM, 14 January 2025
પ્રયાગરાજમાં ઉમટ્યું માનવ મહેરામણ, 3.50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ Video
ADVERTISEMENT
આજે પ્રયાગરાજમાં ગંગા યમુના અને વિલુપ્ત થઇ ગયેલી સરસ્વતીના સંગમ સ્થળે 3.50 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી.લાખોની સંખ્યામાં નાગા સાધુઓ અને દૂનિયાભરથી શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ..ગ્રહોની ભૌગોલિક સ્થિતિને આધારે આયોજિત થતા મહાકુંભ વિશે કહેવાય છે કે, આજે ડૂબકી લગાવનાર વ્યક્તિને નિષ્ચય મોક્ષ પ્રાપ્ત થાય છે. તેવામાં આજના દિવસે કુંભમાં ડૂબકી લગાવવા ભારત અને વિશ્વભરના નામી અને પ્રખ્યાત લોકો પણ પ્રયાગરાજ પહોંચ્યા છે. તે જ સમયે, શ્રદ્ધાળુઓની સતત વધતી જતી સંખ્યાને કારણે, પ્રયાગરાજ જંકશન ભરાઈ ગયું છે. લીડર રોડથી હેવિટ રોડ સુધી ભક્તોની કતાર લાગી હતી. સિવિલ લાઇન્સના બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. પોલીસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ જંકશન તરફ વાળ્યા હતા.. ડાયવર્ઝન હોવા છતાં, પ્રયાગરાજ જંકશનના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા કારણ કે ભક્તોની ભીડને નિયંત્રિત કરી શકાઈ ન હતી.
ADVERTISEMENT
'આતંકવાદ ખતમ કરો, નહીં તો ડોટ ડોટ ડોટ', રાજનાથ સિંહની પાકિસ્તાનને સખ્ત ચેતવણી
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સલાહ અને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પીઓકેની જમીનનો ઉપયોગ આતંકવાદના ખતરનાક કારોબારને ચલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. હું આજે ખુલ્લેઆમ કહેવા માંગુ છું કે ત્યાં આતંકવાદીઓ માટે ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. સરહદને અડીને આવેલા વિસ્તારોમાં લોંચ પેડ બનાવવામાં આવ્યા છે. . ભારત સરકાર બધું જ જાણે છે. પાકિસ્તાને આ રોગને ખતમ કરવો પડશે, નહીં તો ડોટ ડોટ ડોટ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે અખનૂર સેક્ટરમાં ટાંડા આર્ટિલરી બ્રિગેડ ખાતે 9મી સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસની રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના લોકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના પ્રયાસોની પ્રશંસા કરી.
મનપસંદ પ્રેમને વશમાં કરવા સાધ્વી હર્ષાએ આપ્યો ગજબ મંત્ર, Video જોતા જ કમેન્ટ કર્યા વિના નહીં રહો!
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં સાધ્વી હર્ષા રિછરિયા ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને ઈચ્છિત પ્રેમ મેળવવાનો મંત્ર કહી રહી છે. આ વીડિયોમાં સાધ્વી હર્ષા કહી રહ્યા છે- હર હર મહાદેવ, જય શ્રી રામ. ઘણા લોકો મને મેસેજ કરી રહ્યા છે કે બહેન, આપણે આપણા ઇચ્છિત પ્રેમ પર નિયંત્રણ રાખવું પડશે જેથી તે આપણી સાથે લગ્ન કરે અને ક્યારેય દૂર ન જાય. તો આજે હું તમને એક એવો જ મંત્ર જણાવવા જઈ રહી છું જેના વડે તમે તમારા જીવનમાં તમારા ઈચ્છિત પ્રેમ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડને કંટ્રોલ કરી શકો છો. તે તમને ક્યારેય છોડશે નહીં. તમે જે કહો છો તેની સાથે સંમત થશે. સાધ્વીએ કહ્યું- અને તે એક મંત્ર છે. ઓમ ગીલી ગીલી છુ… ઓમ ફટ સ્વાહા. તમારે આ મંત્રનો દરરોજ 1008 વાર જાપ કરવાનો છે. અને તે આગામી 11 દિવસ સુધી કરવાનું રહેશે. જો તમને બારમા દિવસ સુધી કોઈ પરિણામ ન મળે, તો પછી ટિપ્પણી કરો, હું તમને નવો મંત્ર કહીશ.
30 જ દિવસમાં 10થી વધુ લોકોના મોત! દેશના આ શહેરમાં ફેલાઇ અજીબ બીમારી, સીધી દર્દીઓના મગજને કરે છે અસર
જમ્મુ-કાશ્મીરમાં એક રહસ્યમય બીમારીના કારણે હંગામો મચી ગયો છે. રાજૌરીના બધલ ગામમાં એક 8 વર્ષની બાળકીનું આ રહસ્યમય રોગથી મોત થયું છે.. તેના પાંચ ભાઈઓ અને બહેનો આ જ બીમારીથી પીડિત છે અને હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે આ ગામમાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. આ તમામ લોકોના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૉક્ટરો પણ આ રોગને સમજી શકતા નથી. આ રોગને શોધવા માટે, દિલ્હી અને પુણેની ટીમોએ પરીક્ષણો કર્યા હતા.
રાજૌરી જિલ્લામાં અજાણ્યા રોગના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. 30 દિવસમાં 10 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગ પણ આ બાબતે ખૂબ ચિંતિત છે. હાલમાં, આ રોગને શોધવા માટે દર્દીના લોહીના નમૂનાઓ દિલ્હી અને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.
દ્વાર ખુલ્યા / બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર, બંધ મંદિરને લઇને લેવાયો મહત્વનો નિર્ણય
બેટ દ્વારકા મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે.. મેગા ડિમોલેશનને ધ્યાને લઇ બેટ દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આજ બપોર પછીથી બેટ દ્વારકા મુખ્ય મંદિર ભકતો માટે ખુલ્લું મુકાયું. સતત 4 દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું . આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી.
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં બેટ દ્વારકાના બાલાપર ગામે તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી ગેરકાયેસર બાંધકામો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી તો ત્રીજા દિવસે ઓખા ખાતે આવેલ જૂના ધાર્મિક સ્થળ પર બુલ ડોઝર ચાલ્યું હતું. જેમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પરના ધાર્મિક સ્થળ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.
દીકરી જન્મી તો ગુજરાત સરકાર આપશે 1,10,000 રૂપિયા, વ્હાલી દીકરી યોજના આવી રીતે લો લાભ
ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, જેને "ડિયર ડોટર સ્કીમ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રણ ભાગમાં 1 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે, જેનાથી તેઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનશે. જ્યારે પરિવારની પહેલી અને બીજી દીકરીઓ અઢાર વર્ષની થઈ જશે ત્યારે તેમને આ રોકડ સહાય મળશે. ગુજરાત વ્હાલી દીકરી યોજના 2024 હેઠળ, ગુજરાતનો છોકરીનો જન્મ દર અને લિંગ ગુણોત્તર સુધરશે. હાલમાં રાજ્યમાં દર 1000 છોકરાઓ પાછળ 883 છોકરીઓ છે. ઉચ્ચ શિક્ષણ દ્વારા, છોકરીઓ સ્વતંત્ર અને સશક્ત બનશે, જે સમાજમાં તેમના પ્રત્યેની નકારાત્મક ધારણાઓને બદલશે. આ કાર્યક્રમના સહયોગથી બાળ લગ્ન પણ અટકાવી શકાશે.
આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ યોજના દ્વારા ગુજરાતી છોકરીઓને તેમના લગ્ન અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય મળશે. વ્હાલી દીકરી યોજના માટે પાત્ર યુવતીઓને એક લાખ રૂપિયાથી વધુની સહાય મળશે. આ યોજના વિશેની જાણકારી અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in પર જોઈ શકાય છે.
દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
સાબરકાંઠા ના આદિવાસી સમાજ માટે ઉત્તરાયણ નો દિવસે એટલે આગામી વર્ષ ના વર્તારો જોવાનો દિવસ આજના દિવસે દેવચકલી ને ઘી ગોળ તેમજ તલ ખવડાવી તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે જોવાનું નક્કી કરાય છે. ઉતરાયણના દિવસથી આગામી ઉત્તરાયણ સુધીનું વર્ષ કેવું રહેશે તે આજના દિવસે નક્કી થતું હોય છે. સાબરકાંઠાના ઈડર તાલુકા ના છેવાડા ના વિસ્તાર માં વસતા આદિવાસી સમાજ દ્વારા ઉતરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં ગામના લોકો જેમાં યુવક, યુવતી, બાળકી, વડીલો સાથે એકઠા થાય છે અને યુવાનો દ્વારા દેવ ચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી ગોળ તેમજ તલ ખવડાવી વાજતે ગાજતે તેને ગામમાં વધામણા કરવામાં આવે છે અને ત્યારબાદ આ પક્ષીને પૂજન પગે લાગી આકાશ સામે સૂર્ય સન્મુખે ઊભા રહે છે. ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરે છે સાથોસાથ સમગ્ર સમાજના લોકો દેવ ચકલી હાથ માં સાચવી નુકશાની ન થાય તે રીતે તેને ઉડાડે છે તેની પાછળ લોકો ચાલે છે તેમ જ દેવ ચકલી કયા ઝાડ ઉપર બેસે છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે જોકે આ પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવે છે તેમ જ આજની તારીખે પણ યથાવત રહી છે. સામાન્ય રીતે વર્ષોની ચાલી આવતી પરંપરા આજે પણ ટકી રહી છે દેવચકલી ને આજના દિવસે ઘી ગોર ખવડાવી આકાશમાં મુક્ત કર્યા બાદ તે જો લીલા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ સારું રહે છે સાથોસાથ ભારે વરસાદ સહિત દરેક વ્યક્તિ માટે ઉધ્વગામી બની રહી છે જોકે દેવચકલીફ સૂકા વૃક્ષ ઉપર બેસે તો આગામી વર્ષ દુષ્કાળનું વર્ષ ગણવામાં આવે છે.
ઉત્તરાયણ મોજથી ઉજવો પણ આ ઈમરજન્સી નંબર નોંધી રાખજો, કરુણા હેલ્પલાઇન અને NGO સેવા માટે તત્પર
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે થોડું સાવચેતી રાખીને પર્વની ઉજવણી કરવી જોઈએ, જેથી આ અબોલ જીવને નુકસાન ન થાય. 108 ઈમર્જન્સી સેવાના ચીફ ઓપરેટિંગ જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ પર્વ માટે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ફોરકાસ્ટ કરવામાં આવી છે. તેઓ કહે છે કે, સામાન્ય રીતે વાહન અકસ્માતો, ધાબા-છાપરા પરથી પડી જવાના કિસ્સાઓ, પતંગની દોરીથી હાથ અને ગળામાં ઈજા થવી, મારામારીના કેસ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક શોકના કારણે ઈજાઓ વધતી હોય છે. આ માટે 108 સેવા સતત કાર્યરત રહેશે.
અબોલ જીવ માટે મેડિકલ ઈમર્જન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે, જેમાં પશુપક્ષીઓને પણ ઇમર્જન્સી સારવાર આપવામાં આવશે. કુલ 87 એમ્બ્યુલન્સ અને દરેક એમ્બ્યુલન્સમાં 2 ટીમો હાજર રહેશે. ઉત્તરાયણમાં પશુપક્ષીઓ માટે 1962 નંબર પર કોલ કરી શકે છે. 37 જેટલી એમ્બ્યુલન્સ મુખ્ય શહેરોમાં કાર્યરત રહેશે. 1962 એ કરુણા અભિયાનનો નંબર છે. 13 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલુ રહેશે. 37 એમ્બ્યુલન્સ સિવાય 50 વધારાની એમ્બ્યુલન્સનો પણ આયોજન કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.