બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / વિશ્વ / ખ્યાતિ કાંડ બાદ અન્ય હોસ્પિટલો સરકારના આદેશથી ફફડી, ઠંડી માટે 'ઠંડી' આગાહી, જુઓ સૌથી મોટા 8 સમાચાર
Last Updated: 08:05 PM, 14 November 2024
ADVERTISEMENT
રાજ્યમાં તમામ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે મોટો આદેશ આપ્યો છે. હવે સરકારે તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ તમામ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. જે અંતગર્ત તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે.
ADVERTISEMENT
મહેતા હોસ્પિટલ વિવાદમાં આવી
ઉનામાં આવેલી મહેતા હોસ્પિટલનું કૌભાંડ ઉજાગર થયું હતું. જેમાં દર્દીનો ખોટો ક્લેમ પાસ કરાવીને હજારો રૂપિયા પાસ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત હોસ્પિટલ તંત્ર દ્વારા બીમાર દર્દીનું ઓપરેશન કરી હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી હજારો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. દર્દીની જાણ બહાર ખોટા બિલો મુકીને 39 હજાર રૂપિયા ઉપડી લેવામાં આવ્યા હતા. જેમાં એક પછી એક દર્દીની બે આંગળીનું ઓપરેશન કર્યું હતું. જેમાં દર્દી પાસે હેલ્થ ઈન્સ્યોરન્સના ફોર્મમાં સહી કરાવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં બીજા ઓપરેશનનો 19 હજારનો ક્લેમ પાસ થતા કૌભાંડ ખુલ્યું હતું.
પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર
સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 25 નવેમ્બરના રોજ શારિરિક પરીક્ષા યોજાવાની હતી, ત્યારે હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારને વધારાનો સમય વધારો મળ્યો હતો. હાલ આ પરીક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાયો છે.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ
ગુજરાતના લોકોએ ગત દિવસોમાં હવામાનમાં થોડો ફેરફાર અનુભવ્યો છે. કારણ કે નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં, બુધવારે રાત્રે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. દિવસનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું હતું. જેના કારણે પહેલીવાર ગુજરાતના લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે.
રાજ્યની 79 નગરપાલિકાઓ નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જે સિમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખેનીય છે કે, રાજ્યની 79 નગરપાલિકાઓ બેઠકની ફાળવણી કરવામાં આવી છે.રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર થયું છે.
બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપીને સાથે રાખી ઘટનાના રિકન્સ્ટ્રકશન કરાયું
અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી વિરેન્દ્રસિંહ પઢેરીયાની સાથે કારમાં અન્ય એક વ્યક્તિ પણ હાજર હોવાનું ખુલ્યું છે. કારમાં અન્ય એક પોલીસ કર્મચારી દિનેશ પણ હોવાનું સામે આવ્યું છે. કારમાં ડ્રાઇવર તરીકે રહેલા દિનેશે વિરેન્દ્રસિંહને ભાગવામાં મદદ કરી હતી. ત્યારે ઘટનાસ્થળે હત્યારા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને સાથે રાખીને રિકન્સ્ટ્રકશન કરાયું છે.હત્યારા પોલીસકર્મીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ આજે હત્યારા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઘટનાસ્થળે લાવી હતી. જે સ્થળે MICAના વિદ્યાર્થીની હત્યા થઇ તે સ્થળે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હત્યારા પોલીસ કોન્સ્ટેબલ હત્યા કર્યા બાદ કઇ રીતે અને કયા માર્ગથી પંજાબ ભાગ્યો હતો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ટ્રમ્પની કેબિનેટ બેઠકમાં હિન્દુ નેતાની એન્ટ્રી
અમેરિકામાં ચૂંટણી જીત્યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણી મોટી નિમણૂકો કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં હવે એક હિન્દુ નેતાનો પણ પ્રવેશ થયો છે. ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ (DNI)ના નવા નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. નોંધનિય છે કે, પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ઉપરાંત વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.
— Donald J. Trump (@realDonaldTrump) November 13, 2024
બોમ્બે હાઈકોર્ટે પિતાની સંપત્તિમાં પુત્રીઓના હક મુદ્દે ચુકાદો
પિતાની સંપત્તિમાં દીકરીઓનો હિસ્સો ખરો કે નહીં? આ વાતે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એવું કહ્યું કે 1956ના હિંદુ વારસા કાયદા પહેલા જો પિતાનું મોત થયું હોય તો દીકરીઓનો પિતાની સંપત્તિ પર કોઈ હક નથી. જસ્ટિસ એએસ ચંદુરકર અને જિતેન્દ્ર જૈનની ખંડપીઠે 2007થી પેન્ડિંગ એક કેસ પર ચુકાદો આપ્યો હતો આ કેસમાં શખ્સનું મોત 1956ના કાયદો લાગુ થતાં પહેલા થયુ હતું તેથી શખ્સની સંપત્તિના મોત સમયે લાગુ કાયદા પ્રમાણે કરાઈ હતી અને તે સમયે દીકરીઓને સંપત્તિમાં ભાગ અપાયો નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.