બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / પવનની દિશા બદલાતા આરોગ્યની દશા બગડશે, મોદી-ટ્રમ્પે દુનિયાને ચોંકાવી, જુઓ 8 મોટા સમાચાર

8 PM News / પવનની દિશા બદલાતા આરોગ્યની દશા બગડશે, મોદી-ટ્રમ્પે દુનિયાને ચોંકાવી, જુઓ 8 મોટા સમાચાર

Last Updated: 09:54 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત, અમેરિકાએ ગેરકાયદેસર રહેતા 19 ગુજરાતીઓ પરત મોકલ્યા, વાંચો આજના મોટા સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત

Gujarat Local Election 2025 : ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટૂ ડોર મતદાન માટે અપીલ કરી શકશે. નોંધનીય છે કે, રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, ૩ તાલુકા પંચાયત અને એક મહાપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. નોંધનીય છે કે, મતદાનના દિવસે શ્રમયોગી-કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે.

રાપર નગરપાલિકાની ચૂંટણી દરમ્યાન રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ

રાપર નગર પાલિકાની ચૂંટણી રવિવારે યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે જ રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે ભાજપનાં કાર્યકર્ત રૂપિયા મતદારોને વહેંચીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાપરનાં વોર્ડ નં. 1 નાં રતનપરા વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમજ વીડિયોમાં રૂપિય વહેંચી અને ભાજપને મત આપવાનું ભાજપનાં કાર્યકર કહી રહ્યા છે. આ વીડિયો બાબતે વીટીવી કોઈ પુષ્ટી કરતું નથી.

આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે

થોડા દિવસોથી હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થઇ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હવે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. જેમાં થોડા દિવસોમાં ગરમી વધશે. ત્યારે ગરમી અને ઠંડીના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

આવતીકાલે 19 ગુજરાતીઓ અમેરિકાથી ગુજરાત આવશે

119 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા ડિપોટ કરવા તૈયારી કરી ચૂક્યું છે. ત્યારે આ 119 ભારતીયો કુલ 2 ફ્લાઇટમાં ભારત આવશે. આ પહેલા એક ફ્લાઇટ આવી ચૂકી છે ત્યારે આવતીકાલે 15 અને 16 તારીખે વધુ 2 ફ્લાઇટ્સ આવશે. આમ 3 જી ફ્લાઇટ 16 ફેબ્રુઆરી એ આવશે. આ 119 ભારતીયોમાં 19 ગુજરાતીઓનો સમાવેશ થાય છે જે લોકો અમૃતસર એરપોર્ટ ઉતરશે.

વાયરલ ઈન્ફેક્શનનાં કેસમાં વધારો

ધીરે ધીરે રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારે ઠંડી અને બપોર બાદ શહેરીજનો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી એકાએક બપોર બાદ ગરમીનાં પ્રમાણમાં વધારો થતા શહેરીજનો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેમજ ગરમી વધતા રોગચાળાનાં કેસમાં પણ વધારો થયો છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનનાં 103 દર્દીઓ દાખલ થયા છે. તેમજ સિવિલ હોસ્પિલટનાં આરએમઓ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચન પણ કર્યું છે.

શેર બજારમાં સપ્તાહનાં છેલ્લા દિવસે 203 પોઈન્ટનો ઘટાડો

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 75,935.96 પર બંધ થયો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.50 ટકાના ઘટાડા સાથે 22,916.00 પર બંધ થયો.

અમદાવાદ મહાનગરપાલિકાનું 15 હજાર 502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે જણાવીએ કે, મહાપાલિકા કમિશનરે 14 હજાર 1 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું હતું. 0ફ્ટ બજેટમાં 1 હજાર 501 કરોડનો વધારો કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી

IPAનું આયોજન કરનાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી IPL 2025 ના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, ક્રિકબઝના એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓ સાથે મુખ્ય મેચોની તારીખો શેર કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 18મી આવૃત્તિ 22 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થશે. IPL 2025 ની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ