બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં વધુ એક પરિવારનો આપઘાત, અખિલેશ યાદવના ટ્વિટથી રાજકારણ ગરમાયું, જુઓ મોટા સમાચાર
Last Updated: 08:02 PM, 13 April 2025
PM મોદીએ રાજકોટના પરિવારને પત્ર દ્વારા આપ્યો જવાબ, જુઓ શું લખ્યું
ADVERTISEMENT
રાજકોટમાં દિવ્યાંગ દંપતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. પરિવારે લખેલા પત્રનો પ્રધાનમંત્રીએ જવાબ આપીને શુભેચ્છા આપી છે. શહેરના મવડી વિસ્તારમાં વિપુલ પિત્રોડા અને તેમના પત્ની દિવ્યાંગ છે. વિપુલ પિત્રોડાને બે બાળકો છે. જેમાંથી એક બાળકીને કેન્સરની ગાંઠ હતી. જેની સારવાર માટે 10 લાખનો ખર્ચ હતો અને રાજકોટમાં શક્ય નહોતું, માટે દંપતી પોતાની બાળકીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ દીકરીની સારવાર કરાવી હતી. બાળકીનું મફતમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે ઓપરેશન સફળ રહેતા પિતા વિપુલ પિત્રોડાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અને આ યોજના બદલ આભાર માન્યો હતો. જેના પ્રત્યોત્તરમાં પીએમ મોદીએ પણ પત્ર લખીને તેમને અને તેમની દીકરીને સારા ભવિષ્ય અને આરોગ્યની શુભકામના આપી છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નગરપાલિકાઓને નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નગર સેવાસદનમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને વધુ સરળતા અને સુવિધા મળે તેવો જનસુખાકારીનો અભિગમ મુખ્યમંત્રીએ આ નિર્ણયમાં રાખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથો-સાથ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.
શું ગુજરાત મોડલ નિષ્ફળ છે? અખિલેશ યાદવના શિક્ષણ બોર્ડ અંગેના ટ્વીટથી ખળભળાટ
ગુજરાત શિક્ષણ વ્યવસ્થા પર સપા સુપ્રિમો અખિલેશ યાદવે કર્યા પ્રહાર કર્યા હતા. બે વર્ષ જુનુ બોર્ડનુ રિઝલ્ટ પોસ્ટ કરી શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે એક ખાનગી ચેનલની પોસ્ટ વાયરલ કરી હતી. ભાજપનું ગુજરાત મોડેલ જ નિષ્ફળ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતની 157 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી 10માં ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરી શક્યો નથી. આ ટ્વીટર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ મુદ્દો વધુ ગરમાતા ગુજરાત કોંગ્રેસ નેતાએ પણ સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ નેતા ડો મનીષ દોશીએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું. ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું છે. સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટ છે. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે.
સાબરકાંઠામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત અને 3 બાળકો સારવાર હેઠળ
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ. અહીં એક જ પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી..આ તમામ લોકોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડાયા હતા , જો કે સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થયું. 2 દિકરા અને 1 દિકરીની હાલત ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ છે. આ પરિવારે આર્થિક સંક્રમણને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાને લઈ સગર સમાજ પરિવારના સભ્યોની વ્હારે આવ્યો છે. સમાજે સોશિયલ મીડિયાની મદદથી દાન એકઠું કરવા પહેલ કરી છે.
ગુજરાતમાં રોડ અકસ્માતની બે ઘટના, બે મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
બનાસકાંઠાના ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના ઘટી હતી.. મોપેડચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.. જેમાં મોપેડચાલક જોશનાબેન રાવળનું મોત થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી, જેને સારવાર અર્થે ખસેડાયો હતો. અન્ય એક અકસ્માત પાટણમાં સામે આવ્યો. પાટણના ચાણસ્મામાં કારોડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઇ હતી.. અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળ પર મોત થયુ હતું. જ્યારે અન્ય એક બાળકીને ઇજા પહોંચી હતી. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.
પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી કે ઘટી? છેલ્લા 5 વર્ષના આંકડા જાહેર, રિપોર્ટ ચોંકાવનારો
મુસ્લિમ દેશ પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી ઘણી ઓછી છે. સ્વતંત્રતા પછી, પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ હવે આમાં થોડો સુધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વર્ષ 2017 માં 3.5 મિલિયનથી વધીને વર્ષ 2023 માં 3.8 મિલિયન થઈ ગઈ છે. ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી જૂથ બની ગયા છે. આ આંકડા વર્ષ 2024ની વસ્તી ગણતરીમાંથી લેવામાં આવ્યા છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) એ ગુરુવાર, 10 એપ્રિલ, 2025 ના રોજ સાતમી વસ્તી અને ગૃહ વસ્તી ગણતરી 2023 ના પરિણામો જાહેર કર્યા. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ 'ડોન' અનુસાર, વર્ષ 2023 માં દેશની કુલ વસ્તી 240,458,089 હતી. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં મુસ્લિમોનો હિસ્સો 2017 માં 96.47 ટકાથી ઘટીને 2023 માં 96.35 ટકા થઈ ગયો છે.
આંધ્રમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 ના મોત ફેક્ટરીનો કાટમાળ અડધો કિલોમીટર દુર પડ્યો
આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. જેમાં 8 કામદારોના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. વિસ્ફોટથી ફેક્ટરી સંપૂર્ણપણે નાશ પામી છે. મુખ્યમંત્રીએ રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે અને ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે આદેશ આપ્યા છે. આંધ્રપ્રદેશના અંકાપલ્લે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી. બપોરે અચાનક ફેક્ટરીની અંદર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટોમાં 8 કામદારોના મોત થયા હતા. આ ઘટના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુટલામાં બની હતી. માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મુશ્કેલી બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં, સીએમ ચંદ્રા બાબુ નાયડુએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક સાથે વાત કરી અને તેમને રાહત કાર્ય ઝડપી બનાવવા જણાવ્યું હતું.
એક સપ્તાહમાં ક્યાં પહોંચ્યું સોનું?, જાણો 24 કેરેટ ગોલ્ડ કેટલું મોંઘુ
સોનાના ભાવ દરરોજ નવા શિખરો પર પહોંચી રહ્યા છે, જૂના રેકોર્ડ તોડી રહ્યા છે. ગયા અઠવાડિયે ટ્રમ્પ ટેરિફને કારણે ટ્રેડ વોરની શરૂઆતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 93,000 રૂપિયાને પાર કરી ગયો હતો.
સોનાના ભાવ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી અને તે સતત નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ફેરફાર થયો છે અને તે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) થી સ્થાનિક બજાર સુધી એક નવા સ્તરે પહોંચી ગયો છે. પહેલી વાર સોનાનો ભાવ 93,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. ટ્રમ્પ ટેરિફના કારણે શરૂ થયેલા વેપાર યુદ્ધ વચ્ચે સોનું દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ચાલો જાણીએ કે છેલ્લા એક અઠવાડિયામાં તેની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.