બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / વિશ્વ / ગુજરાતમાં સૌથી મોટો ખ્યાતિકાંડ, આરોગ્ય મંત્રીએ પ્રવાસ ટૂંકાવ્યો, ઠંડી સાથે માવઠાની આગાહીએ ભારે કરી
Last Updated: 08:15 PM, 12 November 2024
ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોએ ગુમાવ્યા જીવ
ADVERTISEMENT
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા છે. તો અન્ય 5 ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા છે.
ADVERTISEMENT
ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા
હત્યારી ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કાળી કરતુતોના કારણે 2 લોકોનાં મોત અને 17 લોકો કાયમી હ્રદયના દર્દી બની ગયા છે. જેને લઇને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો બીજી બાજુ સમગ્ર ઘટનાને લઇ વિપક્ષે તબીબી વ્યવસ્થા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્ત મનીષ દોશી, વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાાવડા અને સાંસદ ગેનીબેન ઠાકારે સરકાર પર આકરા પ્રહારો કર્યા
આરોગ્ય મંત્રીની આવતીકાલે સમીક્ષા બેઠક
હોસ્પિટલ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે અને મહારાષ્ટ્ર પ્રચારમાં ગયેલા આરોગ્ય મંત્રીએ બુધવારે સવારે સમીક્ષા બેઠક યોજશે. સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગની સમગ્ર કાર્યવાહીની સમીક્ષા કરશે. જેમાં હોસ્પિટલ તંત્ર સામે કયા કયા પગલાં લઇ શકાય તે અંગે ચર્ચા થશે
મનપા અને નપાને 253.94 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ
મણિપુરમાં ગત વર્ષે 3 મેના રોજ શરૂ થયેલ હિંસાનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાતો નથી. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં હિંસાની 8 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટના 11 નવેમ્બરે બની, જ્યારે સશસ્ત્ર કુકી આતંકવાદીઓએ જિરીબામ જિલ્લામાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે આવેલા જકુરાડોર કરોંગ માર્કેટમાં અને તેની આસપાસની ઘણી દુકાનો અને મકાનોને પણ આગ લગાવી દીધી. CRPFની જવાબી કાર્યવાહીમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આ અથડામણ દરમિયાન સીઆરપીએફના બે જવાન પણ ઘાયલ થયા અને તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ક્યાંક ઠંડી થથરાવશે તો ક્યાંક માવઠું ત્રાટકશે
દિલ્હી એનસીઆર સહિત દેશના મોટાભાગના ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. જો કે, સવાર અને સાંજે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર પછી શિયાળાનું આગમન થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં ગરમીના મામલે 73 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જયારે નવેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
ઉત્તરાખંડના દહેરાદૂનમાં ગમખ્વાર અકસ્માત
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં છ લોકોના મોત થઈ ગયા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક યુવકની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.
ચીનના ઝુહાઈ શહેરમાં બેકાબુ કારચાલકે સર્જયો હાહાકાર
ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં સોમવારની સાંજે એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર એક કાર લોકોના જૂથ પર ઘુસી ગઈ હતી, જેમાં 35 લોકોના મોત થયા હતા અને 43 અન્ય ઘાયલ થયા હતા. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ચીનના ઝુહાઈ શહેરમાં કારની ટક્કરમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે શક્ય તમામ પ્રયાસો કરવાનું વચન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.