બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદમાં HMP વાયરસની રફ્તાર તેજ!, ભર શિયાળે વરસાદની આગાહી, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:05 PM, 11 January 2025
ADVERTISEMENT
અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો
અમદાવાદમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો છે.. કચ્છના 59 વર્ષીય વૃદ્ધને HMPV પોઝીટીવ આવ્યો છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે આ વૃદ્ધની સારવાર ચાલી રહી છે. આ સાથે અમદાવાદમાં HMPV વાયરસના પોઝિટિવના કેસોનો આંકડો 4 પર પહોંચ્યો છે.
ADVERTISEMENT
વરસાદની આગાહી
રાજ્યમાં ભર શિયાળે મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયો છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલનો તાપમાનનો વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આધારીત છે. મોટાભાગના જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધ્યું છે. પરંતુ આગામી 5 દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય જ્યારે લઘુતમ તાપમાનમાં થોડો ઘટાડો આવી શકે છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો થયો પ્રારંભ
અમદાવાદમાં તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025' યોજાનાર છે. ત્યારે આજે તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે.
ચેરીટીતંત્ર કચેરીના હુકમોની નકલ અંગે સરકારનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે. વધુ વિગતો આપતા કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે.
અરિજિત સિંહની કોન્સર્ટને લઈ મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો
શનિવારનાં રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા અરિજિત સિંગ કોન્સર્ટનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પેરેશન દ્વારા ગિફ્ટી સિટીથી મેટ્રો સ્ટેશન તરફ પરત ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્રી તા. 12 તારીખ એટલે કે શનિવાર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રેનો ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ માટે વધારાની ટ્રેનોનો સમય નીચે મુજબ છે. રાત્રે ૮.૩૦ કલાકે, રાત્રે ૯.૩૦ કલાકે, રાત્રે ૧૦.૩૦ કલાકે, રાત્રે ૧૧.૩૦ કલાકે. મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા ૮૦૦ થી ૮૫૦ મુસાફરોની છે.તેમજ તેથી એક મેટ્રો ટ્રેન મહત્તમ ક્ષમતા સાથે ભરાઈ જાય પછી આગળની બીજી ટ્રેન ઉપર દર્શાવેલ નિર્ધારિત સમય મુજબ જ આપની સેવામાં ઉપલબ્ધ થશે.
યુપીમાં રેલવે સ્ટેશનનો બીમ ધડાકાભેર તૂટી પડતાં મજૂરો દટાયાં
યુપીના કન્નોજ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બિલ્ડિંગનો બીમ તૂટી પડતાં ઘણા લોકો દટાયાં હતા, દુર્ઘટના બાદ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરાયું જેમાં 6થી વધુ લોકોને બહાર કઢાયાં હતા. કન્નૌજ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ. અહીં સ્ટેશનના બે માળ પર નિર્માણાધીન ટેન્કર અચાનક તૂટી પડ્યું હતું. કાટમાળમાંથી છ મજૂરોને બચાવી લેવાયા છે. બીમ નીચે ઘણા લોકો દટાયાં હતા જેને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલાની માહિતી મળ્યા બાદ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેલવે સ્ટેશન પર ચાલી રહેલા બ્યુટિફિકેશનના કામ દરમિયાન આ અકસ્માત થયો હતો. એક મોટું બીમ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેની નીચે કામ કરતાં મજૂરો દટાયાં હતા.
Uttar Pradesh: A accident occurred at Kannauj railway station when an under-construction lintel collapsed. Six people have been rescued from the debris. The police have reached the site. The accident happened while beautification work was being carried out at the station, and the… pic.twitter.com/MX7FVi6uhU
— IANS (@ians_india) January 11, 2025
મહાવિકાસ અઘાડીમાં માથાકૂટ!
શિવસેનાના (UBT) નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા જ લડશે. તેમણે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને એકલા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. પત્રકારો સાથે વાત કરતા શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું કે 'ઇન્ડિયા બ્લોક' અને 'મહા વિકાસ અઘાડી' ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે છે. સંજય રાઉતે કહ્યું, 'ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી, અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. અમે અમારી તાકાતના જોરે મુંબઈ, થાણે, નાગપુર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ અને પંચાયતોની ચૂંટણી લડીશું. અમે આ ચૂંટણીમાં અમારા કાર્યકરોને તક આપીશું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં MVAની કારમી હાર પર દોષારોપણ કરવા માટે કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સર્વસંમતિ અને સમાધાનમાં માનતા નથી તેમને ગઠબંધનમાં રહેવાનું કોઈ કારણ નથી.'
અભિનેતા ટીકૂ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક
પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એકટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ અભિનેતાની તબિયત સારી ન હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે, પરંતુ તબીબો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT