બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર, ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર, જુઓ 8 મોટા સમાચાર
Last Updated: 08:00 PM, 10 December 2024
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તૈયારી
આવતા વર્ષે 2025 માં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ 13 ફેબ્રુઆરી આસપાસ બજેટ સત્રની શરૂઆત થશે. વિધાનસભાનું બજેટ સત્ર 23 માર્ચ પહેલા સત્ર પૂર્ણ પણ થઇ જનાર છે. ત્યારે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ નાણામંત્રી કનુભાઈ બજેટ રજૂ કરશે.
ADVERTISEMENT
ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 14 માર્ચે સરકારે ધુળેટીની રજા જાહેર કરી હોવાથી તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં માર્ચની 13 અને 14 તારીખના રોજ પેપર લેવામાં આવશે નહીં.
સુરતમાં નરાધમે ત્રણ કિશોરીની કરી છેડતી
સુરતના અંજના વિસ્તારની અમન સોસાયટીમાં કિશોરીની છેડતીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં નરાધમે એક બાદ એક 3 કિશોરીને હેરાન કરી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. પોલીસના જણાવ્યા મુજબ સીસીટીવીની ફૂટેજમાં આરોપી 3 કિશોરીઓને હેરાન કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આરોપીના સ્કેચ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
ભાજપના વધુ એક કાર્યકરે હાથમાં રિવોલ્વર રાખી ડાન્સર સાથે લગાવ્યા ઠુમકા
સુરતમાં ભાજપ નેતાનો રિવોલ્વર સાથે ડાન્સની વીડિયો વાયરલ થયો છે. જેમાં ડીંડોલીના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાર્યકરના હાથમાં રિવોલ્વર છે જેને લઇને ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા જોવા મળ્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થતું નથી.
અમદાવાદની હોટલમાં ગ્રાહકને થયો કડવો અનુભવ
અમદાવાદનાં ગોતામાં આવેલ બોક્સપાર્ક હોટેલમાં એક ગ્રાહકને કડવો અનુભવ થવા પામ્યો હતો. જેમાં ગ્રાહક દ્વારા બોક્સપાર્કમાં જમવાનું ભોજન મંગાવ્યું હતું. જે ભોજન ગ્રાહક દ્વારા આરોગતા તેમાંથી તમે માની નહી શકો તેવી જીવલેણ વસ્તુ નીકળી હતી. જે જોઈ ગ્રાહક પોતે પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે મંગાવેલ ભોજનમાંથી કાચ નીકળતા ગ્રાહકે આ બાબતને ગંભીરતાથી લઈ બોક્સપાર્કનાં માલિકને રજૂઆત કરી હતી. જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
ડંપરથી ટક્કરથી આખી ઈકો ભાંગીને ભુક્કો, 7 લોકોના દર્દનાક મોત
યુપીમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. હાથરસમાં ડમ્પરે ટાટા મેજિકને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં 7 લોકોના દર્દનાક મોત થયાં હતા જેમાં ઘણા બાળકો પણ મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયાં હતા. આ પહેલા પણ યુપીમાં એક્સિડન્ટમાં 3 લોકોના મોત થયાં હતા.
ટ્રમ્પની ટીમમાં ભારતીય મૂળની મહિલાને મળી મોટી જવાબદારી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે. હવે ટ્રમ્પની ટીમમાં નવું નામ ઉમેરાયું છે. ટ્રમ્પે ભારતીય-અમેરિકન હરમીત ધિલ્લોનને ન્યાય વિભાગમાં સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે.
શેરબજારમાં સુસ્તીનો માહોલ
આજે પણ શેરબજારમાં સુસ્તીનો માહોલ જોવા મળતા સપાટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાનમાં ખુલ્યા બાદ લાલ નિશાનમાં સરકી ગયું છે. શરૂઆતની ટ્રેડિંગમાં સેન્સેક્સ 46.40 પોઈન્ટના વધારા સાથે 81,554.86 પોઈન્ટ પર ટ્રોડ કરી રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 19.30 પોઈન્ટના વધારા સાથે 24,635.05 પર ટ્રેડ કરી રહ્યો હતો. એચસીએલ ટેક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી વગેરે જેવા શેરો વધી રહ્યા છે. જો કે, બજાર લીલા અને લાલ નિશાન વચ્ચે ઝઝુમી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.