બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 9 February 2025
મણિપુરના મુખ્યમંત્રીએ અચાનક રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ, અમિત શાહને મળ્યાં બાદ જાહેર
ADVERTISEMENT
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક રાજીનામું આપી દેતાં રાજનીતિમાં તર્ક-વિતર્ક શરુ થયાં હતા. બિરેન સિંહે રાજધાની ઈમ્ફાલમાં રાજભવનમાં જઈને રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને રાજીનામાનો લેટર સોંપ્યો હતો. રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા જણાવ્યું છે. રાજીનામું આપતાં પહેલાં બિરેન સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યાં હતા જે પછી રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યાં હતા.
ADVERTISEMENT
VIDEO : 'બેશરમીની હદ', હાર્યાં બાદ આતિશીનો ડાન્સ જોઈને ભડક્યાં સ્વાતી માલિવાલ, શેર કર્યો વીડિયો
આપના રાજ્યસભા સાંસદ સ્વાતી માલિવાલે દિલ્હીના પૂર્વ સીએમ આતિશીના ડાન્સનો વીડિયો શેર કર્યો છે જોકે આતિશી કાલબાજી બેઠક પર જીત્યાં છે પરંતુ તેમની આમ આદમી પાર્ટી દિલ્હી ચૂ્ંટણીમાં બહુ ખરાબ રીતે હાર ગઈ છે અને 70માંથી માત્ર 22 બેઠકો મળી છે.સ્વાતી માલિવાલે વીડિયો શેર કરતાં એવું કહ્યું કે બેશરમીની હદ છે, પાર્ટી હારી ગઈ, મોટા મોટા નેતાઓ હારી ગયા અને આતિશી આવી રીતે જશ્ન મનાવી રહી છે.માલિવાલે શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાલકાજી બેઠક જીત્યાં બાદ આતિશી પાર્ટી નેતાઓ જોડે ડાન્સ કરી રહ્યાં છે.
દિલ્હીમાં નવા મુખ્યમંત્રી આ તારીખે લેશે શપથ, સામે આવ્યો ભાજપનો માસ્ટર પ્લાન
દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરાને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં દિલ્હીમાં ભાજપનો 27 વર્ષ બાદ ભાજપે પ્રચંડ જીત મેળવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી છે અને બમ્પર બહુમતી મેળવી છે. 11 વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે રહેશે. 27 વર્ષના લાંબા ગાળા પછી ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી ઇચ્છે છે કે, નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે. તેથી શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી યોજાય તેવી શક્યતા છે.
20 કિલોમીટર સુધી ચક્કાજામ, પ્રયાગરાજમાં પગ મૂકવાની જગ્યા નહીં, મહાકુંભમાં ફરી મૌની અમાસ જેવા દ્રશ્યો
મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરની આસપાસ અનેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. શહેરના તમામ રસ્તાઓ પર લોકો ભૂખ્યા અને તરસ્યા ફસાયેલા છે. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી ઓછી ભીડ હોવાના અહેવાલ હતા, જ્યારે અખાડાઓના સાધુઓ અને સંતો પણ જઈ રહ્યા હતા.જો કે હવે ફરી એકવાર લાખો ભક્તો મહાકુંભમાં પહોંચ્યા. પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે.
ઉત્તર ભારતમાંથી ઠંડી ગાયબ, પણ 7 રાજ્યોમાં વરસાદી કમઠાણના એંધાણ, IMDની ચેતવણી
સિક્કિમમાં 9-11 ફેબ્રુઆરી દરમિયાન ,ઉત્તર-પૂર્વ આસામમાં 10-14 ફેબ્રુઆરી દરમિયાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 10-12 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ વરસી શકે છે.ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ખૂબ જ ગરમી પડી રહી છે અને તાપમાન સતત વધી રહ્યું છે. ઠંડી હવે ગાયબ થઈ રહી છે. દરમિયાન આગામી દિવસોમાં અરુણાચલ પ્રદેશ, આસામ સહિત ઉત્તર-પૂર્વ ભારતના ઓછામાં ઓછા સાત રાજ્યોમાં વરસાદ વરસવાની આગાહી છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં વરસાદ પડશે. છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, જ્યારે હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે સિક્કિમ, મેઘાલય, દક્ષિણ આંતરિક ઓડિશામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે.
બનાસકાંઠા વિભાજનના વિરોધ વચ્ચે શંકર ચૌધરીનું નિવેદન, રાહને તાલુકો બનાવવાના આપ્યા સંકેત
બનાસકાંઠાના વિભાજનના મુદ્દે વિધાનસભા અધ્યક્ષનું નિવેદન આપ્યું છે. થરાદના રાહ ગામને રાહ તાલુકો બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે. થરાદના કીયાલ ગામના એક પ્રસંગે સંબોધન કર્યું હતું. નવા જિલ્લાના નિર્માણના વિરોધ વચ્ચે શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે. રાહ તાલુકો બનશે તો થરાદના છેવાડાનાં લોકોને ફાયદો થશે.બનાસકાંઠા વિભાજન પર પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ રજૂઆત કરી છે. સાંસદે આ મુદ્દે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સાથે બનાસ ડેરી, બનાસ બેંક, જિલ્લા સહકારી સંસ્થાઓનું પણ વિભાજન થવું જોઈએ. સરકારને અનુકૂળ હોય તો કાંકરેજને થરાદને બદલે પાટણમાં સમાવવા માગ કરી છે.
જામનગરની દેવ સોલ્ટ ફેક્ટરીમાં IT વિભાગના દરોડા, ઈન્કમટેક્સના 100 અધિકારીઓ દ્વારા સર્ચ
જામનગરની દેવ સોલ્ટ ફેક્ટરીમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મીઠાનાં વેપારીને ત્યાં રાજ્યવ્યાપી તપાસ ચાલી રહી છે. માળીયા-કચ્છ હાઈવે સ્થિત કંપનીમાં પણ દરોડા પડ્યા હતા. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ, ગાંધીધામમાં આવેલી પેઢી ઉપર પણ દરોડા પડ્યા હતા. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા 25 ટીમ અને 100 જેટલા અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીનાં સંચાલક હિતેન્દ્ર ઝાલા અને ડી.એસ.ઝાલાને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કંપનીનાં સંચાલકોને ત્યાંથી મોટી માત્રામાં રોકડા અને દાગીના મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
રોહિત શર્મા ફરી રંગમાં, કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ક્રિસ ગેલને પછાડીને કર્યો આ રેકોર્ડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીની બીજી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે ભારતીય ટીમ અને ચાહકો માટે સારા સમાચાર છે. રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે અને તેણે તોફાની અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે માત્ર 30 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. આ રોહિતની વનડે ક્રિકેટમાં 48મી અડધી સદી છે. 9 ઓવર પછી ભારતનો સ્કોર 74/0 છે. રોહિત (૫૨ રન) અને ગિલ (૨૦ રન) શાનદાર બેટિંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.