બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:11 PM, 8 January 2025
ADVERTISEMENT
ગુજરાતમાં HMP વાયરસનો બીજો કેસ
હાલમાં ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાઈરસ(HMPV)ના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આ વાયરસે દસ્તક દીધી છે. થોડા દિવસ અગાઉ HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે આ વાયરસએ સાબરકાંઠાને પણ ચપેટમાં લીધો હોય તેવું લાગી રહ્યું છે. હિંમતનગરમાં HMPVનો કેસ નોંધાયો છે. HMP વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. ખાનગી હોસ્પિટલમાં 8 વર્ષના બાળકને HMP પોઝિટીવ આવ્યું છે. પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ બાળકનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે. ત્યારે બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતીઓ કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા
ઠંડીને લઈ ફરી એકવાર સણસણતી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના અધિકારી ડો એ કે દાસે કહ્યું કે, રાજ્યમાં સિઝનનું સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે, જેમાં નલિયામાં સિઝનનું સૌથી ઓછુ 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હજુ પણ 24 કલાક તાપમાન યથાવત રહેતા ઠંડીનો માહોલ રહેશે. ગુજરાત રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 24 કલાક તાપમાન યથાવત રહેતા ઠંડીનો માહોલ રહેશે. આ સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી, ઉત્તર ગુજરાતના ડીસા ખાતે 8.8 ડિગ્રી જેટલો તાપમાનનો પારો ગગડ્યો હતો.
કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ સરકારનો નિર્ણય
Collector office : રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. વિગતો મુજબ આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. આ સાથે અમુક શરતો સાથે આ જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે.
ગુજરાતમાં બે અકસ્માતમાં આજે 4 લોકોના મોત
અંકલેશ્વરના બાકરોલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, મુંબઇ જતાં એક પરિવારની કારે કાબૂ ઘૂમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ જ સમયે, ધંધુકાના લોલિયા ગામના નજીક બીજો પણ અકસ્માત બન્યો, જ્યાં એક કારએ રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કરમાં રિક્ષાચાલકનું મૃત્યુ થયું હતું. મૃતક રિક્ષાચાલક બોટાદના ઝમરાળા ગામનો વતની હતો. આ ઘટના બાદ, કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. કોઠા પોલીસે તેને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
આસામ ખાણ દુર્ઘટના
આસામનાં દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસો ખાતે 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં કામદારો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ખાણમાં પાણી ભરાઈ ગયું હતું. નવીનતમ માહિતી અનુસાર, ઉમરાંગસો વિસ્તારમાં 3 કિલો કોલસાની ખાણમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. આસામના સીએમએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમજ 8 કામદારો ફસાયેલા છે. હવે એરફોર્સના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ બચાવકાર્યમાં જોડાયા છે. મંગળવારે રાત્રે કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. સવારે ફરી બચાવકાર્ય શરૂ થઈ ગયું છે. NDRF અને SDRFની ટીમો પણ મદદ કરી રહી છે. ભારતીય સેના અને આસામ રાઇફલ્સના ડાઇવર્સ અને મેડિકલ ટીમો સાથે એન્જિનિયર્સ ટાસ્ક ફોર્સ પણ હાજર છે.
ISROને મળશે નવા ચીફ
મંગળવારે મોડી રાત્રે, વી નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 14 જાન્યુઆરીએ તેઓ ઈસરોના વર્તમાન વડા એસ. સોમનાથનું સ્થાન લેશે. નારાયણન, એક પ્રખ્યાત ISRO વૈજ્ઞાનિક, હાલમાં કેરળના વાલિયામાલામાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) ના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ભારતીય અવકાશ કાર્યક્રમમાં લગભગ ચાર દાયકાના અનુભવ સાથે, નારાયણને ISROમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી છે. કર્મચારીગણ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગના અધિકૃત આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કેબિનેટની નિમણૂક સમિતિએ બે વર્ષના સમયગાળા માટે અવકાશ વિભાગના મહાનિર્દેશકના પદની નિમણૂક કરી છે.
કરદાતાઓ માટે સારા સમાચાર!
નાણામંત્રી નિર્મલા સિતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું આગામી બજેટ રજૂ કરી શકે છે. દરમિયાન, એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર આ બજેટ (કેન્દ્રીય બજેટ 2025)માં સામાન્ય લોકો માટે મોટી છૂટછાટની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય બજેટ 2025માં 15 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને ટેકસમાં છૂટનો લાભ મળી શકે છે. કરમુક્તિની જાહેરાતથી નિકાલજોગ આવકમાં વધારો થવાની ધારણા છે, જે વપરાશમાં વધારો કરશે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર નાણાકીય વર્ષ 2020-21માં રજૂ કરવામાં આવેલી નવી આવકવેરા પ્રણાલીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે, જેણે તેના સરળ માળખાને કારણે 70 ટકાથી વધુ કરદાતાઓને આકર્ષ્યા છે.
મંદીમાંથી શેરબજારની શાનદાર રિકવરી
સેન્સેક્સ ક્લોઝિંગ બેલ: મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે નબળા શરૂઆત પછી ફ્લેટ બંધ થયા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 50.62 (0.06%) પોઈન્ટ ઘટીને 78,148.49 પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 18.96 (0.08%) પોઈન્ટના ઘટાડા સાથે 23,688.95 પર પહોંચ્યો હતો. બુધવારનો દિવસ સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવનો દિવસ હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નબળા શરૂઆત પછી ફ્લેટ બંધ થયા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 50.62 (0.06%) પોઈન્ટ ઘટીને 78,148.49 પર પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 18.96 (0.08%) પોઈન્ટના ઘટાડા સાથે 23,688.95 પર પહોંચ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT