બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર

8 PM News / રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર

Last Updated: 08:01 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી, તો ભાજપે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે

આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ

Weather Update : શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને ત્યારબાદ તાપમાન સ્થિર રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ-ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી આસપાસ રહેશે. આ તરફ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફની રહેતા તાપમાનમાં ફેરફાર જોવા મળશે. મહત્વનું છે કે, હાલ અમદાવાદ-ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું.

Weather_Update_WunOOXR

પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ મહારાષ્ટ્રની મોટી જવાબદારી

Vijay rupani: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જવાબદારી આપી છે. ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ભાજપે આજે (2 ડિસેમ્બર) મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ સાથે અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ મોટી જવાબદારી આપી છે. ભાજપે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. વિજય રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. હવે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરશે. મહારાષ્ટ્રના સીએમની હજુ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી મુખ્યમંત્રી ભાજપના જ હશે

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ તેજ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલે હાલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. જેમાં pmjayના કેટલા કર્મચારીઓની સંડોવણીની શક્યતાને લઈને તપાસ કરવામાં આવશે. ઉપરાંત ખ્યાતિ ઉપરાંત અન્ય હોસ્પિટલમાં પણ સાંઠગાંઠ હોવાને લઈને તપાસ કરવાશે, જેમાં વધારે મહત્વના ખુલાસાઓ થઇ શકે તેવી શક્યતાઓ રહેલી છે. આ ઘટનામાં ક્રાઈમબ્રાંચને Pmjay સાથે સંકઠાયેલા એજન્ટની કડી મળી છે. જેની ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ બાદ મોટા ખુલાસા થઈ શકે તેમ છે. મળતી માહિતી મુજબ પીએમજયને લઇ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ PM-JAY યોજનાની ખામીઓ દૂર કરવામાં આવનાર છે.

ભાજપ મહિલા નેતા દીપિકા પટેલએ આપઘાત કર્યો કે હત્યા ?

સુરતમાં ભાજપ મહિલા મોરચાના નેતાના અપમૃત્યુ કેસમાં ખુલાસો સામે આવ્યો છે. જેમાં દીપિકા પટેલે આપઘાત કર્યાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું હતું. જોકે દીપિકા પટેલે આપઘાત કેમ કર્યો તેનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ પરિવારજનોનો દાવો છે કે દીપિકા માનસિક રીતે મજબૂત હતી, ત્યારે દીપિકાએ કેમ આપઘાત કર્યો તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસથી મળતી માહિતી મુજબ દીપિકાને બ્લેકમેઈલ કે મજબૂર કરાઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે દીપિકાના કોલ ડિટેઈલનો રેકોર્ડ તપાસવાની કામગીરી હાથ ધરી છે.

ભોજન યોજનાને લઇ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Gujarat Government: રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની 32,277 શાળાના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે.

સોમવાર રોકાણકારો માટે શુભ રહ્યો!

સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. છેલ્લા કલાકોમાં, બજારમાં ખરીદી પાછી આવી અને સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. નિફ્ટીએ ઈન્ટ્રાડે 24,300ની સપાટી વટાવી હતી. બેન્ક નિફ્ટી તળિયેથી 350 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ દિવસના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. રિયલ્ટી અને મેટલ શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ 1% થી વધુ વધીને બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચડીએફસી લાઈફ, સિપ્લા, એનટીપીસી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એલએન્ડટી નિફ્ટીના ટોપ લોઝર છે.

stock-market-final_F6q05X8

લોકસભા-રાજ્યસભામાં થશે બંધારણ પર મોટી ચર્ચા

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ખાસ ચર્ચા થવા જઈ રહી છે. તમામ સાંસદોએ તેમાં સંમતિ આપી છે એટલે આવતાં અઠવાડિયે બંધારણ પણ ખાસ ચર્ચા થશે. તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો આ મુદ્દા પર આવતા અઠવાડિયે બંધારણ પર ચર્ચા કરવા સંમત થયા છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે તે સમજૂતી પર સારી રીતે કામ કરે કે આપણે બધા આવતીકાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું.

new-parliament-simple

શિંદે બીમાર, પવાર દિલ્હી, બેઠક પેન્ડિંગ

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ આવ્યાને 10 દિવસ થઈ ગયા છે ત્યારે હજુ સુધી સીએમ પદ માટે કોઈએ શપથ લીધા નથી ત્યારે એ અટકળો વચ્ચે એક સમાચાર એવા પણ આવ્યા હતા કે એકનાથ શિંદે બીમાર છે, તેઓ તેમના ગામડે આરામ કરી રહ્યા છે અને તેમના દીકરા શ્રીકાંત શિંદે ડેપ્યુટી સીએમ બનશે. ત્યારે ચાલો જાણીએ કે આખરે મહારાષ્ટ્રમાં થઈ શું રહ્યું છે. સોમવારે મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળને લઈને મહાયુતિની પ્રસ્તાવિત બેઠક રદ કરવામાં આવી હતી. એકનાથ શિંદેની નાદુરસ્ત તબિયતના કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી છે. હાલમાં તે થાણેમાં છે. દરમિયાન, મહાયુતિના અન્ય ભાગીદાર અજિત પવાર તેમની પાર્ટીના સાંસદ સુનિલ તટકરે સાથે મુંબઈ પહોંચ્યા, જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે.

Ajit-Shinde

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Update 8 News Big News 8 PM 8 News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ