- આ 8 ફૂડ ખાશો તો પેટ પર વધશે ચરબીના થર
- વજન વધવા ન દેવું હોય તો આ ભૂલ ન કરતાં
- રોગિષ્ઠ અને મેદસ્વી બનાવે છે આ ફૂડ્સ
જો શરીર વર્ષોવર્ષ સ્વસ્થ અને પાતળુ રાખવું હોય તો જીભના ચટાકાને ત્યજીને આપણાં ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. પરંતુ આજકાલ લોકોને એવી જ વસ્તુઓ ખાવી ગમે છે જે તેમને રોગિષ્ઠ અને મેદસ્વી બનાવે છે. આપણે રોજ જે ખાઈએ છીએ તેમાં ઘણાં ફૂડ્સ એવા હોય છે જે હાઈ ફેટ અને વધુ કેલરીવાળા હોય છે. જેને સતત ખાતાં રહેવાથી ધીરે-ધીરે ફાંદ બહાર નીકળી જાય છે, સાથે જ વજન પણ વધે છે. તો જો તમારે પેટ પરની ચરબી અને વજન વધવા ન દેવું હોય તો આ ફૂડ્સ બને એટલું ખાવાનું ટાળવું.
આ વસ્તુઓથી દૂર રહેજો
- ચિપ્સ, કુરકુરે અને પેકેટવાળા સ્નેક્સમાં ટ્રાન્સ ફેટ્સ વધુ માત્રામાં હોય છે. જે હેલ્થને નુકસાન કરે છે અને વજન વધારે છે. આજકાલ બાળકોને પડીકા ખાવા ખૂબ ગમતા હોય છે. જેના કારણે બાળકો પણ નાની ઉંમરમાં મેદસ્વી થવા લાગે છે.
- પેસ્ટ્રી અને કેક એવી વસ્તુ છે જેને જોઈને જ મોમાં પાણી આવી જાય. પરંતુ બધાંએ તેને ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. પેસ્ટ્રીમાં ફેટ્સ, શુગર અને કેલરી વધુ હોય છે. જેથી તેને ખાવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધે છે અને તે વજન વધારે છે.
- રેડ મીટમાં બેડ ફેટ્સ અને કેલરી વધુ હોય છે. જે વજન વધારે છે અને તેને ખાવાથી બોડીમાં ફેટ પણ વધે છે અને હાર્ટને પણ નુકસાન થાય છે. તેનાથી બોડીમાં કોલેસ્ટ્રોલ પણ વધે છે.
- કદાચ જ કોઈ એવું હશે જેને આઈસક્રીમ ન ભાવતી હોય. પણ જો તમે તેને મહિનામાં એકાદ વાર ખાઓ તો ચાલે, પણ જો તમે સપ્તાહમાં 2-3વાર આઈસ્ક્રીમ ખાતા હોવ તો ચેતી જજો. આઈસક્રીમમાં શુગર, ફેટ અને કેલરી વધુ પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી વજન વધે છે.
- પિત્ઝાની ટોપિંગ્સમાં જો ચીઝ, બટર, મીટ કે ચિકન હોય તો તેની કેલરી ઈનટેક વધી જાય છે. સાથે જ તેમાં ફેટનું પ્ર્માણ પણ વધારે હોય છે. જેથી આવા ફૂડ્સ ખાવાનું ટાળવું જોઈએ. નહીં તો વજન ઘટશે નહીં.
- ફ્રેન્ચ ફ્રાઈઝમાં બહુ વધારે પ્રમાણમાં સેચુરેટેડ ફેટ, કેલરી અને શુગર હોય છે. જે ટમી ફેટ વધારે છે અને તેનાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.
- બર્ગરમાં રહેલું ચીઝ, મીટ, સોસ, બટરને કારણે તેમાં અનહેલ્ધી ફેટ્સની માત્રા વધી જાય છે. સાથે જ તેમાં કેલરી પણ વધારે હોવાથી તે પેટ પર ચરબી વધારે છે અને પચવામાં પણ ભારે હોય છે.
- કોલ્ડ ડ્રિંક્સમાં શુગર અને કેફીન હોય છે. જે હેલ્થ માટે નુકસાનકારક છે. સાથે જ તે ટમીની ચરબી પણ વધારે છે.