કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સિવાય વધુ એક ખુશખબરી મળી શકે છે. મોંઘવારી ભથ્થુ વધવાથી એક વખત ફરીથી કર્મચારીઓનો પગાર વધી જશે. બીજી તરફ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ પર તાત્કાલિક નિર્ણય આપવાની છે. આશા છે કે 26 જાન્યુઆરી સુધી તેના પર મોટો નિર્ણય થઇ શકે છે.
સૂત્રોનો દાવો, સરકાર ડીએની ચૂકવણી એકસાથે કરી શકે છે
ડીએના એરિયરની ચૂકવણી શક્ય
આ નિર્ણય બાદ કર્મચારીઓને ડીએના એરિયર પર ચૂકવણી કરી શકાય છે. અહીં જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓના રોકાયેલા ડીએની ચૂકવણી અને ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ તેમને અત્યાર સુધી 18 મહિનાની બાકી ડીએ મળ્યું નથી. કર્મચારી લાંબા સમયથી આ પૈસાને આપવાની માંગ કરી રહ્યાં છે. સૂત્રોનું એવુ પણ કહેવુ છે કે સરકાર ડીએની ચૂકવણી એકસાથે કરી શકે છે.
એકસાથે ચૂકવણી કરતા થશે બમ્પર ફાયદો
જો સરકારે ડીએના એરિયરની ચૂકવણી એકસાથે કરી તો કર્મચારીઓને બે લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. લેવલ-1ના કર્મચારીઓનું ડીએ એરિયર 11880 રૂપિયાથી લઇને 37554 રૂપિયા સુધી છે. તો લેવલ-13 અને લેવલ-14ના કર્મચારીઓનું એરિયર 1.44 લાખથી લઇને 2.18 લાખ રૂપિયા સુધીનુ બેઠુ છે.
કેબિનેટ સેક્રેટરી સાથે વાત થવાની શક્યતા
નેશનલ કાઉન્સિલ ઑફ JCM, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને નાણાં મંત્રાલયની વચ્ચે આ અંગે વાતચીત થઇ છે. જો કે, હજી આ અંગે કોઈ યોગ્ય જવાબ આવ્યો નથી. જેસીએમનું કહેવુ છે કે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આશા સેવાઈ રહી છે આ અંગે ટૂંક સમયમાં કેબિનેટ સેક્રેટરી સાથે વાત થઇ શકે છે.