બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:05 PM, 24 November 2022
ADVERTISEMENT
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં આવતાં વર્ષે વધારો થઇ શકે છે. સરકાર આવતાં વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું DAમાં વધારો કરી શકે છે. મોંઘવાકી ભથ્થામાં દરવર્ષે 2 વખત વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને જૂલાઇ 2022થી 38% મોંઘવારી ભથ્થું મળતું હતું. ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ AICPIનાં આંકડાઓને આધારે કરવામાં આવે છે. કર્મચારીઓને સરકાર DA ફાળવે છે તો પેન્શનર્સને DR એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે.
જાન્યુઆરી 2023માં DAમાં થશે વધારો
મોંઘવારી ભથ્થાંમાં હવે વધારો જાન્યુઆરી 2023માં થશે. જૂલાઇથી સપ્ટેમ્બર સુધી મોંઘવારીનાં આંકડાઓ આવી ચૂક્યા છે અને નવેમ્બરનાં અંતમાં ઓક્ટોબરની મોંઘવારીનાં આંકડા મળી જશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે DAમાં આવતાં વર્ષે 4% જેટલો વધારો શક્ય છે. જો એવું થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 42% જેટલી થઇ શકે છે. પાછલા મહિને રિટેલમાં મોંઘવારી ઓછી જોવા મળી પરંતુ ગ્લોબલ ઇન્ફેલેશન અત્યારે પણ ઉપર વધેલ દેખાઇ રહી છે.
ADVERTISEMENT
2 વખતમાં 7% જેટલો વધારો
વર્ષ 2022માં સરકારે 2 વખતમાં સરકારી કર્મચારીઓનાં ડીએમાં 7% જેટલો વધારો કર્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાંને 31%થી વધારીને 34% કરી દેવામાં આવ્યુ હતું. આવી રીતે સરકારે 3% જેટલો વધારો કર્યો. જૂલાઇમાં સરકારે ડીએમાં 4% જેટલો વધારો કરતાં આ આંકડો 34%થી વધીને 38% થયું. સરકાર આ પગલાં થકી 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનર્શને ફાયદો આપી રહી છે.
50% થતાં જ તેનો સમાવેશ થશે બેસિક સેલેરીમાં
કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંનું રિવિઝન દર 6 મહિને કરવામાં આવે છે. પરંતુ 7માં પગાર પંચ દ્વારા તેમાં એક શરત જોડવામાં આવી છે કે જ્યાકે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% એ પહોંચશે ત્યારે તે પૈસા કર્મચારીઓની મૂળભૂત સેલેરીમાં જોડી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.