બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:52 PM, 13 July 2022
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટુ એપડેટ આવ્યું છે. હકીકતે, તેમની સેલેરીમાં એક વખત ફરીથી મોટો વધારો થવા જઈ રહ્યો છે. આ વખતે તેમને મળતા DAમાં 6 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. જ્યાર બાદ તેની સેલેરીમાં સારો ઉછાળ જોવા મળશે.
ADVERTISEMENT
ત્રણ ઓગસ્ટે લાગી શકે છે મોહર
રિપોર્ટ અનુસાર AICPIના લેટેસ્ટ આંકડાએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં કેટલો વધારો થવાનો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ ઓગસ્ટે થવા જઈ રહેલી કેબિનેટ બેઠકમાં DA Hikeનું એલાન કરવામાં આવી શકે છે. AICPIના આંકડામાં સતત ઉછાળ જોવા મળી રહ્યો છે. એપ્રિલની તુલનામાં મેં મહિનામાં તેના આંકડામાં 1.3 પોઈન્ટનો વધારો થયો છે.
AICPI આંકડામાં સતત વધારો
મે મહિનામાં AICPI 129 પોઈન્ટ પર પહોંચી ગયો હતો અને તેની સાથે જ તે લગભગ નક્કી થઈ ગયું છે કે કર્મચારીઓના DAમાં આ વખત લગભગ 6 ટકાનો વધારો જોવા મળી શકે છે. જોકે, AICPIના જૂનના આંકડા આવવાના હજુ બાકી છે. પરંતુ તેમાં ઘટાડાની આશા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે જાન્યુઆરીમાં 125.1 પોઈન્ટ, ફેબ્રુઆરીમાં 125.0, માર્ચમાં 126.0 અને એપ્રિલમાં 127.7 પોઈન્ટ પર હતો.
વધીને 40 ટકા થઈ જશે DA
જો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં છ ટકાનો વધારો કરે છે તો તે 34 ટકાથી વધીને 40 ટકા થઈ જશે. સરકારના આ નિર્ણયથી લગભગ 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સ હશે. જોરદાર મોંઘવારીની વચ્ચે આ તેમના માટે મોટી રાહત હશે. કારણ કે કર્મચારીઓને મળતી સેલેરીમાં મોટો વધારો જોવા મળશે.
વેતન-પેન્શનનો મહત્વપૂર્ણ ભાગ DA
મોંઘવારી ભથ્થુ કર્મચારીઓના વેતન અને પેન્શનર્સના પેન્શનનો એક મોટો ભાગ છે. આ ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીને તેમના વેતન પર મુદ્રાસ્ફિતિના પ્રભાવને ઓફસેટ કરવા માટે આપવામાં આવે છે. 7માં પગારપંચ હેઠળ સરકાર વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં DAમાં ઈન્ક્રિમેન્ટ આપે છે. ડીએ સરકારી કર્મચારીઓના સ્થાનોના આધાર પર અલગ અલગ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.